Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરમાં જ કરી લો આ 2 મિનિટનો ટેસ્ટ, ખબર પડી જશે હાર્ટ, ડાયાબિટીઝ અને બ્લડ પ્રેશરની બીમારી

Webdunia
શનિવાર, 27 જાન્યુઆરી 2024 (17:57 IST)
hand grip meter
Hand Grip Test: હેન્ડ ગ્રિપ ટેસ્ટ દ્વારા તમે તમારા સ્વાસ્થ્યની સ્થિતિ જાણી શકો છો. જો તમે ઈચ્છો તો આ ટેસ્ટ ઘરે બેઠા પણ સરળતાથી કરી શકો છો. જાણો શા માટે હેન્ડ ગ્રિપ ટેસ્ટ મહત્વપૂર્ણ છે અને તેના દ્વારા કયા રોગોની ઓળખ થાય છે.
 
હાલમાં જ એક અભ્યાસ સામે આવ્યો છે જે મુજબ 'હેન્ડ ગ્રિપ સ્ટ્રેંથ' તમારા સ્વાસ્થ્યની સ્થિતિ દર્શાવે છે. આ ટેસ્ટ ખૂબ જ મહત્વપૂર્ણ બાયોમાર્કર છે. આ માટે 'લો કટઓફ' નક્કી કરવામાં આવ્યું છે જેમાં મહિલાઓ માટે 18 કિલો અને પુરુષો માટે 28 કિલો વજન નક્કી કરવામાં આવ્યું છે. જો હાથની પકડ આનાથી ઓછી હોય તો સમજી લો કે તમે રેડ ઝોનમાં છો. એક અભ્યાસ મુજબ જો તમારી ગ્રિપ નબળી છે તો આ નબળા બોંસ અને મસલ્સની નિશાની તો છે જ સાથે જ એક ઈશારો તમારા વધતા વજન તરફ પણ છે.  જે ખૂબ જ જલ્દી ટાઈપ ટૂ ડાયાબિટીઝ,  હાર્ટ પ્રોબ્લેમ, કિડની-લીવરની પરેશાનીનુ કારણ બની શક છે. કહેવાનો મતલબ એ છે કે પહેલા હૈડ ગ્રિપ ટેસ્ટ કરો અને જો પરિણામ લો કટઓફની નીચે આવે છે તો તરત જ હેલ્થ ચેકઅપ કરાવો. 
 
વર્લ્ડ ઓબેસિટી એટલસ એ કહે છે કે જો લોકોએ વજન કંટ્રોલ પર ધ્યાન ન આપ્યુ તો આગામી 10 વર્ષમાં દુનિયાની અડધી વસ્તી ઓવરવેટ થઈ શકે છે. ઈંડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિકે પણ ઓબેસિટીને ક્રોનિક બીમારીની કેટેગરીમાં નાખી છે.  જ્યારે કે તમામ રિસર્ચ એવુ કહી રહ્યા છે કે તો જાડાપણુ ઘટાડવુ જરૂરી છે.  પહેલા જાણી લો તમારા હૈંડ ગ્રિપ ટેસ્ટ દ્વારા આરોગ્યની સ્થિતિ. 
 
ઘરે કેવી રીતે કરવો હૈંડ ગ્રિપ ટેસ્ટ 
આ માટે તમે ઘણી પદ્ધતિઓ અપનાવી શકો છો. હેન્ડ ગ્રિપ ટેસ્ટ મીટર પણ બજારમાં ઉપલબ્ધ છે. જો તમે ઘરે પરીક્ષણ કરી રહ્યા હોય, તો બરણીના ફીટ ઢાંકણને ખોલવાનો પ્રયાસ કરો. જો તે સરળતાથી ખુલે તો સારું, નહીં તો દિલની તબિયત બગડી શકે છે. આ હાથથી એક ચોક્ક  તમારા હાથથી નિર્ધારિત વજન ઉઠાવવાનો પ્રયાસ કરો. જો તમે ઇચ્છો તો, તમારા હાથમાં એક સફરજન લો અને તમારા હાથને દબાવીને તેને ક્રશ કરવાનો પ્રયાસ કરો. બીજી રીત એ છે કે બે ડોલ સરખા પ્રમાણમાં પાણી ભરો અને પછી તેને બંને હાથ વડે ઉપાડીને સંતુલિત કરો
 
લાઈફ સ્ટાઈલ કેવી રીતે બદલવી?
 
વજન વધવા ન દો
ધૂમ્રપાન છોડો
સમયસર સૂઈ જાઓ
8 કલાકની ઊંઘ લો
બીપી-સુગર ચેક કરાવો
વર્કઆઉટ
મેડિટેશન કરો 
 
વજન વધવાનુ કારણ 
 
ખરાબ લાઈફસ્ટાઈલ 
ફાસ્ટ ફૂડ
કાર્બોનેટેડ પીણાં
માનસિક તણાવ
વર્કઆઉટનો અભાવ
દવાઓની આડઅસરો
ઊંઘનો અભાવ
 
વજન ઘટાડવા માટેનો રામબાણ ઉપાય
 
સવારે લીંબુ પાણી પીવો
ગોળ સૂપ-જ્યુસ લો
રાત્રિ ભોજન પહેલાં સલાડ ખાઓ
રાત્રે રોટલી અને ભાત ખાવાનું ટાળો
7 વાગ્યા પહેલા રાત્રિભોજન કરો
જમ્યાના 1 કલાક પછી પાણી પીવો
 
આ આદતો બદલવાથી મહિલાઓ રહેશે ફિટ.
વાસી ખોરાક ન ખાવો
નાસ્તો જરૂર કરવો જોઈએ
બપોરે આરામ કરો
બીમારીને અવગણશો નહીં
તમારું પણ ધ્યાન રાખો
 
વજન થશે કંટ્રોલ, આ ફેરફારો કરો 
 
લિફ્ટને બદલે દાદરાનો ઉપયોગ કરો 
કોફી અને ચા વારંવાર પીશો નહીં
જ્યારે તમને ભૂખ લાગે ત્યારે સૌથી પહેલા પાણી પીવો
ખાવા અને સૂવાની વચ્ચે 3 કલાકનું અંતર રાખો

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

Kaal Bhairav Jayanti - કાળ ભૈરવ ની વાર્તા , જાણો ભગવાન શિવના ક્રોધથી કેવી રીતે થયુ અવતરણ

કાળ ભૈરવ ચાલીસા/ Kaal Bhairav Chalisa

આગળનો લેખ
Show comments