Biodata Maker

શું તમારું મોઢું હંમેશા સુકાયેલું રહે છે અને તરસ લાગતી રહે છે તો ગરમી ઉપરાંત આ કારણ પણ હોઈ શકે

Webdunia
શનિવાર, 6 એપ્રિલ 2024 (21:22 IST)
dry mouth
ઉનાળામાં વારંવાર તરસ લાગે છે અને મોઢું હંમેશા સુકાયેલું રહે છે. આ સિઝનમાં આ સમસ્યા સામાન્ય છે, પરંતુ વધુ પડતું સૂકું મોં કે તરસ લાગવી એ પણ કેટલીક બીમારીઓનું કારણ બની શકે છે. મોંઢાંમાં લાળ ઓછી હોય ત્યારે આવું ઘણીવાર થાય છે. આનું કારણ માત્ર પાણી જ નથી, પરંતુ અન્ય કેટલાક કારણો પણ હોઈ શકે. સુકાયેલુ મોંની સમસ્યાને ઝેરોસ્ટોમિયા(xerostomia) પણ કહેવામાં આવે છે. આ ત્યારે થાય છે જ્યારે મોંઢાંમાં લાળ ગ્રંથીઓ લાળ ઉત્પન્ન કરવાનું બંધ કરે છે. આવી સ્થિતિમાં આપણું મોઢું સુકું રહેવા માંડે છે.  
 
હેલ્થ એક્સપર્ટના મતે, લાળ આપણા ખોરાકને પચાવવામાં અને પાચનતંત્રને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આના વગર ખોરાક પચાવવામાં મુશ્કેલી પડે છે. જ્યારે આપણે ખોરાક ચાવીએ છીએ, ત્યારે મોંઢાંમાં ઉત્પન્ન થતી લાળ ખોરાકને ભીનો કરવામાં અને તોડવામાં મદદ કરે છે. આનાથી ઓરલ હાઈજીન પણ જળવાઈ રહે છે.
 
મોઢું સુકાવવાણા અન્ય કારણ
જો તમે વધુ પડતા સુકા મોઢાંની સમસ્યાનો સામનો કરી રહ્યા છો અને તમને ખૂબ જ તરસ લાગી રહી છે, તો તેના માટે અન્ય ઘણા કારણો હોઈ શકે છે. આ ડાયાબિટીસ, અલ્ઝાઈમર અને સ્ટ્રોકના સંકેત પણ હોઈ શકે છે. સુકાયેલુ મોંના લક્ષણો પણ ઓટોઈમ્યુન ડીસઓર્ડરની નિશાની હોઈ શકે છે.
 
ડાયાબિટીસ
અલ્ઝાઈમર
સ્ટ્રોક
એચ.આઈ.વી
ચેતા નુકસાન
સ્જોગ્રેન સિન્ડ્રોમ
 
સુકા મોઢાના લક્ષણો
 
મોઢામાં ડ્રાયનેસ રહે છે
મોઢાની અંદર ચીકણું લાગે છે
મોંઢામાં જાડી લાળ બને છે
ક્યારેક શ્વાસમાં દુર્ગંધ આવે છે
બોલવામાં અને ગળવામાં મુશ્કેલી
ગળામાં શુષ્કતા અને તીવ્ર દુખાવો રહે છે
જીભમાં ડ્રાયનેસ અને સ્વાદમાં બદલાય જાય 
 
ક્યારેક હવામાનમાં ફેરફાર અને અચાનક ગરમી વધવાને કારણે આ સમસ્યા થઈ શકે છે, પરંતુ જો આ સમસ્યા લાંબા સમય સુધી ચાલુ રહે તો તમે ચોક્કસ  ડૉક્ટરની સલાહ લો. ઓરલ હાઈજીન મેન્ટેન કરો અને દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ચમોલીમાં બે ટ્રેનો અથડાઈ, 60 કામદારો ઘાયલ

PHOTOS: નવા વર્ષ પહેલા વારાણસીમાં ગંગા આરતીના ફોટા સામે આવ્યા, ભીડ તમને દંગ કરી દેશે.

2025 એ જતા જતા ભારત માટે આપી ગુડ ન્યુઝ, બન્યું દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા

સુરતમાં AAP યૂથ વિંગના જનરલ સેક્રેટરી શ્રવણ જોશીની ધરપકડ, હપ્તા વસૂલતા વીડિયો વાયરલ

વધુ જુઓ..

ધર્મ

Griha Pravesh Muhurat in 2026: નવા વર્ષમાં ગૃહપ્રવેશ માટે શું રહશે શુભ મુહૂર્ત ? જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની જાણીલો તારીખ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

New Year 2026: આ મંત્રો સાથે કરો નવા વર્ષની શરૂઆત, દેવી-દેવતાઓના આખું વર્ષ મળશે આશિર્વાદ

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

Ekadashi 2025: વર્ષની અંતિમ અગિયારસનાં દિવસે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ વસ્તુઓ, ઘરમાં કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments