Webdunia - Bharat's app for daily news and videos

Install App

તમારા શરીર માટે રામબાણ ઈલાજ છે અડદની દાળ

રામબાણ ઈલાજ
Webdunia
શુક્રવાર, 13 ડિસેમ્બર 2019 (18:46 IST)
અડદની દાળને કોઈપણ રૂપે ખાવામાં આવે તો તેનાથી શક્તિ જ મળશે. આ દાળને પલાળીને, વાટીને કપાળ પર લેપ કરવાથી નકસીર અને ગરમીમાં થનાર માથાના દુખાવામાં આરામ મળે છે. આવો જાણીએ અડદની દાળ અને ફાયદા. 
 
- રાત્રે નવટાંક (5 રૂપિયાના વજન જેટલુ) અડની દાળને પલાળી દો.  સવારે તેને વાટીને દૂધ કે સાકરમાં મિક્સ કરી ખાવ. હ્રદય અને મગજને લાભ મળશે. 
 
- જો હિચકી બંધ ન થઈ રહી હોય તો આખી અડદની દાળને કોલસા પર નાખી તેનો ધુમાલો સૂંઘો. હિચકી ઠીક થઈ જશે. 
 
- અડદની દાલને ઉકાળીને વાટી લો અને સૂતી વખતે માથા પર લવાવો. માથાના ટાલ પર ફાયદો થશે. 
 
- જો ચહેરા પરના સફેદ દાગ દૂર ન થઈ રહ્યા હોય તો અડદના લોટને પલાળી બીજીવાર વાટીને દાગવાળી જગ્યા પર રોજ લગાવો. ચાર મહિના સુધી સતત લગાવવાથી દાગ દૂર થઈ જશે. 
 
-  અડદની દાળ પાણીમાં પલાળી રાખી, વાટી, તેમાં મીઠું, મરી, હીંગ, જીરુ લસણ અને આદુ નાખી વડાં કરવાં. તેને ઘીમાં અથવા તેલમાં તળીને ખાવાથી શુળ મટે છે
 
- વીર્યનું મુખ્ય ઘટક પ્રોટીન છે. બધાં જ કઠોળમાં પ્રોટીન હોય છે, પરંતુ અડદમાં ઉત્તમ પ્રકારનું પ્રોટીન હોય છે. આથી જ અડદના સેવનથી સારી શુક્રવૃદ્ધી થાય છે. 
 
- અડદ વાયુનાશક અને બલ્ય હોવાથી પણ કામશક્તી-મૈથુનશક્તી વધારે છે. જેમને વીર્યમાં શુક્રાણુની ખામીને લીધે જ બાળકો ન થતાં હોય તેમણે અડદ અને અડદીયા પાકનો ઉપયોગ કરવો જોઈએ. જેમને સેક્સની સમસ્યા હોય, ઉત્તેજના ઓછી હોય તેમના માટે તો અડદ ઉત્તમ ઔષધની ગરજ સારે છે. આવી તકલીફવાળાએ તો લાંબા સમય સુધી લસણવાળી અડદની દાળ, તલના તેલમાં બનાવેલ અડદનાં વડાં અને અડદીયો પાક નીયમીત ખાવાં જોઈએ.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

Vinayak Chaturthi 2025 Upay: ધન દોલત વધારવી છે તો વિનાયક ચતુર્થીના દિવસે કરો આ કામ

Durga Saptashati Path Vidhi And Benefits: નવરાત્રિમા આ રીતે કરો દુર્ગા સપ્તશતીનો પાઠ, અહી જુઓ વિધિ અને મહત્વ

નવરાત્રી દુર્ગા પૂજાના ફળ, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી

ગુજરાતી આરતી - જય આદ્યા શક્તિ (જુઓ વીડિયો)

આગળનો લેખ
Show comments