Webdunia - Bharat's app for daily news and videos

Install App

સૂતા પહેલા પીશો આ ચા, તો સૂતી વખતે પણ ઘટતુ રહેશે વજન

Webdunia
ગુરુવાર, 21 જાન્યુઆરી 2021 (22:12 IST)
આપણે બધા જીવનમાં ક્યારેક ને કયારેક વજન ઓછુ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ વજન ઘટાડવુ સહેલુ નથી. શરઈરની વધારાની ચરબી ઓછી કરવા માટે પૂરતો સમય, ધેર્ય, સમર્પણ અને સ્વસ્થ જીવન શૈલીની જરૂર હોય છે.  પણ જો અમે કહીએ કે હવે સૂતી વખતે પણ તમે વજન ઓછુ કરી શકો છો તો શુ તમે માનશો.   જી હા યૂનિવર્સિટી ઓફ ત્સુકાબા(Tsukaba)ના એક નવા અભ્યાસ મુજબ ઓલોંગ ટીનુ સેવન કરવાથી તમારુ વજન ઘટી શકે છે. 
 
શુ કહે સ્ટડી 
 
ઓલોંગ ટી ગ્રીન ટી ની જેમ જ લાભકારી છે. આ મેટાબોલિજ્મ પર સકારાત્મક પ્રભાવ નાખે છે.  માનવ શરીરમાં એનર્જી અને ફૈટ મેટાબોલિજ્મ પર ઓલોંગ ટી પીવાનુ પરિણામ જાણવાનો અભ્યાસ કર્યો.  સ્ટડીના રિજલ્ટનો જર્નલ, ન્યૂટ્રિએંટ્સમાં પ્રકાશિત કરવામાં આવ્યો. સ્ટડીમાં 20 થી 56 વર્ષના 12 લોકોને સામેલ કરવામાં આવ્યો. બે અઠવાડિયા ચાલનારા અભ્યાસમાં પ્રતિભાગીઓના 3 સમૂહોમાં વહેંચીને ઓલોગ ટી, કૈફીન અને પ્લેસિબો જેવા પીણા પીવા માટે આપવામાં આવ્યા  
 
નિષ્કર્ષમાં જાણવા મળ્યુ કે પ્લેસિબોની કરતા ઓલોંગ ચા અને શુદ્ધ કૈફીન વસાની માત્રાને લગભગ 20 ટકા ઝડપથી ઘટાડે છે.  પ્રતિભાગીઓમાં  સૂતા દરમિયાન ઓલોંગ ચા પીવાના સકારાત્મક પ્રભવ જોવા મળ્યા. 
 
આ રીતે બનાવો ઓલોંગ ચા 
 
સામગ્રી - 1 ચમચી ઓલોંગ ચા ના પાન 
એક કપ પાણી 
 
કેવી રીતે કરશો તૈયાર 
 
- એક કપ પાણી ઉકાળો 
- ઉકાળતા જ તાપ પરથી નીચે ઉતારી લો 
- ઓલોંગ ચા ના પાન નાખો અને તેને ઢાંકી દો 
- . તેને 5 મિનિટ માટે રાખી મુકો 
- પછી ગાળીને પીવો 
- સ્વાદ વધારવા માટે આપ તેમા લીંબૂનો રસ પણ મિક્સ કરી શકો છો. 
 
 
કેટલીવાર પીવી જોઈએ ચા
 
તમે આ ચાને દિવસમાં 2-3 વાર પી શકો છો. પણ વજન ઘટાડવાના ચક્કરમાં તેને બિલકુલ પણ અતિ ન કરો. નહી તો તમને ચિંતા, નિર્જલીકરણ, અનિદ્રા, હ્રદયગતિમાં વૃદ્ધિ, અવસાદ, સતત પેશાબ, પેટ ખરાબ થવુ, ઉલટી, માથાનો દુખાવો, કિડનીમાં પથરી, એલર્જી, ગ્લુકોમા અને એનીમિયા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. 
 
ઓલોંગના ચા પીવાના ફાયદા 
 
- ડાયાબિટીસનુ જોખમ 16 ટકા ઘટાડે છે ડાયાબિટીસના રોગી માટે રામબાણ 
- હ્રદયરોગ અને તેને કારણે થતા મોતનો ખતરો ઘટે છે. 
- ઓલોંગ ટી પણ સ્તન કેંસરની કોશિકા વૃદ્ધિને રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા  ભજવે છે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments