Dharma Sangrah

આ વસ્તુઓ ઝડપથી વજન ઘટાડવામાં કરશે મદદ, તમારા ડાયેટમાં કરી લો સામેલ

Webdunia
ગુરુવાર, 3 ફેબ્રુઆરી 2022 (01:02 IST)
વજન વધવુ(Weight Gain) આજકાલ તે એક સામાન્ય સમસ્યા છે. જેના કારણે સમય પહેલા અનેક પ્રકારની બીમારીઓ વ્યક્તિને ઘેરી લે છે. વજન ઘટાડવા માટે લોકો ઘણી અલગ-અલગ પદ્ધતિઓ અપનાવે છે, પરંતુ જો તમે પણ ખરેખર તમારુ  વજનને કંટ્રોલ કરવા માંગતા હોય તો. (Weight Loss)કે વેઈટ લોસ કરવુ છે તો તમારા આહારને નિયંત્રિત કરવાનું શીખો. આપણો ખોટો આહાર ફેટ(Fat) જમા થવાનું સૌથી મોટું કારણ  છે. આ માટે બહારનું જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, ચીકાશવાળી વસ્તુઓ ખાવાનું ઓછું કરો અને તમારા આહારમાં ઓછી કેલરીવાળા ખોરાક(Low Calorie Food)નો સમાવેશ કરો. અહીં અમે જણાવી રહ્યા છે તે વસ્તુઓ વિશે જે તમારા વજનને નિયંત્રિત કરવામાં મદદરૂપ થશે. 
 
પીનટ બટર - જો તમે બટર ખાવાના શોખીન છો અને વજન વધવાના ડરથી ખોરાકને નિયંત્રણમાં રાખવો પડતો હોય તો પીનટ બટરને ડાયટમાં સામેલ કરો. પીનટ બટર ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તેમાં કેલરી ઓછી હોય છે. તમે તેને સવારના નાસ્તામાં ઓટમીલ અથવા બ્રાઉન બ્રેડ સાથે ખાઈ શકો છો. તેનાથી વજન પણ ઘટશે અને શરીરને જરૂરી પોષક તત્વો પણ મળશે.
 
ઇંડા - ઈંડામાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે અને તે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. આ ખાવાથી પેટમાં લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. આવી સ્થિતિમાં, તમે તેને સવારના નાસ્તામાં લઈ શકો છો. ઈંડું તમારા શરીર માટે પણ ફાયદાકારક છે અને તમને વધારે ખાવાથી પણ બચાવે છે. આ રીતે તમારું વજન નિયંત્રણમાં રહે છે.
 
ઓટમીલ - ઓટમીલમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે અને તે કાર્બોહાઇડ્રેટ્સનો પણ સારો સ્ત્રોત છે. પરંતુ તેમ છતાં તે તમારા વજનને નિયંત્રિત કરવામાં ઉપયોગી છે. નાસ્તામાં ઓટમીલ ખાવાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી અને શરીરમાં એનર્જી લાંબા સમય સુધી રહે છે. આવી સ્થિતિમાં, તમે તમારા આહારમાં ઓટમીલનો સમાવેશ કરી શકો છો.
 
બીજ - શીશમ, ચિયા, ફ્લેક્સ, કોળાના બીજ વગેરે પણ વજનને નિયંત્રિત કરનારા માનવામાં આવે છે. તે તમારા શરીરની નબળાઈ દૂર કરે છે અને એનર્જી પણ જાળવી રાખે છે.
 
આ વસ્તુઓ પણ ઉપયોગી 
 
તમારા આહારમાં ઘઉં, સોયા, બાજરી, જુવાર, રાગી અને બ્રાઉન રાઇસનો સમાવેશ કરો. તેમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે, સાથે જ આ વસ્તુઓ એકદમ પૌષ્ટિક હોય છે. તેને ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને જાડપણું ઓછુ થાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Veda Paresh Sarfare - કેટલાક માટે તે 'જળપરી' છે તો કેટલાક માટે તે 'વોટર બેબી' છે, માત્ર 1 વર્ષ અને 9 મહિનાની ઉંમરે તેણે અશક્યને શક્ય બનાવી દીધું!

જન ધન ખાતાઓમાં 2.75 લાખ કરોડ જમા: સત્તાવાર

Earthquake hits Japan- જાપાનમાં 6.7 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જારી

વલસાડમાં ઔરંગા નદી પર બની રહેલા પુલનો એક ભાગ તૂટી પડ્યો, ચાર મજૂર ઘાયલ

ટ્રપ પછી મેક્સિકો કેમ ભારત પર લગાવી રહ્યુ છે 50% ટેરિફ ? 2026 થી થશે લાગૂ, એક્સપર્ટ્સે જણાવ્યુ કારણ

વધુ જુઓ..

ધર્મ

Saphala Ekadashi 2025: સફળા એકાદશી ક્યારે ઉજવાશે ? જાણી લો સાચી તિથી શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

સંતોષી માતા વ્રત કથા/ santoshi mata vrat katha

Saraswati chalisa- સરસ્વતી ચાલીસા

શ્રી લક્ષ્મી સૂક્ત પાઠ/ શ્રી સૂક્ત પાઠ ગુજરાતી

શિવ પંચાક્ષર સ્તોત્ર

આગળનો લેખ
Show comments