Biodata Maker

શુ આપ જાણો છો ચોમાસામાં લીલા શાકભાજી કેમ ન ખાવા જોઈએ ?

Webdunia
ગુરુવાર, 30 જૂન 2016 (16:19 IST)
માનસૂન દરમિયાન તમે કંઈ વસ્તુઓ ક્યારે ખાવ છો તેનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ. જો તમે લીલી પત્તેદાર શાકભાજીઓ ખાવાનુ પસંદ કરો છો તો ચોમાસામાં તેને ખાવાથી બચો. આમ તો લીલી શાકભાજીમાં ઘણુ બધુ પોષણ જોવા મળે છે. પણ જો એક્સપર્ટનુ માનીએ તો તેમને ચોમાસામાં ખાવાથી બચવુ જોઈએ. 
 
મૉનસૂન દરમિયાન આ શાકભાજીઓને સારી રીતે સૂર્ય પ્રકાશ નથી મળતો જેને કારણે તેમા કીટાણુઓનો ઢગલો જામી જાય છે.  આ શાકભાજીનુ સેવન કરવાથી આ વાયરસ આપણા શરીરમાં પ્રવેશ કરે છે. જેનાથી આપણને અનેક સંક્રામક બીમારીઓ થઈ જાય છે.  સાથે જ તેનાથી શરીરમાં ઉર્જાનુ સ્તર નીચે જતુ રહે છે અને પાચન તંત્ર ગડબડે છે.  લીલા પાનવાળા શાકભાજી ખાતા પહેલા નળ નીચે ધુઓ અને પછી તેને મીઠુ મેળવેલ પાણીમાં થોડીવાર સુધી પલાડી રાખો.  જેનાથી તેમા રહેલ કીટાણુઓનો નાશ થશે અને આ ખાવાલાયક બનશે.  હવે આવો જાણીએ કે ચોમાસામાં લીલા શાકભાજી કેમ ન ખાવા જોઈએ. 

કીટાણુઓથી ભરેલા હોય છે લીલા શાકભાજી - પાનવાળા લીલા શાકમાં બેક્ટેરિયાનો વસવાટ હોય છે. આ શાકભાજીના પાનમાં પોતાનુ ઘર બનાવી લે છે. અનેક કીટાણું લીલા રંગના હોવાને કારણે પકડમાં આવતા નથી અને તે પેટમાં જતા રહે છે.  જેનાથી પેટમાં સંક્રમણ થઈ જાય છે. 

મોટાભાગની શાકભાજી કીચડમાં ઉગે છે - મોટાભાગના પાનવાળા શાક વરસાદને કારણે કીચડમાં ઉગે છે. જેનાથી તે ખૂબ ખરાબ રીતે સંક્રમિત થઈ જાય છે. જો તેને સારી રીતે ધોઈને ન ખાવામાં આવે તો  તબિયત ખરાબ થઈ જાય છે. 

કારણ કે આ દૂષિત સ્થાન પર મુકવામાં આવે છે - જ્યારે શાકભાજી ખેતરમાંથી કાપવામાં આવે છે તો તેને મંડીમાં ગંદકીથી એક બીજા સ્થાન પર મુકવામાં આવે છે.  જો આ એરિયા સ્વચ્છ નથી તો બીમારી ઉભી થવાના ચાંસ વધી જાય છે. 

કીડા મકોડાનો વાસ -કોબીજ, ફ્લાવર અને બ્રોકલી જેવી લીલી શાકભાજીમાં કીડા-મકોડા એવી રીતે અંદર ઘુસી જાય છે કે તે સ્પષ્ટ જોઈ શકાતા નથી.  આ શાકભાજીને ખાતા પહેલા મીઠાવાળા ગરમ પાણીમાં નાખો ઉકાળો અને પછી બનાવો. 

રંગ ભરવા માટે લગાવાય છે ઈંજેક્શન -  મોનસૂન દરમિયાન શાકભાજીવાળા સારા પૈસા કમાવવા અને શાકભાજીને ગ્રીન બતાડવાના ચક્કરમાં  તેમને રંગથી ભરેલ ઈંજેક્શન લગાવી દે છે.  આ નકલી રંગોની સીધી અસર આપણી રોગ પ્રતિરોધક ક્ષમતા પર પડે છે. જેનાથી શરીરમાં તમામ પ્રકારની બીમારીઓ થઈ જાય છે. 
 
 
મોનસૂનમાં બહાર ખાવાથી રહો સાવધ - જો તમે બહાર ખાવાના શોખીન છો તો શાકભાજીથી બનેલ ડિશ ન ખાશો. અનેક હોટલો અને ઢાબામાં શાકભાજી સારી રીતે ધોવામા નથી આવતી. જેનાથી પેટનુ સંક્રમણ થાય છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

કોલ સેન્ટરની આડમાં ચાલતા સાયબર છેતરપિંડીનો પર્દાફાશ, 15 મહિલાઓ સહિત 22 લોકોની ધરપકડ

આગામી 24 કલાકમાં આ રાજ્યમાં ભારે હિમવર્ષા અને વરસાદની શક્યતા, હવામાન વિભાગે ચેતવણી જારી કરી

શુ ભારતમાં બંધ થઈ જશે WhatsApp અને Meta? સુપ્રીમ કોર્ટની મેટાને સખત ચેતાવણી - સંવિધાન નથી માની સકતા, તો દેશ છોડી દો

India vs Afghanistan U19 World Cup SemiFinal LIVE Score: અફગાનિસ્તાનની બેટિંગ શરૂ, અહી જુઓ લાઈવ સ્કોર

રવનીત સિંહે બિટ્ટૂએ રાહુલ ગાંધી સાથે હાથ ન મિલાવ્યો તો બોલ્યા રાહુલ "મારા ગદ્દાર મિત્ર. ચિંતા ના કર, તું કોંગ્રેસમાં પાછો આવીશ."

વધુ જુઓ..

ધર્મ

શ્રીકૃષ્ણ ચાલીસા - Sri Krishna Chalisa

Shani Dev Murti Niyam: ઘરના મંદિરમાં કેમ નથી મુકવામાં આવતી શનિદેવની મૂર્તિ કે ફોટો, જાણો શું છે તેની પાછળનું કારણ

શ્રીનાથજી ની મંગળા આરતી

ધણી માતંગ દેવ

Shrinathji patotsav - શ્રીનાથજી પાટોત્સવ

આગળનો લેખ
Show comments