Dharma Sangrah

માઈગ્રેનના કારણ, નિવારણ અને શું કાળજી રાખવી

Webdunia
સોમવાર, 18 માર્ચ 2019 (00:23 IST)
કામ કે બીજી કોઈ તકલીફના કારણે તમારા માથાનો દુઃખાવો રહે છે.માથાનો દુખાવોના કારણે  કામ નહી કરી શકો કે કામ ભૂલી જાઓ છો તો આ તમારા માટે ખતરાની ઘંટી છે.  કારણ કે આ દુ:ખાવો માઈગ્રેન જેવા ગંભીર રોગોને જન્મ આપે છે. આથી જ્યારે આવું થાય તો ડાકટરી તપાસ કરાવી લેવી જોઈએ. કેટલાક લોકો 
માથાના દુ:ખાવાને સામાન્ય સમજી  પેઇન કિલરનું સેવન કરે છે . પણ આ ગોળીઓ માથાનો દુખાવો અને માઈગ્રેનની સમસ્યાથી છુટકારો આપવાની બદલે સમસ્યાને જટિલ બનાવે છે. 
 
શું કાળજી રાખો?
શક્ય હોય ત્યાં સુધી,ડૉક્ટરની સલાહ વગર પેઈનકિલર લેશો નહી અને ન તો તેનો ઓવરડોઝ લો. ડોકટરોની સલાહ મુજબ જ માઈગ્રેનના દુ:ખાવાની  દવાનો 
 
ઉપયોગ કરવો. પેનકિલર્સ જ્યારે અત્યંત જરૂરી હોય ત્યારે જ લો. થોડા દુ:ખાવામાં મેડિસન લેવાની ટેવ છોડી દો. પેનકિલરના બદલે મલમ, સ્પ્રે કે જૈલથી પણ દુ:ખાવામાં રાહત મળે છે.
 
માઈગ્રેનના કારણ : માઈગ્રેનના ઘણા કારણો છે , જેમ તણાવ ,પૂરતી ઊંઘ,આંતરસ્ત્રાવીય બદલાવો,વધારે લાઈટ,તેજસ્વી સૂર્યપ્રકાશ, કબજિયાત, દવાઓ, નશીલી દવાઓ કે ખોરાક, હવામાન ફેરફાર, કોફી, તૈયાર ખોરાક અને ચોકલેટનો વધુ પડતા સેવન વગેરે .
 
માઈગ્રેન નિવારણ
- આંખ પર દબાણ નાખે એવા કાર્ય ન કરવા જેમ કે સતત વાંચવુ, ટીવી જોવી, વીડિયો ગેમ્સ, કમ્પ્યુટર પર કામ કરવુ વગેરે.
 
- લાંબા સમય સુધી ભૂખ્યા નહી રહેવું. સવારે સમયસર નાસ્તો લો.
 
- વધારે નહી ખાવું. ભારે ભોજન કે ફાસ્ટ ફૂડ ટાળો.
 
- માંસાહારી ખોરાક ઘટાડો. દૂધ અને દૂધથી બનેલી વસ્તુઓનો ઉપયોગ ઘટાડો.
 
- દારૂ, સિગારેટ, પાન મસાલાનો ઉપયોગ બંધ કરો. કોઈપણ નશીલી વસ્તુ ન લો.
 
- વધુ ચોકલેટ,કે ચિગમ  નહિં ખાવી.
 
- ટી,કાફીનો પ્રયોગ ઓછો કરવો.
 
- આહારમાં મરચાં-મસાલા ઓછા કરો. 
 
- પૌષ્ટિક આહાર લો જેમાં ફળો અને લીલા શાકભાજી પર ભાર મૂકો . 
 
- સૌથી વધુ અગત્યનું ચિંતાઓમાંથી દૂર રહેવાનો પ્રયાસ કરો.
 
- સીધો સૂર્યપ્રકાશ અને ઠંડીથી બચો. 
 
- મન શાંત કરવા માટે કસરત અને ધ્યાન કરો.
 
- માખણ અને ખાંડ(મિશ્રી)સાથે ખાવું .
 
- કપાળ પર વાટેલા લીંબુના છાલની પેસ્ટ લગાવવી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

અમરાવતીમાં સેક્સ સ્કેન્ડલ સામે આવતા મચ્યો હડકંપ, સોશિયલ મિડીયા પર 350 આપત્તિજનક વિડીયો વાયરલ

ઉત્તર પ્રદેશ, બિહાર અને ગુજરાતમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે, આઠ રાજ્યો માટે ગરમીની ચેતવણી જારી કરવામાં આવી છે.

નાસિકના ત્ર્યંબકેશ્વર મંદિરમાં VIP દર્શનના નામે કાળાબજારીનો પર્દાફાશ, ટ્રસ્ટના સભ્ય અને શરદ પવારના NCP નેતાની ધરપકડ

માત્ર રસોડું જ નહીં, પણ ખેતી પણ કટોકટીનો સામનો કરી રહી છે... તેલ અને ગેસ પછી, હોર્મુઝ નાકાબંધી હવે આ ચીજવસ્તુની અછતનું કારણ બનશે!

વડોદરા બસ સ્ટેશન અકસ્માતનો ભયાનક સીસીટીવી વીડિયો

વધુ જુઓ..

ધર્મ

શ્રી હનુમાન ચાલીસા ગુજરાતી

Akshaya Tritiya Puja Samagri- અક્ષય તૃતીયા પૂજા સામગ્રી, પૂજા વિધિ

Akshay Tritiya: અક્ષય તૃતીયા કેમ ઉજવાય છે ? જાણો ધાર્મિક કારણ અને આ તિથીનું મહત્વ

Aaj nu panchang- આજનુ પંચાગ -14 એપ્રિલ

Aaj nu panchang- આજનુ પંચાગ - 13 એપ્રિલ

આગળનો લેખ
Show comments