Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health Tips : આ 8 ઉપાય ભીષણ ગરમીથી બચવામાં કરશે તમારી મદદ

Webdunia
શુક્રવાર, 29 એપ્રિલ 2022 (19:09 IST)
દિલ્હી સહિત આખા દેશમાં ભીષણ ગરમીનો કહેર ચાલુ છે. પારો નિત નવી ઊંચાઈ પર પહોંચી રહ્યો છે. આ સાથે જ ગરમીમાં થનારી બીમારીઓના કેસ પણ સતત વધી રહ્યા છે. તાપ અને લૂ ઉપરાંત ગંદકી અને દૂષિત ખોરાક કે પાણીથી આ ઋતુમાં લોકો બીમાર પડે છે. કેટલીક સાવધાનીઓ અપનાવીને ઋતુની મારથી બચી શકાય છે. 
 
લાબા સમય સુધી બહાર રહેવાથી બચો.  બપોરે 12થી 3 વાગ્યા વચ્ચે ઘરની બહાર નીકળવાથી બચવુ જોઈએ. આખા દેશમાં ચાલી રહેલા ગરમીના પ્રકોપથી બચવા માટે તાપના સીધા સંપર્કમાં આવવાથી પરેજ કરો. 
 
તાપમાં નીકળવાથી બચો - દિવસના સમયે તાપમાં બહાર નીકળવુ જરૂરી છે તો સનસ્ક્રીનનો ઉપયોગ જરૂર કરો. આ ઉપરાંત ટૈનિગ અને સનબર્નથી બચવા માટે છત્રી, ટોપી, ભીનો ટોવેલ અને ઠંડુ પાણી સાથે લઈને નીકળો. 
 
ખાવા પીવામાં સ્વચ્છતા -  ખાવા પીવામાં સાફ સફાઈનુ ખૂબ વધુ ધ્યાન રાખો. બહારનો તળેલો ખોરાક અને ખુલ્લામાં બનેલો કોઈપણ ખાદ્ય પદાર ખાવાથી બચો. આ ઋતુમાં દૂષિત ખાવા પીવાથી બીમારીનુ સંકટ વધી જાય છે. બાળકોને પણ આ વાતની માહિતી આપો અને તેમને કંઈ પણ ખાતા પહેલા હાથ ધોવા પ્રેરિત કરો. 
 
પ્રવાહી ખોરાકનો ઉપયોગ વધારો : શક્ય હોય ત્યાં સુધી પ્રવાહીનો ઉપયોગ કરો, જેમ કે લીંબુ પાણી. ધ્યાન રાખો કે આ પાણી ઠંડુ હોય પણ બરફવાળુ નહી.  નહી તો અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. તરબૂચ, શક્કરટેટી, કેરી, કાકડી, ખીરા જેવા મોસમી ફળોનું સેવન અવશ્ય કરવું જોઈએ. જો કે, તેના સેવન સાથે જોડાયેલી કેટલીક સાવચેતીઓ છે, જેનું ધ્યાન રાખવું જરૂરી છે. શરીરમાં પાણીની કમી ન થવા દો. દિવસમાં ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી પીવો. આ સિઝનમાં છાશ, લસ્સી, કાચી કેરીનુ પનુ, બેલનુ શરબત કે સત્તુ શરબત ખૂબ જ ફાયદાકારક હોય છે.
 
એક સાથે વધુ પડતું ખાવાનું ટાળોઃ ઉનાળાની ઋતુમાં દિવસની શરૂઆત મીઠા અને રસદાર ફળોથી કરવી સારી રહેશે. ચીકુ, આલુ, ​​તરબૂચ, શક્કરટેટી અથવા નારંગી સારો વિકલ્પ હોઈ શકે છે. સલાદમ આં  રૂપમાં ડુંગળી અને કાકડી અવશ્ય ખાઓ. આ તમને પાચન સંબંધી સમસ્યાઓથી બચાવશે અને શરીરનું તાપમાન પણ નિયંત્રણમાં રાખશે. વાસ્તવમાં, તેમાં પૂરતા પ્રમાણમાં પાણી હોય છે, તેથી શરીરનું તાપમાન નિયંત્રિત રાખે  છે. 
 
ખાવામાં મીઠા પર કાબુ રાખો - આ ઋતુમાં ખાવામાં મીઠુ સામાન્ય માત્રામાં રાખવુ જોઈએ. તેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ મળે છે. કૈફીન, દારૂ કે અત્યાધિક ચા પીવાથી બચો. કારણ કે તેનો ઉપયોગથી શરીરમાં પાણીની કમી થઈ શકે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Utpanna Ekadashi - ઉત્પત્તિ એકાદશી વ્રત કથા

Kharmas 2024 - કમુરતા ક્યારે છે, કમુરતામાં લગ્ન અને શુભ કાર્ય કેમ થતાં નથી

કમુરતા શા માટે થાય છે/ kharmas katha

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.

આગળનો લેખ
Show comments