Biodata Maker

શંખ વગાડવાના ફાયદા જાણશો તો, તમે રોજ શંખ વગાડવુ શરૂ કરી દેશો

Webdunia
બુધવાર, 30 ડિસેમ્બર 2020 (08:58 IST)
ઘરમાં પૂજા અને આસ્થાનુ વાતાવરણ જામી જાય છે. અનેક લોકોના ઘરમાં માતાની આરાધના સાથે શંખ પણ વગાડવામાં આવે છે. આપણામાંથી કદાચ ખૂબ ઓછા લોકોને જાણ હશે કે શંખ આસ્થા સાથે જોડાયેલ હોવા ઉપરાંત આપણા આરોગ્ય અને સુંદરતા માટે પણ લાભદાયી છે.
 
જો તમને પણ શંખ વગાડવાના ફાયદા વિશે જાણ ન હોય તો જાણી લો અને રોજ શંખ વગાડો..
 
કરચલીઓ કરે દૂર - શંખ વગાડવાથી કરચલીઓની સમસ્યા ચેહરા પરથી ખૂબ દૂર રહે છે. ઉલ્લેખનીય છે કે શંખ વગાડવાથી ફેસની મસલ્સ સ્ટ્રેચ થાય છે. જેનાથી ફાઈન લાઈન્સ દૂર થઈ જાય છે
 
ત્વચા રહે છે તંદુરસ્ત - શંખ વગાડવાથી અને તેમા મુકવામાં આવેલ પાણી પીવાથી ખીલ, કાળા દાગ ધબ્બા દૂર થવા માંડે છે. આખી રાત શંખમાં પાણી ભરે મુકો અને સવારે તેનાથી ત્વચાની મસાજ પણ કરી શકો છો.
 
 
તનાવ કરે દૂર - રોજ શંખ વગાડવાથી મગજમાં લોહીનો સંચાર ઠીક રીતે થાય છે અને તેનાથી સ્ટ્રેસ લેવલ કંટ્રોલમાં રહે છે. સાથે જ આ મગજને શાંત રાખવામાં પણ મદદરૂપ છે.
 
પેટમાં ગેસની સમસ્યામાં આરામ - શંખ વગાડવાથી તમારી રેક્ટલ મસલ્સ સંકોચાય છે અને ફેલાય છે. તેનાથી શરીરના અંદરના અંગોની એક્સરસાઈઝ થાય છે અને ગેસની સમસ્યા દૂર થાય છે.
 
હાડકા અને આંખ માટે લાભકારી - શંખમાં કેલ્શિયમ ગંધક અને ફોસ્ફોરસ જેવા તત્વ જોવા મળે છે તેથી તેમા મુકેલુ પાણી પીવાથી આંખોની રોશની તેજ થાય છે અને તેને વગાડવાથી હાડકા પણ મજબૂત થાય છે.
 
ફેફ્સા માટે લાભકારી - શંખ વગાડવાથી ફેફ્સાના સ્નાયુ મજબૂત થાય છે. આ ઉપરાંત જે લોકોને શ્વાસ સંબંધી સમસ્યાઓ છે તેમને પણ શંખ વગાડવાથી આ પ્રોબ્લેમમાંથી છુટકારો મળી શકે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Republic Day 2026 Wishes: દિલ દિયા હૈ જાન ભી દેંગે... એ વતન તેરે લિયે...જેવા શાનદાર મેસેજથી મોકલો 26 જાન્યુઆરીની શુભેચ્છા

VIDEO: ઉજ્જૈનના તરાનામાં ભડકી હિંસા, જુમ્માની નમાજ પછી વધ્યો તનાવ, ઉપદ્રવીઓએ ફેક્યા પત્થર, બસને લગાડી આગ

Bank Holiday: ત્રણ દિવસ રજા, 27 જાન્યુઆરીએ સ્ટ્રાઈક, આવતીકાલથી પૂરા ચાર દિવસ બેંક રહેશે બંઘ, આજે જ પતાવી લો કામ

Interesting facts of Union Budget - બજેટ વિશે આ 10 વાતો જાણો છો આપ ?

Unique names for baby on Republic Day- પ્રજાસત્તાક દિવસ પર જન્મ લેનારા બાળકો માટે સુંદર નામ

વધુ જુઓ..

ધર્મ

Vasant Panchmi- વસંત પંચમીના 10 રહસ્યો

Saraswati Vandana - હે શારદે મા !હે શારદે મા

Vasant Panchami Puja Vidhi At Home: ઘરે વસંત પંચમી પૂજા કેવી રીતે કરવી, જાણો સંપૂર્ણ પૂજા વિધિ

Saraswati 108 Names: વસંત પંચમી પર કરો માં સરસ્વતીના 108 મંત્રોનો જાપ, બુદ્ધિ અને એકાગ્રતા વધશે, વિદ્યાર્થીઓ અને સાધકો માટે અચૂક ઉપાય

Basant Panchami 2026 Wishes in Gujarati : જીવનની આ વસંત, ખુશીઓ આપે અનંત ...આ સંદેશાઓની સાથે તમારા સંબંધીઓને મોકલો વસંત પંચમીની શુભકામનાઓ

આગળનો લેખ
Show comments