Webdunia - Bharat's app for daily news and videos

Install App

સવારે તમને ટૉયલેટમાં કલાકો બેસવા છતા પેટ નથી થતુ સાફ ? રસોડામાં મુકેલો આ મસાલો તમને કબજિયાતથી અપાવશે છુટકારો

Webdunia
બુધવાર, 14 ફેબ્રુઆરી 2024 (05:30 IST)
Home remedies for constipation
Black Cardamom For Constipation: ખોટા ખાનપાન અને ખરાબ લાઈફસ્ટાઈલને કારણે કબજિયાતની સમસ્યા આજકાલ સામાન્ય થઈ ગઈ છે.  કબજિયાત થતા મળ કઠણ થઈ જાય છે. જેને કારણે ટોયલેટ કરતી વખતે ખૂબ પરેશાની થાય છે. અનેક લોકોને કબજિયાત થતા પેટમા દુખાવો, ઉલ્ટી અને પેટ ફુલવા જેવી સમસ્યાઓ પણ થાય છે.  જો લાંબા સમય સુધી કબજિયાતની સારવાર ન કરાવવામાં આવે તો પાઈલ્સ જેવી અનેક ગંભીર સમસ્યાઓનુ કારણ બની શકે છે.  કબજિયાતથી છુટકારો મેળવવા માટે મોટાભાગે દવાઓનુ સેવન કરવામા આવે છે. પણ તેની અસર ફક્ત ત્યા સુધી રહે છે જ્યા સુધી તમે તેનુ નિયમિત સેવન કરતા રહો.  બીજી બાજુ લાંબા સમય સુધી આ દવાઓનુ સેવન આરોગ્ય માટે હાનિકારક પણ સાબિત થઈ શકે છે.  આવામાં કબજિયાતથી મુક્તિ મેળવવા માટે તમે કેટલાક ઘરેલુ ઉપાય અજમાવી શકો છો. જો તમે પણ કબજિયાતથી પરેશાન છો તો અહી અમે કેટલાક અસરકારક ઘરેલુ નુસ્ખા વિશે બતાવી રહ્યા છે.  જેની મદદથી તમે તેનો જડથી ઈલાજ કરી શકો છો. 
 
 
કબજિયાતથી છુટકારો અપાવી શકે છે રસોડામાં મુકેલો આ મસાલો 
 
કબજિયાતથી છુટકારો મેળવવા માટે તમારે મોંઘી દવાઓને બદલે રસોડામાં રહેલા મસાલાનુ સેવન કરી શકો છો. આ મસાલામાં ઈલાયચીનો પણ સમાવેશ છે. તેને કાળી ઈલાયચી કહે છે.  તેનો ઉપયોગ ખાવામાં ગરમ મસાલાના રૂપમાં કરવામાં આવે છે. તેમા અનેક ઔષધીય ગુણો રહેલા છે. જે શરીરની અનેક પરેશાનીઓ દૂર કરવામાં મદદ કરે છે. કબજિયાતની સમસ્યામાં મોટી ઈલાયચીનુ સેવન ખૂબ લાભકારી સાબિત થાય છે.  તેમાં રહેલા થર્મોજેનિક ગુણધર્મો છે, શરીરમાં ગરમી ઉત્પન્ન કરીને પાચનને વેગ આપે છે. તેના સેવનથી પાચન રસના સ્ત્રાવને પ્રોત્સાહન મળે છે, જે આંતરડાની ગતિને સરળ બનાવે છે. તેમાં કાર્મિનેટીવ ગુણો પણ છે, જે કબજિયાતથી રાહત અપાવવામાં અસરકારક છે. તેના નિયમિત સેવનથી કબજિયાત, અપચો, પેટનો દુખાવો અને પાચન સંબંધી અન્ય સમસ્યાઓમાં રાહત મળે છે.
 
કેવી રીતે કરવુ સેવન ?
 
કબજિયાતથી છુટકારો મેળવવા માટે તમે મોટી ઈલાયચીના ચૂરણનુ સેવન કરી શકો છો. આ માટે તમે લગભગ 50 ગ્રામ મોટી ઈલાયચીને તવા પર સેકી લો. પછી તેને મિક્સરમાં વાટીને ચૂરણ તૈયાર કરી લો. રોજ સવારે ખાલી પેટ એક ચમચી ચૂરણનુ સેવન એક ગ્લાસ ગરમ પાણી સાથે કરો. 
 
આનુ નિયમિત સેવન કરવાથી પાચન ક્રિયા સારી થશે. જેનાથી કબજિયાતની સમસ્યામાં તરત જ રાહત મળી શકે છે. આ ઉપરાંત તમે ચાહો તો મોટી ઈલાયચીને ગરમ પાણીમાં ઉકાળીને તેનુ સેવન કરી શકો છો. જમ્યા પછી આ પાણીનુ સેવન કરવાથી ગેસ, અપચો અને કબ જિયાતથી મળી શકે છે.  
 
કબજિયાતની સમસ્યામાં મોટી ઈલાયચીનુ સેવન લાભકારી સાબિત થઈ શકે છે. પણ ધ્યાન રહે કે તમારે તેનુ સેવન સીમિત માત્રામાં જ કરવુ જોઈએ. જો તમારી પરેશાની વધી રહી છે તો આવી સ્થિતિમાં ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

માગશર મહિનાના ગુરુવાર ની આરતી

Utpanna Ekadashi - ઉત્પત્તિ એકાદશી વ્રત કથા

Kharmas 2024 - કમુરતા ક્યારે છે, કમુરતામાં લગ્ન અને શુભ કાર્ય કેમ થતાં નથી

કમુરતા શા માટે થાય છે/ kharmas katha

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

આગળનો લેખ
Show comments