Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતીય મહિલા બેંકની હાલત ખરાબ, અન્ય બેંકમાં ભેળવી દેવાશે?

Webdunia
શનિવાર, 31 જાન્યુઆરી 2015 (14:36 IST)
મહિલાઓના ઉત્થાન માટે ૧૦૦૦ કરોડની મુડીથી શરૃ કરવામાં આવેલી ભારત સરકારની સંપુર્ણ માલીકીની ભારતીય મહિલા બેંક સરકાર બદલાય જતાં અવગણનાનો સામનો કરી રહી છે. યુપીએ સરકારે પોતાના અંતિમ બજેટમાં આ બેંકની જાહેરાત કરી હતી અને બહુ ઉતાવળે ભુતપુર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના જન્મદિવસે દેશભરમાં ૪૦ શાખાઓ ખોલવામાં આવી હતી. જો કે બાદમાં કેન્દ્રમાં સરકાર બદલાય જતાં અત્યારે નાણાં મંત્રાલયમાં આ બેંકનો કોઈ ભાવ પુછતું નથી. આ બેંકની સી જી રોડ પર આવેલી એક માત્ર શાખામાં દોઢ વર્ષમાં છ હજાર થાપણદારોના ખાતા ખુલ્યા છે જેમાંથી પાંચ હજાર જનધન યોજના હેઠળ ખુલ્યા છે. બીજી તરફ અત્યાર સુધીમાં માત્ર ૬૭ મહિલાઓને આ બેંકે ધિરાણ આપ્યું છે જે બ્યુટીપાર્લર જેવી પ્રવૃતિઓ માટે અપાયું છે.

આ બેંકનો હેતુ ગ્રામીણ અને શહેરી મહિલાઓને સરળતાથી પોતાના ધંધા-ઉદ્યોગ માટે ધિરાણ આપવાનો છે. સપ્ટેમ્બર ૨૦૧૩માં શરૃ થયેલી આ બેંકની શાખા અમદાવાદમાં સી.જી. રોડ પર છે જે સંપુર્ણ કોમર્શીયલ વિસ્તાર છે જયાં આસપાસ કોઈ આર્થિક વિકાસથી વંચિત મહિલાઓ નથી. આ બેંક કેટલીંક સામાજિક સંસ્થાઓ અને સેલ્ફ હેલ્પ ગુ્રપની મહિલાઓ પાસેથી ૫૦-૧૦૦ રૃપિયાના રિકરીંગ ડિપોઝીટના ખાતાઓ ખોલાવે છે. આ બેંકમાં એક-બે સિનિયરને બાદ કરતાં મોટાભાગનો સ્ટાફ પણ અન્ય રાષ્ટ્રીયકૃત બેંકમાંથી ડેપ્યુટેશન પર થોડા સમય માટે આવે છે.

આ બેંકનું એક માત્ર એટીએમ બેંકની શાખાની અંદર જ છે. બેંકની ગુજરાતમાં બીજી શાખા વડોદરામાં છે પરંતુ અમદાવાદમાં બીજી કોઈ શાખાનું આયોજન નથી. આ બેંકના થાપણદારોને અન્ય બેંકમાં ભેળવીને આ બેંક બંધ કરી દેવાશે કે ચાલુ રખાશે તે અંગે કર્મચારીઓમાં આશંકા સેવાઈ રહી છે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments