Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત સરકારે પેટ્રોલ-ડીઝલ ઉપર વેટ અને સેસ મળીને રૂ. ૧૫૫૨૦ કરોડની રકમ ઉઘરાવી

Webdunia
શનિવાર, 14 માર્ચ 2015 (16:39 IST)
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થતા તેની સીધી અસર અન્ય રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓ પડે છે. જેના કારણે મોંઘવારીમાં વધારો થાય છે. દરમિયાન છેલ્લા બે વર્ષમાં રાજય સરકારે પેટ્રોલ-ડીઝલ ઉપર વેટ અને સેસ મળીને રૂ. ૧૫૫૨૦ કરોડની રકમ ઉઘરાવી હતી. આમ સરકારની તિજોરીમાં પેટ્રોલ-ડિઝલ, રાસાયણિક ખાતર અને રાંધણ ગેસમાં વેરા, વધારાના વેરા અને સેસ મળીને લગભગ ૧૫૯૨૦ કરોડની રકમ જમા થઈ હતી.

ગુજરાત વિધાનસભા ગૃહમાં ઉનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશે પૂછેલા પ્રશ્ર્નના લેખિત ઉત્તરમાં રાજ્યના નાણાં પ્રધાને જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરના પ્રથમ તબક્કાના વેચાણ પર ચાર ટકા વેરો અને એક ટકા વધારે વેરો મળીને પાંચ ટકા વેરો વસૂલવામાં આવે છે. આવી જ રીતે પાઈપ લાઈન મારફતે પહોંચાડવામાં આવતા રાંધણ ગેસમાં ૧૨.૫૦ ટકા વેટ અને વધારાના વેરા પેટે ૨.૫૦ ટકા એમ કુલ ૧૫ ટકા, રાંધણ ગેસના સિલિન્ડર ઉપર ચાર ટકા અને વધારાનો એક ટકો મળીને કુલ પાંચ ટકા વેરો વસૂલવામાં આવે છે. તેમ જ પેટ્રોલ ઉપર ૨૩ ટકા વેટ અને ૨ ટકા સેસ મળીને કુલ ૨૫ ટકા તથા ડીઝલ પર ૨૧ ટકા વેટ અને ૩ ટકા સેસ મળીને કુલ ૨૪ ટકા વેરાની સરકાર વસૂલાત કરે છે. રાંધણ ગેસના સિલિન્ડર ઉપર ગત ઓકટોબર ૨૦૧૪થી વેરો વસૂલવામાં આવે છે. ૧લી જાન્યુ.થી ૩૧મી ડિસે.૨૦૧૩ સુધીમાં રાસાયણિક ખાતરમાં ૧૧૧.૦૬ કરોડ, પાઈપલાઈનથી પહોંચાડવામાં આવતા રાંધણ ગેસમાં ૬૮.૦૬ કરોડ, પેટ્રોલ ઉપર ૧૯૩૩.૬૯, ડીઝલ પર ૪૩૦૪.૦૨ અને સેસ પેટે પેટ્રોલ-ડીઝલ પર ૧૦૬૦.૦૫ મળીને કુલ રૂ. ૭૪૭૭ કરોડનો વેરો વસૂલવામાં આવ્યો હતો.

૧લી જાન્યુ.થી ૩૧મી ડિસે. ૨૦૧૪ના સમયગાળામાં રાસાયણિક ખાતર ઉપર ૧૨૧.૪૮ કરોડ, પાઈપલાઈન મારફતે પહોંચાડવામાં આવતા ગેસ ઉપ ર૭૦.૨૯, પેટ્રોલ પર વેટ પેટે ૨૧૭૩.૧૩ અને ડીઝલ ઉપર ૯૧૪૧ કરોડ તથા પેટ્રોલ-ડીઝલ પર સેસ પેટે ૨૨૭૨.૧૨ કરોડનો વેરો વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત વર્ષોથી ગુજરાતમાં રાંધણ ગેસના સિલિન્ડર પર વેરો વસૂલવામાં આવતો ન હતો, પરંતુ આનંદીબેન પટેલની સરકાર બન્યા બાદ રાંધણ ગેસના સિલિન્ડર પર ગત ઓકટોબર ૨૦૧૪થી વેરો વસુલવાનું શરૂ કરવામાં આવ્યું હતું. બે મહિનામાં જ રાંધણ ગેસના સિલિન્ડર પર પાંચ ટકા પૈકી લગભગ ૨૬.૪૮ કરોડનો વેરો વસૂલવામાં આવ્યો હતો.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments