Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઇન્‍ટરનેટની સુવીધા વગર બેઝીક બેન્‍કીંગ સેવાઓ મળશે

Webdunia
ગુરુવાર, 28 ઑગસ્ટ 2014 (17:33 IST)
સરકારે મોબાઇલ કંપનીઓને સેલ ફોન મારફત બેઝીક બેન્‍કીંગ સુવીધા આપવા માટે તેમના ઇન્‍ફ્રાસ્‍ટ્રકચરનો ઉપયોગ કરવા દેવા સમજાવી છે.

   ટુંક સમયમાં ઇન્‍ટરનેટની સુવીધા વગરના સામાન્‍ય ફોન મારફત ટેકસ્‍ટ મેસેજ મોકલીને ફંડ ટ્રાન્‍સફર,બેલેન્‍સ, ઇન્‍કવાયરી, પિનમાં ફેરફાર મિની સ્‍ટેટમેન્‍ટ,ચેક બુક રિકવેસ્‍ટ વગેરે કામ કરી શકશે.

   છેલ્લા બે મહિનામાં ૧૦ ટેલીકોમ કંપનીઓને નેશનલ પેમેન્‍ટ કોર્પોરેશન ઓફ ઇન્‍ડીયા(એનપીસીઆઇ) સાથે કરાર કર્યા છે. એનપીસીઆઇ એ સરકારની મદદથી શરૂ કરેલ પેમેન્‍ટ ગેટવે છે. તે ટેલીકોમ કંપનીઓની અનસ્‍ટ્રકચર્ડ સપ્‍લિમેન્‍ટરી સર્વિસ ડેટા(યુએસએસડી) ચેનલ પર કામ કરશે જે સરળ ઇન્‍ટરેકિટવ ટેકસ મેસેજીંગ સિસ્‍ટમ છે. જેનાથી ક્રેડીટ અને ડેબીટ કાર્ડ ટ્રાન્‍ઝેકશન પણ થઇ શકે છે. જોકે હાલમાં યુએસએસડીને બેઝીક બેન્‍કીંગ સેવા પુરતું મર્યાદીત રાખવામાં આવશે જેમાં નાની રકમના બીલ પેમેન્‍ટનો પણ સમાવેશ થાય છે.

   એનપીસીઆઇના એમ.ડી.અને સીઇઓ એ.પી.હોટાએ જણાવ્‍યું હતું કે ટેલીકોમ કંપનીઓને બીક હતી કે તેઓ યુએસએસડી ચેનલનો ઉપયોગ બેન્‍કીંગ સિસ્‍ટમને કરવા દેશો તો તેમના બીઝનેશને અસર થશે તેથી તેઓ ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર સ્‍થાપવામાં વિલંબ કરતા હતાં.

   જો કે ટ્રાઇએ યોગ્‍ય રીતે જ સુચવ્‍યું છે કે કોમ્‍યુનીકેશન ચેનલને મર્યાદીત કરી શકાય નહી. મોબાઇલ ફોન કે બેન્‍ક ખાતું ધરાવતી કોઇપણ વ્‍યકિતને આ સુવીધા ઉપલબ્‍ધ છે. આ સુવિધા મેળવવા માટે દરેક ટ્રાન્‍ઝેકશન દીઠ રૂ.૧.૫૦ નો ચાર્જ લાગશે જીએસએમ ઓપરેટર્સના સંગઠન સીઓએઆઇના ડાયરેકટર જનરલ રાજન મેથ્‍યુઝે કહ્યું કે અગ્રણી ટેલીકોમ કંપનીઓ કરાર પર સહી કરવામાં કચવાટ અનુભવતી હતી.

   તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે તેમને લાગતુ હતું કે યુએસએસડી એક આઉટેડેટ ટેકનોલોજી છે જે મોટા વોલ્‍યુમને સપોર્ટ કરી શકે નહી. આ ઉપરાંત શરૂઆતમાં અમને જે ચાર્જ ઓર્ડર કરવામાં આવ્‍યા હતાં તે બહુ નીચા હતા ત્‍યાર બાદ ઓફર કરવામાં આવ્‍યા બાદ તે બહુ નીચા હતા ત્‍યારબાદ ટ્રાઇએ દરમ્‍યાનગીરી કરી અને ચાર્જ વધારવામાં આવ્‍યા હતા. હવે અમારા ખર્ચને ચાર્જમાં આવરી લેવાશે અને સેવાની ગુણવતા માટે મુખ્‍યત્‍વે બેન્‍કો જવાબદાર રહેશે અમ ેમાત્ર એકસેસ પુરૂ પાડીએ છીએ યુએસએસડી સિસ્‍ટમમાંથી મોબાઇલ બેન્‍કીંગ ટ્રાન્‍ઝેકશનનો દાયરો વધારી શકાય તેમ છે. અત્‍યારે વોલેટ સર્વિસમાં ગ્રાહકો પ્રીપેઇડ મોબાઇલ ર્ચાજ વિજળીના બીલ ભરવા અને મની ટ્રાન્‍સફર કરવા સહીતની સુવીધા મેળવે છે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments