Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમારી પાસે બહુ 'પાવર' (વીજળી) છે, ગુજરાતે રેલ્વેને પૂછ્યું...જોઇએ છે?

Webdunia
બુધવાર, 27 જુલાઈ 2016 (14:33 IST)
                                                                                                                                              
ગુજરાત સરકારે રેલ્વેને સરપ્લસ વિજળી વેચવાની ઓફર કરી છે. ટ્રેનો દોડાવવા માટે દેશભરમાં અન્ય કામકાજ માટે આ વિજળી ગુજરાતને વેચવી છે. ગુજરાત સરકાર હસ્તકના એકમો હાલ ૧પ૦૦ મેગાવોટથી ર૦૦૦ મેગાવોટ વિજળી ઉત્પન્ન કરે છે જે આવતા વર્ષોમાં વધીને ૪૦૦૦ મેગાવોટ થશે. આ વધારાની વિજળી રેલ્વેને રાહતદરે નેશનલ ગ્રીડ થકી સપ્લાય થઇ શકે તેમ છે.

      ર૦૧૩-૧૪માં રેલ્વેએ દેશભરમાં ૪૦૦૦ મેગાવોટ વિજળી માટે રૂ.૧૦,૦૦૦ કરોડનુ ચુકવણુ કર્યુ હતુ. જો ગુજરાત પોતાની વધારાની વિજળી રેલ્વેને વેચે તો ગુજરાત સરકાર અને રેલ્વે બંનેને ફાયદો થાય તેમ છે.

      ગુજરાતના ઉર્જા મંત્રી સૌરભ પટેલે અહી રેલ્વે મંત્રી સુરેશ પ્રભુ સાથે વાતચીત કરી હતી. સૌરભ પટેલે જણાવ્યુ હતુ કે, અમે આ બાબતે વિગતવાર ચર્ચા-વિચારણા કરી છે. વિજળી વેચવાની ઓફર મામલે પ્રભુએ હકારાત્મક વલણ અપનાવ્યુ હતુ અને પોતાના અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા કે ગુજરાત પાસેથી વિજળી ખરીદવાની શકયતાઓ તપાસી જવામાં આવે. રેલ્વે મંત્રાલયને આ બાબતે ફિઝીબીલીટી રિપોર્ટ તૈયાર કરી સોંપવામાં આવશે. આ માટે સીનીયર ઓફિસરોની અલગ બેઠક પણ મળશે.

      ગુજરાતના પ્રધાને કહ્યુ હતુ કે, ગુજરાતના માલિકીના પાવર ઉત્પન્ન કરતા એકમો ૧પ૦૦ થી ર૦૦૦ મેગાવોટની વિજળીનું નિર્માણ કરી શકે તેમ છે. આ ૧પ૦૦ થી ર૦૦૦ મેગાવોટની વિજળી વણવપરાયેલી રહે છે. આવતા વર્ષોમાં ગુજરાત પાસે ૪૦૦૦ મેગાવોટ વિજળીની ક્ષમતા થઇ જશે તેથી લાંબાગાળા માટે તે રેલ્વેને આપી શકાશે.

      ર૦૧૩-૧૪માં ભારતીય રેલ્વેએ ૧૭.પ બીલીયન યુનીટ વિજળી વાપરી હતી. જે ૪૦૦૦ મેગાવોટ જેટલી હતી અને તેણે આ માટે રૂ.૧૦,૦૦૦ કરોડનું ચુકવણું પણ કર્યુ હતુ. રેલ્વેએ ર૦૧૩-૧૪માં વાપરેલી ૪૦૦૦ મેગાવોટની વિજળી દેશના કુલ વિજળી ઉત્પાદનના ૧.૮ ટકા છે. હાલ રેલ્વે વિવિધ રાજય સરકારો અને કેન્દ્રીય વિજળી ઉત્પન્ન કરતા એકમો પાસેથી જરૂરીયાત મુજબની વિજળી ખરીદી રહ્યુ છે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments