Webdunia - Bharat's app for daily news and videos

Install App

UPI payments - આજથીથી યુપીઆઈ પેમેન્ટ વધુ સુરક્ષિત બનશે

યુપીઆઈ પેમેન્ટ
Webdunia
મંગળવાર, 1 એપ્રિલ 2025 (12:57 IST)
ભારતમાં યુપીઆઈ (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ) પેમેન્ટ લોકપ્રિય બન્યું છે અને દૈનિક ટ્રાન્ઝેક્શનની સંખ્યા કરોડોમાં છે, પરંતુ ઘણા લોકો યુપીઆઈ સાથે મોબાઇલ નંબર લિંક કર્યા પછી તે નંબર ઇનઍક્ટિવ થઈ જાય, ત્યારે તેને અપડેટ કરાવતા નથી હોતા. તેના કારણે સુરક્ષાને લઈને મોટી સમસ્યા પેદા થઈ શકે છે.
 
નૅશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (એનપીસીઆઈ)એ કેટલીક મહત્ત્વની જાહેરાત કરી છે, જે પહેલી એપ્રિલથી લાગુ થશે.
 
તે મુજબ તમારો મોબાઇલ નંબર ઘણા સમયથી ઈનઍક્ટિવ હોય અથવા ઉપયોગમાં લેવાતો ન હોય, અને આ નંબર યુપીઆઈ સાથે લિંક થયેલો હોય તો પહેલી એપ્રિલ અગાઉ તમારી બૅન્કને આ જાણકારી અપડેટ કરાવી દો. આવું કરવામાં નહીં આવે તો યુપીઆઈ પેમેન્ટનું ઍક્સેસ બંધ કરી દેવાશે.
 
ટૂંકમાં 1 એપ્રિલ, 2025થી બૅન્ક અને થર્ડ પાર્ટી યુપીઆઈ પ્રોવાઈડર્સ જેવા કે ફોનપે, ગૂગલપે વગેરે એ ઇનઍક્ટિવ મોબાઇલ નંબરો દૂર કરવા માટે ચોક્કસ નિયમો પાળવા પડશે.
 
ટેલિકોમ વિભાગની ગાઇડલાઇન પ્રમાણે કોઈ મોબાઇલ નંબરનો લાંબા સમયથી ઉપયોગ થતો ન હોય તો 90 દિવસ પછી તે નંબર નવા યૂઝરને આપી શકાશે.
 
એટલે કે જે નંબર પર કોઈ કોલ, મૅસેજ અથવા ડેટા સર્વિસ ત્રણ મહિનાથી બંધ હશે તે નંબર બીજાને ફાળવાઈ શકે છે.
 
જો આવો નંબર યુપીઆઈ પેમેન્ટ માટે લિંક કરાવેલો હોય તો સુરક્ષાનું જોખમ પેદા થઈ શકે અને નાણાકીય ગરબડ થઈ શકે છે. તેથી નવો નિયમ નિયમ લાવવામાં આવ્યો છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Jya Jya Nazar Mari Thare - જ્યા જ્યા નજર મ્હારી ઠરે, યાદી ભરી ત્યાં આપની

દહી કે છાશ, ગરમીની ઋતુમાં આરોગ્ય માટે શું ખાવું લાભકારી ?

Deemak Control Hacks - ભેજવાળો ઉનાળો આવે તે પહેલા કરો આ 5 કામ, નહીં તો ઉધઈ તમારા ફર્નિચરને કચરા કરી નાખશે

બાળ વાર્તા: ઉંદર અને સિંહ

Gujarati Recipe- ડુંગળીની ચટણી

વધુ જુઓ..

નવીનતમ

આ અભિનેત્રી ધર્મેન્દ્રને પોતાના સસરા માનતી હતી, સ્ક્રીન પર કર્યો તેમની સાથે રોમાન્સ, બની હતી જિતેન્દ્રની ઓન-સ્ક્રીન પત્ની

ગ્રાઉંડ જીરો રિવ્યુ - યોગ્ય સમય પર આવી છે ઈમરાન હાશમીની ફિલ્મ, ગુમનામ હીરોને મળી ઓળખ

ડાયવોર્સના સમાચાર વચ્ચે દિવ્યાંકા ત્રિપાઠી-વિવેક કરી રહ્યા છે બેબી પ્લાનિંગ, કપલે મૌન તોડ્યુ

ED Summons to Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મુશ્કેલીમાં મુકાયો

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼

આગળનો લેખ
Show comments