Twitter Verification New Update 2023: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર ના માલિક એલન મસ્કે વેરિફાઈડ એકાઉંટ પરથી બ્લુ ટિક હટાવી દેવાનુ મોટુ એલાન કર્યુ છે. એલન મસ્કે જાહેરાત કરતા કહ્યુ કે આજથી તમારા ટ્વિટરનુ બ્લૂ ટિક હટી જશે. જો તમે એક ટ્વિટર યુઝર્સ છો તો તમારે બ્લૂ ટિક માટે હવે પૈસા આપવા પડશે. સીઈઓ એલન મસ્કે કહ્યુ છે કે જે યુઝર્સ પૈસા નહી આપે તેમને બ્લૂ ટિકનો લાભ નહી મળે.
<
Tomorrow, 4/20, we are removing legacy verified checkmarks. To remain verified on Twitter, individuals can sign up for Twitter Blue here: https://t.co/gzpCcwOXAX
તમને જણાવી દઈએ કે જો કોઈ યુઝર બ્લુ ટિક ઈચ્છે છે, અથવા પહેલાથી મળેલી બ્લુ ટિકને જાળવી રાખવા માંગે છે, તો તેણે ટ્વિટર બ્લુનુ સબ્સક્રિપ્શન લેવુ પડશે. ભારતમાં ટ્વિટર બ્લુનું સબસ્ક્રિપ્શન રૂ. 650 થી શરૂ થાય છે. મોબાઈલ યુઝર્સ માટે તે દર મહિને રૂ. 900 છે.