Webdunia - Bharat's app for daily news and videos

Install App

સતત 20મા દિવસે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો, જાણો ગુજરાતમાં શું ભાવે વેચાઇ રહ્યું છે પેટ્રોલ-ડીઝલ

Webdunia
શુક્રવાર, 26 જૂન 2020 (11:28 IST)
દિલ્હીમાં પ્રથમ વખત ડીઝલ કરતા પેટ્રોલના ભાવ વધી ગયા છે. આજે રાજધાની દિલ્હીમાં ડીઝલના ભાવ 80 રૂપિયા વટાવી ગયા છે. પેટ્રોલમાં 21 પૈસાના વધારા સાથે ભાવ વધીને 80.13  રૂપિયા પ્રતિ લીટર થયા છે. અને ડીઝલના ભાવમાં 17 પૈસાના વધારા બાદ ભાવ 80.19 પ્રતિ લીટર થઈ ગયા છે. પહેલીવાર એવું બન્યું છે કે એક લીટર ડીઝલનો ભાવ પેટ્રોલના ભાવ કરતા વધારે થઈ ગયો છે.
 
દિલ્લીમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ 80 રૂપિયાને પાર થયો. 20 દિવસમાં 11 રૂપિયા જેટલો કમરતોડ ભાવ વધારો થયો છે જેની સીધી અસર સામાન્ય જનતા પર પડી રહી છે. ડીઝલના ભાવમાં થયેલા વધારાના કારણે ટ્રાન્સપોર્ટેશન સહિતની વસ્તુઓના ભાવમાં વધારો થશે. સમગ્ર પુરવઠા વ્યવસ્થાના ભાવ વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.
 
પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા પર સરકારના મૌન બાદ વિપક્ષે આક્રમક રણનીતિ અપનાવી છે. કોંગ્રેસે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. આગામી દિવસોમાં કોંગ્રેસ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે. તો બીજી તરફ દિલ્લીમાં ડીઝલના ભાવ વધારા માટે કેજરીવાલ સરકાર જવાબદાર હોવાનો ભાજપે આરોપ લગાવ્યો છે.
 
અમદાવાદમાં પેટ્રોલ કરતા ડીઝલ માત્ર 10 પૈસા  જ સસ્તું છે. રાજ્યમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલમાં 21 પૈસા વધીને લિટરે  77.84 રૂપિયા થયા છે. તો આજે ડીઝલના ભાવમાં 17 પૈસાનો ભાવ વધીને લિટરે 77.70 રૂપિયા થયો છે. મહત્વનુ છે કે સતત 21 દિવસથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થઇ રહ્યો છે. અમદાવાદમાં પેટ્રોલ 77.67 રૂપિયા અને ડીઝલ 77.57 રૂપિયા,સુરત પેટ્રોલ 77.65  રૂપિયા અને ડીઝલ 77.56  રૂપિયા, સુરત પેટ્રોલ 77.60 રૂપિયા અને ડીઝલ 77.51 રૂપિયા છે. 
 
લોકડાઉન દરમિયાન કેન્દ્રએ એક્સાઈઝ ડ્યૂટી વધારી હતી. ત્યારબાદ દિલ્હી સરકારે વેટ વધાર્યો. ડીઝલ પર હાલ દિલ્હીમાં 31.83 રૂપિયા એક્સાઈઝ લાગે છે. જ્યારે ગુજરાત સરકાર દ્વારા ટકા વેટ લગાવવામાં આવ્યો છે. એટલે કે બેઝ ટેક્સ જ મોંઘો થઈ ગયો. કારણ કે ક્રુડ ઓઈલના ભાવમાં રોજેરોજ વધારોઘટાડો થાય છે અને રૂપિયાના ડોલર સામે જે સ્થિતિ હોય છે તેની પણ અસર પડે છે. આથી ડીઝલના ભાવ વધ્યાં. જ્યારે ક્રુડ ઓઈલના ભાવ રોજ વધે ઘટે છે ત્યારે બંને ટેક્સ વધવાના કારણએ ટેક્સ બેઝ વધી ગયો. 
 
ઉલ્લેખનીય છે કે પેટ્રોલની સરખામણીમાં ડીઝલ પર ટેક્સ ઓછો હોવાથી  સામાન્ય રીતે પેટ્રોલ કરતા ડીઝલનો ભાવ 18 થી 20 રૂપિયા ઓછો જોવા મળતો હતો. જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં ડીઝલ ઉપર પણ ટેક્સ વધારવામાં આવતા હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ લગભગ સરખા થઇ ગયા છે.

સંબંધિત સમાચાર

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments