Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોટા ફેરફાર માટે રહો તૈયાર - એક એપ્રિલથી બદલાશે પીએફ ખાતાથી લઈને જીએસટી સુધીના નિયમ, અહી પડશે મોંઘવારીની માર

Webdunia
સોમવાર, 28 માર્ચ 2022 (13:08 IST)
Rules Will Change From First April : એક એપ્રિલ 2022 થી એવા અનેક ફેરફાર થવા જઈ રહ્યા છે જે સીધી રીતે તમને અસર કરશે. તેમા જ્યા પીફ ખાતા પર ટેક્સને લઈને ફેરફાર જોવા મળશે તો બીજી બાજુ બજેટ 2022ના મુજબ કોઈપણ ક્રિપ્ટો એસેટથી થનારા લાભ પર 30 ટકાનો ટેક્સ આપવો પડશે. આ સાથે જ જીએસટીથી લઈને દવાઓના ભાવ પર પણ અનેક ફેરફાર જોવા મળશે. 
 
એક એપ્રિલ 2022થી થશે મોટા ફેરફાર 
 
દર મહિનાની પહેલી તારીખથી કોઈને કોઈ નાના મોટા ફેરફાર જોવા મળે છે.  માર્ચ મહિનો ખતમ થવા જઈ રહ્યો છે. અને એક એપ્રિલનુ નાણાકીય વર્ષ શરૂ થવા જઈ રહ્યુ છે. આવી સ્થિતિમા મહિનાની શરૂઆત મોટા ફેરફાર સાથે થવાની છે. જેમા એક બાજુ પીએફ એકાઉંટથે એલઈને જીએસટી સુધીના નિયમ બદલાશે. તો બીજી બાજુ ક્રિપ્ટોમા રોકાણ કરનારા ટેક્સની માર પડશે. આટલુ જ નહી એક એપ્રિલથી મોંઘવારીના મોરચે પણ લોકોને મોટો ઝટકો લાગવાન્નો છે. આવો આવા જ કેટલાક મોટા ફેરફાર પર નજર નાખીએ. 
 
પીએફ એકાઉંટ પર ટેક્સ 
 
એક એપ્રિલ 2022થી જે સૌથી મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે તેમાથી મહત્વનો છે પીએફ ખાતા પર ટેક્સ. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કર બોર્ડ (સીબીડીટી)એ   Income-tax (25th Amendment) Rule 2021 ને લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે.  એટલે કે ઈપીએફ ખતામાં 2.5 લાખ રૂપિયા સુધી ટેક્સ ફ્રી યોગદાનનો કૈપ લગાવવામાં આવી રહ્યો છે.  જો તેનાથી ઉપર યોગદાન કર્યુ તો વ્યાજ આવક પર ટેક્સ લાગશે.  બીજી બાજુ સરકારી કર્મચારીઓના જીપીએફમાં ટેક્સ ફ્રી યોગદાનની સીમા 5 લાખ રૂપિયા વાર્ષિક છે. 
 
ક્રિપ્ટોમાંથી કમાણી પર કર
 
નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસ એટલે કે 1 એપ્રિલથી એક મોટો ફેરફાર ક્રિપ્ટોકરન્સી પરનો ટેક્સ છે. 2022-23 ના બજેટમાં, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે તમામ વર્ચ્યુઅલ ડિજિટલ સંપત્તિઓ અથવા ક્રિપ્ટો સંપત્તિઓ પર 30 ટકા ટેક્સની જાહેરાત કરી હતી. આ હેઠળ, જો રોકાણકારને ક્રિપ્ટો એસેટ્સ વેચીને ફાયદો થાય છે, તો તેણે સરકારને ટેક્સ ચૂકવવો પડશે. આ સાથે, જ્યારે પણ કોઈ ક્રિપ્ટો એસેટ વેચવામાં આવે છે, ત્યારે તેના વેચાણના એક ટકાના દરે TDS કાપવામાં આવશે.
 
દવાઓનો ખર્ચ વધુ થશે
 
નવા નાણાકીય વર્ષની શરૂઆતથી જ સામાન્ય માણસ માટે દવાઓ પરનો ખર્ચ વધવા જઈ રહ્યો છે. હા, મોંઘવારીની અસરથી પરેશાન લોકો માટે 1 એપ્રિલથી દવાઓ ખરીદવી મોંઘી થઈ જશે. રિપોર્ટ અનુસાર, 800 આવશ્યક દવાઓની કિંમતોમાં 10.7 ટકાનો વધારો થવા જઈ રહ્યો છે. આમાં તાવની મૂળભૂત દવા પેરાસિટામોલનો સમાવેશ થાય છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) એ આ દવાઓના જથ્થાબંધ ભાવ સૂચકાંકમાં ફેરફાર માટે તેની મંજૂરી આપી દીધી છે.
 
પોસ્ટ ઓફિસ યોજનાઓના નિયમો બદલાશે.
 
પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કીમ (MIS), સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS) અથવા પોસ્ટ ઓફિસ ટર્મ ડિપોઝિટમાં રોકાણ સંબંધિત નિયમો પણ બદલાવા જઈ રહ્યા છે. આ યોજનાઓમાં વ્યાજની રકમ 1 એપ્રિલથી રોકડમાં ઉપલબ્ધ થશે નહીં. આ માટે તમારે બચત ખાતું ખોલાવવું પડશે. આ સિવાય જે ગ્રાહકોએ તેમના પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ અથવા બેંક એકાઉન્ટને આ સ્કીમ સાથે લિંક નથી કરાવ્યું અને આવા કિસ્સાઓમાં વ્યાજ ચૂકવવામાં આવી રહ્યું નથી. તેથી તેઓએ તેને લિંક કરવાની જરૂર પડશે.
 
ઈ-ચાલાનને લઈને સરળ નિયમો
 
CBIC (સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ) એ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) હેઠળ ઇ-ચલણ (ઇલેક્ટ્રોનિક ચલણ) રજુ કરવા માટેની ટર્નઓવર મર્યાદા રૂ. 50 કરોડની અગાઉની નિયત મર્યાદાથી ઘટાડીને રૂ. 20 કરોડ કરી છે. આ નિયમ પણ 1 એપ્રિલ, 2022થી લાગુ કરવામાં આવી રહ્યો છે.
એક્સિસ બેંકમાં આ મોટો ફેરફાર
 
એક્સિસ બેંકના નિયમ 
 
એક્સિસ બેંકમાં જે ગ્રાહકોને સેલેરી અથવા સેવિંગ એકાઉંટ છે તેમને માટે 1 એપ્રિલ 2022થી નવા નિયમ લાગૂ થઈ રહ્યા છે. બેંકે બચત ખાતામાં મિનિમમ બેલેંસની સીમા 10 હજાર થી વધારીને 12 હજાર રૂપિયા કરી દીધી છે. એક્સિસ બેંકની વેબસાઈટ પર આપવામાં આવેલ માહિતી મુજબ બેંકની ફ્રી કૈશ ટ્રાંજેક્શનની નિ9ર્ધારિત સીમાને પણ બદલીને ચાર ફ્રી ટ્રાંજેક્શન કે 1.5 લાખ રૂપિયા કરી દીધી છે. 
 
ગેસ સિલિન્ડરમાં સંભવિત વધારો
 
દર મહિનાની જેમ એપ્રિલના પહેલા દિવસે પણ ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થઈ શકે છે. દેશમાં જે રીતે પેટ્રોલ અને ડીઝલની કિંમતો દિવસેને દિવસે વધી રહી છે. એવું માનવામાં આવે છે કે એપ્રિલમાં ફરી એકવાર ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થઈ શકે છે. નોંધનીય છે કે તાજેતરમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરીને તેનો બોજ સામાન્ય જનતા પર નાખવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

monsoon skin care- માનસૂનમાં બની રહેશે ચેહરાની સુંદરતા જો આ ટિપ્સને કરશે ફોલો

Yogini Ekadashi 2024 Bhog: યોગિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને આ અર્પણ કરો, તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.

Moral child Story - ઋષિની પુત્રી

Girl names starting with D - ડ પરથી નામ છોકરી અર્થ સાથે

Kitchen cleaning tips- રસોડાની સફાઈના આ સરળ ટ્રિક્સ તમારા કામને કરી નાખશે Easy

વધુ જુઓ..

નવીનતમ

HBD અર્જુન કપૂર - ફિલ્મોમાં આવતા પહેલા આવો દેખાતો હતો અર્જુન કપૂર

Travel Tips For Puri Rath Yatra 2024: જગન્નાથ રથયાત્રામાં પરિવારની સાથે થઈ રહ્યા છો શામેલ તો આ 5 વાતનુ રાખો ધ્યાન

વરસાદી મીમ્સ

Birthday Special- આ ગીતમાં કરિશ્મા કપૂરએ બદલી હતી 30 વાર ડ્રેસ, ફિલ્મનો નામ જાણીને રહી જશો હેરાન

સોનાક્ષી સિન્હાના વેડિંગ ડ્રેસનો વીડિયો થયો વાયરલ, જુઓ શું છે કલર અને ડિઝાઈન

આગળનો લેખ
Show comments