Webdunia - Bharat's app for daily news and videos

Install App

1 July થી તમારા જીવનમાં આવશે આ 10 ફેરફાર બેંકિંગ સેવાઓ થી લઈને કાર થશે મોંઘી

Webdunia
બુધવાર, 30 જૂન 2021 (14:09 IST)
કાલે એટલે કે જુલાઈની તારીખ તેમના કેલેંડરમાં માર્ક કરી લો કારણકે 1 જુલાઈથી તમારા જીવનમાં ઘણા ફેરફાર થઈ રહ્યા છે જે તમારા કિચનથી લઈને કાર સુધી બધા પર અસર નાખશે. તો ચાલો એક એક કરીને બધા ફેરફારોન જોઈ લો અને પહેલાથી જ આ ફેરફારો માટે પોતાને તૈયાર કરી લો. 
 
1. SBI ના ATM થઈ પૈસા કાઢવુ મોંઘુ થશે. 
State Bank of India એ તેમના ઘણા જરૂરી નિયમોમાં ફેરફાર કર્યા છે જે 1 જુલાઈથી લાગૂ થશે. જે પછી ATM થી Cash withdrawl મોંઘુ થઈ જશે. સ્ટેટ બેંક ઑફ ઈંડિયાએ તેમના ATM અને બેંક સર્વિસના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. એસબીઆઈ ગ્રાહકોને બેંકથી ચાર વારથી વધારે પૈસા કાઢવા પર વધારાનો ચાર્જ આપવુ પડશે. જેમાં બેંકના એટીએમ પણ શામેલ છે. ચાર વાર પૈસા કાઢ્યા પછી દરેક ટ્રાજેક્શન પર તમને 15 રૂપિયા અને જીએસટી જોડીને શુલ્ક આપવુ પડશે. બધા નવા ચાર્જ 1 જુલાઈ 2021થી SBI બેસિક સેવિંગ્સ બેંક ડિપોજીટ (BSBD) ખાતાધારકો પર લાગૂ થશે. 
 
2. SBI નઈ ચેકબુક થશે મૉંઘી 
એસબીઆઈ (BSBD) ખાતા ધારકોથી 10 ચેકબુક પર કોઈ ચાર્જ નહી લેશે. પણ 10 પછી 40 રૂપિયા પલ્સ જીએસટી ચાર્જ કરાશે. 25 ચેક વાળી ચેકબુક પર 75 રૂપિયા ચાર્જ કરાશે. ઈમરજેંસી ચેકબુક પર 50 રૂપિયા અને જીએસટી ચાર્જ આપવુ પડશે. પણ વરિષ્ટ નાગરિકોને ચેક બુક પર નવા સેવા શુલ્કથી છૂટ અપાશે. બેંક   BSBD ખાતાધારકો દ્બારા ઘર અને તેમની કે બીજા બેંક બ્રાંચથી પૈસા કાઢવા પર શુલ્ક નહી લાગશે. 
 
3. Syndicate Bank નો IFSC કોડ બદલશે 
સિંડિકેટ બેંક IFSC કોડ 1 જુલાઈથી બદલાશે. સિંડિકેટ બેંકના ખાતાધારકોને નવા IFSC કોડ મળશે. કારણ કે બેંકનો કેનેરા બેંકમાં મર્જ થઈ ગયો છે. કેનરા બેંકએ સિંડિકેટ બેંકના બધા ખાતાધારકોથી નવા IFSC કોડ લેવાની અપીલ કરી છે. નવા IFSC કોડના વગર સિંડીકેટ બેંકના ગ્રાહક કોઈ પણ લેવા-દેવા નહી કરી શકશે. કેનરા બેંકના નવા IFSC કોડસની આખી લિસ્ટ તેમની વેબસાઈટ પર રજૂ કરી છે.  1 જુલાઈ થી જૂનાઅ ચેકબુકની જગ્યા નવા ચેકબુક પણ સિંડીકેટ બેંકના કસ્ટમરને ઈશ્યૂ કરાશે. 
 
4. IDBI Bank ની સેવાઓ મોંઘી 
  IDBI Bank 1 જુલાઈથી ઘણા નિયમો બદલાઈ રહ્યા છે. બેંકએ ચેક લીફ ચાર્જ, સેવિંગ અકાઉંટ ચાર્જ અને લૉકર ચાર્જમાં ફેરફાર કર્યુ છે. ગ્રાહકોને હવે દર વર્ષે માત્ર 20 પાનાની ચેક જ ફ્રી મળશે. ત્યારબાદ દરેક ચેક માટે 5  રૂપિયા આપવા પડશે. પણ બધાનો સેવિંગ અકાઉંટ દ્બારા આવતા ગ્રાહકો પર નવી વ્યવસ્થા લાગૂ નહી થશે અને તેણે એક વર્ષમાં ફ્રીમાં જ ચેક મળતા રહેશે. 
 
5. વધારે TDS કપાશે. 
ઈનકમ ટેક્સ વિભાગએ તાજેતરમાં જ ઈનકમ ટેક્સથી સંકળાયેલી ઘણી ડેડ લાઈનને આગળ વધાર્યુ છે. તેમાં વિત્ત વર્ષ 2020-21ની ચોથી ત્રિમાસિકનો TDS જમા કરવાની તારીખને વધારીને 15 જુલાઈ કરી દીધુ છે. પણ ઈનકમ ટેક્સ નહી ભરનાર પર TDS પેનલ્ટીની ડેડલાઈન 1 જુલાઈથી જ લાગૂ થશે. એટલે એવા ટેક્સપેયર્સ જેને છેલ્લા બે વર્ષોથી ઈનકમ ટેક્સ (ITR) જમા નહી કર્યુ છે. તેનાથી વધારે TDS વસૂલ કરાશે. આ નિયમ તે ટેક્સપેયર્સ પર લાગૂ થશે. જેને વર્ષના TDS 50,000 રૂપિયાથી કે તેનાથી વધારે હોય છે. 

6. નાની બચતની યોજનાઓની વ્યાજ દરો પર નિર્ણય 
નાની બચત યોજનાઓ જેમકે સુકન્યા સમૃદ્ધિ, નેશનલ સેવિંગ્સ સર્ટીફીકેટ ( NSC) અને PPF પર વ્યાજ દર ઘટી શકે છે. કેટલાક મીડિયા રિપોર્ટસમાં દાવો કરાયુ છે કે કેંદ્ર સરકારની નાની બચતની યોજનાઓની વ્યાજ દરમાં કપાત પર નિર્ણય લઈ શકે છે. આવુ થયુ તો 1 જુલાઈથી નાની બચત યોજનાઓ પર ઓછુ વ્યાજ મળશે. તમને જણાવીએ જે 5 રાજ્યોના વિધાનસભા ચૂંટણીથી પહેલા 31 માર્ચને નાની બચતની યોજનાઓની વ્યાજ દરમાં કપાત કરાઈ હતી પણ તેને બીજા જ દિવસે વિત્ત મંત્રી નિર્મલા સીતારમણએ આ નિર્ણયને એક ભૂલ જણાવતા પરત કઈ લીધુ હતું. 
 
7. LPG સિલેંડરના ભાવ બદલશે 
1 જુલાઈથી LPG સિલેંડરના ભાવ રિવાઈસ હોય છે. તેલ કંપનીઓએ જૂનના મહીનામાં ભાવ નથી વધ્યા છે. પણ જે રીતેથી ક્રૂડ ઓઈલના ભાવ વધી રહ્યા છે શકયતા જણાવી રહી છે કે LPG સિલેંડરના ભાવ પણ વધાર્યા છે. તમને જણાવીએ કે LPG સિલેંડરના ભાવ દર મહીનાન પહેલા દિવસે નક્કી કરાય છે. આ સમયે દિલ્લીમાં 14.2 કિલોગ્રામ વાળા રસોઈ સિલેંડરના ભાવ 809 રૂપિયા છે. 
 
8. ડ્રાઈવિંગ લાઈસેંસ બનીને ઘરે આવશે 
લર્નિંગ લાઈસેંસ બનાવવા માટે હવે તમને RTO ઑફીસ જવાની જરૂર નહી પડશે. તમે ઘરે જ ઑનલાઈન ટેસ્ટ આપી ડ્રાઈવિંગ લાઈસેંસ બનાવી શકશો. ટેસ્ટમાં પાસ થતા તમે ડ્રાઈવિંગ લાઈસેંસને ડાઉનલોડ કરી પ્રિંટ કાઢી શકશો. 
 
9. મારૂતિની કાર મોંઘી થશે 
જો તમે પણ મારૂતિની કાર ખરીદવાનો પ્લાન કરી રહ્યા છ તો આ મહીના જ ખરીદી લો . કારણકે મારૂતિની બધી કાર મોંઘી થશે. મારૂતિ સુઝુકી ઈંડિયાએ જાહેરાત કર્યા છે. 
 
10. હીરોની બાઈક્સ પણ મોંઘી થશે 
લૉકડાઉનમાં ખરાબ વેચાણ અને કાચા માલની વધતા ભાવથી પરેશાન થઈને હવે ઑટો કંપનીઓ તેમના ભાવ વધાર્યા છે. હીરો મોટોકૉર્પએ તેમની મોટરબાઈક, સ્કૂટર્સના ભાવ વધારવાની જાહેરાત કરી છે. કંપનીએ દુપહિયા વાહનના ભાવ 1 જુલાઈ 2021થીએ 3000 રૂપિયા સુધી વધારશે.    
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

26/11 Mumbai Attack મુંબઇના ઇતિહાસનો કાળો ઇતિહાસ, જાણો આજે 16 વર્ષ પહેલાં શું થયું

જો 29 કલાકમાં સીએમનો નિર્ણય નહીં લેવાય તો મહારાષ્ટ્રમાં લાગૂ થશે રાષ્ટ્રપતિ શાસન, જાણો શું કહે છે નિયમો?

Cold wave in gujarat- ગુજરાતમાં તીવ્ર ઠંડીનું એલર્ટ, ગાઢ ધુમ્મસ, ગાંધીનગર સહિત આ શહેરોમાં પારો ગગડ્યો

LIVE Gujarati Todays News- ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી સામે દુષ્કર્મ તેમજ પોલીસ ફરિયાદ

26/11 તાજની ઘટના - જ્યારે પણ આવે છે યાદ તો દેશને ધ્રુજાવી જાય છે

આગળનો લેખ
Show comments