Webdunia - Bharat's app for daily news and videos

Install App

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતને નેટ ઝીરો અને કાર્બન ફ્રી બનાવવાના પ.૯પ લાખ કરોડનું રોકાણ કરશે, ૧૦ લાખ જેટલી રોજગારીનું સર્જન થશે

Webdunia
ગુરુવાર, 13 જાન્યુઆરી 2022 (18:49 IST)
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ગુજરાતને નેટ ઝીરો અને કાર્બન ફ્રી બનાવવાના હેતુથી ગુજરાત સરકાર સાથે રૂ. પ.૯પ લાખ કરોડના રોકાણો માટે ગાંધીનગરમાં MoU થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં આ MoU પર ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વતી ગૃપ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીએ હસ્તાક્ષર કર્યા હતા.વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦રર અંતર્ગત રોકાણ પ્રોત્સાહન રૂપે રિલાયન્સ દ્વારા આ MoU કરવામાં આવેલા છે.
 
તદ્દઅનુસાર, રાજ્યમાં આવનારા દસકમાં ૧૦૦ ગીગાવોટ રિન્યુએબલ એનર્જી પાવર પ્લાન્ટ અને ગ્રીન હાઇડ્રોજન ઇકો-સિસ્ટમના વિકાસ માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝએ રૂ. પ લાખ કરોડના આ સૂચિત રોકાણો કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનને અનુરૂપ ગ્રીન ઇકોસિસ્ટમના વિકાસ માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રતિબદ્ધ છે.રિન્યુએબલ એનર્જી તથા ગ્રીન હાઇડ્રોજન કેપ્ટીવ ઉપયોગની નવી ટેક્નોલોજી તથા ઇનોવેશન અપનાવવા નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને સહાય રૂપ બનવા અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહિત કરવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઇકોસિસ્ટમ વિકસાવશે. 
 
આ સૂચિત પ્રોજેક્ટના પરિણામે રાજ્યમાં પ્રત્યક્ષ અને પરોક્ષ મળીને અંદાજે ૧૦ લાખ જેટલી રોજગારીની તકોનું સર્જન થશે.આ MoU ઉપરાંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ન્યૂ એનર્જી મેન્યૂફેકચરીંગ-ઇન્ટીગ્રેટેડ રિન્યુએબલ મેન્યૂફેકચરીંગ અન્વયે ૬૦ હજાર કરોડનું રોકાણ કરશે.
 
આ ન્યૂ એનર્જી મેન્યુફેકચરીંગ અન્વયે સોલાર પી.વી. મોડ્યુલ, ઇલેકટ્રોલાઇઝર, એનર્જી સ્ટોરેજ બેટરી, ફયુઅલ સેલ્સ સહિતની ફેસેલીટીઝ સ્થપાશે. એટલું જ નહિ, રિલાયન્સ જિઓ નેટવર્કને 5G માં અપગ્રેડ કરવા આગામી વર્ષોમાં ૭પ૦૦ કરોડ, આવનારા પાંચ વર્ષમાં રિલાયન્સ રિટેઇલમાં રૂ. ૩૦૦૦ કરોડ અને હાલના તથા નવા પ્રોજેક્ટસમાં મળીને રૂ. રપ હજાર કરોડના રોકાણોના પ્રસ્તાવ પણ તેમણે રજૂ કર્યા હતા.
 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રીન-કલીન અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી એનર્જી ઉત્પાદનમાં ગુજરાતને અગ્રેસર બનાવવામાં આ સૂચિત પ્રોજેક્ટસ મહત્વપૂર્ણ બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ MoU વેળાએ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન તેમજ વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments