Webdunia - Bharat's app for daily news and videos

Install App

RBI એ 68,૦૦૦ કરોડની લોન માફ કરી, મેહુલ ચોક્સી સહિતના આ કર્જદારોના નામ શામેલ

Webdunia
બુધવાર, 29 એપ્રિલ 2020 (10:14 IST)
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ એક આરટીઆઈમાં સ્વીકાર્યું છે કે તેણે ટોચના 50  વિલફુલ ડિફોલ્ટરોની 68,607 કરોડની મોટી રકમ ડૂબી ગઈ હોવાનુ માની લીધુ છે. આ વિલફુલ ડિફોલ્ટરોમાં ફરાર હીરાના વેપારી મેહુલ ચોક્સીનું નામ પણ છે. એક આરટીઆઈ કાર્યકર્તાએ જણાવ્યું હતું કે આ બાકી લેનારાઓ આ વર્ષે 16 ફેબ્રુઆરીએ આ દેવાદારોની લોનની સ્થિતિ અનુસાર છે. આરટીઆઈ કાર્યકર્તાએ જણાવ્યું હતું કે સરકારે આ વર્ષે સંસદમાં આ વર્ષે 16 ફેબ્રુઆરીએ આને લગતા સવાલનો સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો, ત્યારબાદ તેણે આરટીઆઈ દ્વારા આરટીઆઈ દ્વારા જવાબ માંગ્યો હતો.
 
આરબીઆઈના જવાબ મુજબ લોનની રકમ 30 સપ્ટેમ્બર, 2019 ના રોજ આધારિત છે, જે ડૂબ ખાતામાં ઉમેરવામાં આવી હતી. જોકે, આરબીઆઈએ સુપ્રીમ કોર્ટના ચુકાદાને જોતા વિદેશી દેવુ લેનારાઓ વિશે માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો. જોકે, મેહુલ ચોક્સી અને તેની સહયોગી કંપનીઓ જિલી ઇન્ડિયા લિમિટેડ અને નક્ષત્ર બ્રાન્ડ્સ લિમિટેડ દ્વારા નિયંત્રિત ગીતાંજલી જેમ્સ લિમિટેડના નામ સાથે આરબીઆઈ ટોચ પર છે. આ કંપનીઓ પર સંયુક્ત રીતે આશરે 8,100 કરોડનુ દેવુ છે. આ યાદીમાં સંદીપ ઝુનઝુનવાલા અને સંજય ઝુનઝુનવાલાની અધ્યક્ષતાવાળી કંપની આરઆઈ એગ્રોનું પણ નામ છે, જેના 4,314 કરોડ રૂપિયા બાકી છે.
 
આરબીઆઈની વિલફુલ ડિફોલ્ટર્સની યાદીમાં ઘણા હીરા વેપારીઓ છે, જે પૈકી અન્ય ભાગેડુ હીરા ઉદ્યોગપતિ જતીન મહેતાની કંપની વિન્સમ ડાયમંડ અને જ્વેલરીના 4076 કરોડ ડૂબ ખાતામાં નાખવામા આવ્યા છે.  યાદીમાં ત્રણ હજાર કરોડ રૂપિયાથી ઓછા કર્જ મામલામાં રૂટોમૈક ગ્લોબલ પ્રાઈવેટ લિમિટેડ (2850 કરોડ રૂપિયા) પંજાબના કુડોસ કેમી (રૂ. 2,326 કરોડ), ઇન્દોરની રૂચી સોયા ઇન્ડસ્ટ્રીઝ (રૂ. 2,212 કરોડ) અને ગ્વાલિયરના ઝૂમ ડેવલપર્સ (રૂ. 2,012 કરોડ) જેવા નામ છે. બીજી બાજુ રૂ. 2,000 કરોડથી ઓછા મામલામાં 18 કંપનીઓની લોનને આરબીઆઈએ ડૂબ ખાતામાં નાખવાની મંજૂરી આપી છે

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments