Webdunia - Bharat's app for daily news and videos

Install App

New PPF Rules 2024: પીપીએફમાં થવા જઈ રહ્યા છે અનેક મોટા ફેરફાર, નવા નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ જાણો તમને ફાયદો થશે કે નુકશાન

PPF Rules 2024
Webdunia
મંગળવાર, 1 ઑક્ટોબર 2024 (11:02 IST)
PPF Rules 2024
 સરકારના પબ્લિક પ્રોવિડેંટ ફંડ ખાતા માટે નવા નિયમોની જાહેરાત કરવામાં આવી છે. આ નિયમ ઓક્ટોબર 2024 થી લાગૂ થશે. આ નવા નિયમોનો હેતુ પીપીએફ ખાતાના પ્રબંધનને સરળ બનાવવાનુ છે.  તેમા ખાસ કરીને સગીર અનેક ખાતા રાખનારા વ્યક્તિઓ અને અનિવાસી ભારતીયો (એનઆરઆઈ) ના ખાતા સાથે જોડાયેલા નિયમનો સમાવેશ છે. 
 
 જેમા સૌથી મહત્વનો ફેરફાર સગીરોના નામે ખોલવામાં આવેલા PPF ખાતા સાથે સંબંધિત છે. નવા નિયમો હેઠળ, પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ્સ (POSA) નો વ્યાજ દર સગીર 18 વર્ષનો થાય ત્યાં સુધી આ ખાતાઓ પર લાગુ રહેશે.
 
18 વર્ષની ઉંમર પછી આ ફેરફાર 
18 વર્ષની ઉંમર પૂર્ણ કર્યા પછી સ્ટેંડર્ડ પીપીએફ વ્યાજ દર લાગુ થશે. આ ફેરફાર તેથી મહત્વપૂર્ણ છે કારણ કે તેનાથી સગીરોને નાની ઉંમરે વધુ વ્યાજ દરોનો લાભ મળશે.
 
અનેક પીપીએફ ખાતાવાળા માટે આ નિયમ 
જે લોકોના અનેક પીપીએફ ખાતા છે તેમને માટે આ નવા નિયમ સ્પષ્ટ કરે છે કે વ્યાજની ગણતરી કેવી રીતે કરવામાં આવશે.  પ્રાઈમરી ખાતામાં યોજનાની દરથી વ્યાજ મળતુ રહેશે. બસ શરત એ રહેશે કે એ 1.5 લાખ રૂપિયાની વાર્ષિક રોકાણ સીમાની અંદર હોય. જો બધા ખાતામાં કુલ જમા રાશિ આ સીમાથી ઓછી રહે છે તો બીજા ખાતામાં રહેલ વધારાની રાશિને પ્રાઈમરી ખાતામાં નાખવામાં આવશે. 
 
જો કે અન્ય ખાતામાં બાકી રહેલી રકમ આ મર્યાદા કરતાં વધી જાય, તો તે કોઈપણ વ્યાજ વગર પરત કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે પ્રાથમિક અને ગૌણ ખાતા સિવાય કોઈ વધારાના ખાતામાં વ્યાજ નહીં મળે.
 
આ ફેરફારનો ઉદ્દેશ્ય ઘણાં બધાં ખાતા ધરાવનારને નિરાશ કરવાનો છે. ઉપરાંત, આ ખાતરી કરવા માટે છે કે રોકાણકારો તેમના પ્રાથમિક રોકાણથી લાભ ઉઠાવી શકે.
 
એનઆરઆઈ  પર આ નિયમ કેવી નાખશે અસર  ?
અનેક નવા દિશાનિર્દેશ એ એનઆરઆઈ માટે પણ છે જેમની પાસે હાલ પીપીએફ ખાતા છે. આ ખાતાધારક પરિપક્વતા સુધી પોતાના ખાતા કાયમ રાખી શકે છે. જોકે 30 સપ્ટેમ્બર 2024 સુધી ફક્ત પીઓએસએ (પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉંટ) વ્યાજ જ મળશે. 
 
આ તારીખ પછી આ ખાતામાં કોઈ વ્યાજ નહી મળે જો તે ફોર્મ એચમાં ઉલ્લેખિત વિશિષ્ટ નિવાસ માનદંડને પુરુ કરી શકતુ નથી.  આ એડજસ્ટમેંટ મુખ્યરૂપથી એ ભારતીય નાગરિકોને પ્રભાવિત કરે છે જે પીપીએફ ખાતા સક્રિય રહેવા દરમિયાન એનઆરઆઈ ભારતીય બની ગયા.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

યૂરિક એસિડ વધે તો કયા તેલમાં બનાવવી જોઈએ રસોઈ ? જાણો કુકિંગ માટે બેસ્ટ Oil

કુટ્ટી લોટ કાજુ દહી કબાબ રેસીપી

શિંગોડા કોકોનટ બરફી

ટૂંકી બોધકથા- ચિંતા ચિતા સમાન છે

Lipstick Smart Hacks: દિવસભર તમારા હોઠ પર લિપસ્ટિક રહેશે, બસ આ સરળ સ્માર્ટ હેક્સ અજમાવો

વધુ જુઓ..

નવીનતમ

Ujjain - જો તમે ઉજ્જૈન જઈ રહ્યા છો તો આ પ્રખ્યાત દેવી મંદિરોની મુલાકાત લેવાનું ભૂલશો નહીં, ચૈત્ર નવરાત્રિમાં દરેક મનોકામના પૂર્ણ થશે.

Ajay Devgan Birthday- અજય દેવગન વિશે જાણો ખાસ વાતો

Jokes- એપ્રિલ ફૂલ જોક્સ

ગુજરાતી જોક્સ - ઘઉં વેચવા ગયો

ગુજરાતી જોક્સ - ત્રીજા માળના ફ્લેટ

આગળનો લેખ
Show comments