Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોરબીના સિરામીક ઉદ્યોગોએ ચાઇનાને હંફાવી વર્લ્ડ સિરામીક માર્કેટમાં કબજો મેળવ્યો:-વિજય રૂપાણી

Webdunia
ગુરુવાર, 29 ઑક્ટોબર 2020 (12:18 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, સિરામીક ઉદ્યોગો લો કોસ્ટ ઉત્પાદનથી વર્લ્ડ માર્કેટમાં કોમ્પીટ સ્પર્ધા કરીને વધુ એકસપોર્ટ દ્વારા આત્મનિર્ભર ભારતની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નેમ પાર પાડે તે અતિ મહત્વનું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, મોરબીના સિરામીક ઉદ્યોગોને ઇન્ફ્રાસ્ટ્રચર ડેવલપમેન્ટ સહિતની સુવિધાઓ વિકસાવવા અને લો-કોસ્ટ ઉત્પાદન માટે આવશ્યક સહયોગ આપવાની રાજ્ય સરકારની નેમ પણ છે.
 રાજ્ય સરકારે તાજેતરમાં સિરામીક ઇન્ડસ્ટ્રીઝ માટે CNG ગેસના ભાવમાં ૪ રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે તેની પણ વિગતો આપી હતી. સિરામીક ઉદ્યોગની અગ્રગણ્ય વરમૌરા ગૃપના બે નવા પ્લાન્ટનું ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા ઇ-ખાતમૂર્હત સંપન્ન કર્યુ હતું. 
 
 
મુખ્યમંત્રીએ કહ્યું કે, આજનો યુગ કોમ્પીટીશનનો સ્પર્ધાનો યુગ છે. ગુગલને કારણે દુનિયા પણ નાની બનતી જાય છે ત્યારે વિશ્વ સાથે બરોબરીમાં કોમ્પીટ કરવા સમયની સાથે પરિવર્તનો પણ આવશ્યક છે. 
સિરામીક ઉદ્યોગોએ સૂઝબૂઝની પોતાની આગવી ખૂમારીથી સ્વબળે નવી ટેકનીક વિકસાવી ઉદ્યોગ-ધંધાનો વ્યાપ વિસ્તાર્યો છે. ખાસ કરીને મોરબીના સિરામીક ઉદ્યોગે ચાયનાને હંફાવીને વર્લ્ડ સિરામીક માર્કેટમાં પોતાની આગવી ઇમેજ ઊભી કરી છે-કબજો મેળવ્યો છે તે માટે મુખ્યમંત્રીએ અભિનંદન આપ્યા હતા. 
 
વિજય રૂપાણીએ સૌરાષ્ટ્ર અને મોરબીના MSME એકમો તેમાંય સિરામીક ઉદ્યોગો સંપૂર્ણ સ્વનિર્ભર છે. એટલું જ નહિ, આનુષાંગિક ઉદ્યોગો દ્વારા અનેક લોકોને રોજગારી પણ પૂરી પાડે છે તેની ભૂમિકા આપી હતી. આ વિસ્તારના ઉદ્યોગો ઓઇલ મિલ, સનમાઇકા જેવા ઉદ્યોગ ક્ષેત્રમાંથી સમયાનુકુલ પરિવર્તન કરતા આગળ વધ્યા છે અને હવે સિરામીક ઇન્ડસ્ટ્રીમાં વિશ્વમાં ખ્યાતિ મેળવી છે. 
તેમણે આજથી દોઢ દાયકા ૧પ વર્ષ પહેલાં મોરબીની સ્થિતી કરતાં વર્તમાન સ્થિતી સુદ્રઢ બની છે તેનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ઘડિયાળ ઉદ્યોગ, નળિયા ઉદ્યોગ પછી હવે સિરામીક ઉદ્યોગથી મોરબીએ ચાઇનાથી વધુ લોકલ ઇન્ડસ્ટ્રીઝ અને એન્સીલીયરીઝ અહિં ડેવલપ કરી છે. 
 
મુખ્યમંત્રીએ વરમૌરા ગૃપના આ નવા પ્લાન્ટને શુભેચ્છાઓ આપતાં જણાવ્યું કે, મોરબીથી ૧૪ હજાર કરોડનું એકસપોર્ટ થાય છે. હવે આપણે પાયામાંથી જ ઇન્ફ્રાસ્ટ્રકચર એવું મજબૂત કરવું છે કે, સિરામીક ઇન્ડસ્ટ્રીઝમાં ચાયનાને બદલે લોકો મોરબી જોવા આવે. 
આ અવસરે FIAના પ્રમુખ પ્રકાશ વરમૌરા અને ભરતભાઇ વરમૌરાએ ગૃપની ઉત્તરોત્તર પ્રગતિ તથા સિરામીક ઉદ્યોગોને રાજ્ય સરકારના મળી રહેલા સહયોગની વિગતો પ્રાસંગિક સંબોધનમાં આપી હતી.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments