Webdunia - Bharat's app for daily news and videos

Install App

LPG Subsidy: રસોઇ ગેસ ગેસ પર જલ્દી શરૂ થઈ શકે છે સબસીડી, 303 રૂપિયાની મળશે છૂટ, હાલ આ વિસ્તારોમાં છે ચાલુ

Webdunia
બુધવાર, 24 નવેમ્બર 2021 (15:56 IST)
LPG Subsidy: મોંઘવારીથી આજે દરેક લોકો પરેશાન છે. એક બાજુ જ્યા ઘરેલુ ગેસ સિલેંડરના ભાવ 900 રૂપિયા પહોંચી ગયા છે. બીજી બાજુ આ વઘતા ભાવે રસોડાનુ બજેટ બગાડી નાખ્યુ છે. છેલ્લા કેટલાક સમયથી લોકોને પણ બેંક ખાતામાં સબસીડી ની રકમ જમા થઈ  રહી નથી. પણ હવે તમને પરેશાન થવાની જરૂર નથી. જો છેલ્લા કેટલાક સમયથી તમને સબસીડીન પૈસા નથી મળ્યા તો કેન્દ્ર સરકાર તેને ફરીથી શરૂ કરવાનુ વિચારી રહી છે. મતલબ કેન્દ્દ્ર સરકાર પેટ્રોલ ડીઝલ પર ટેક્સ પર છૂટ આપ્યા પછી રસોઈમાં પણ થોડી રાહત આપી શકે છે. 
 
ETના જણાવ્યા અનુસાર, ભારત સરકારના નાણા મંત્રાલય પાસે એક પ્રસ્તાવ આવ્યો છે, જેના પર હાલમાં ચર્ચા થઈ શકે છે. તમને જણાવી દઈએ કે ભારત સરકારના જણાવ્યા અનુસાર, હાલમાં ઝારખંડ, પૂર્વોત્તર રાજ્યો, છત્તીસગઢ, મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારો, ઝારખંડ અને આંદામાનમાં એલપીજી પર સબસિડી આપવામાં આવી રહી છે. પરંતુ કેન્દ્ર સરકારના કહેવા પ્રમાણે, ટૂંક સમયમાં જ સમગ્ર દેશમાં એલપીજી પરની સબસિડી ફરી શરૂ થઈ શકે છે.
 
303 રૂપિયાની છૂટ મળવાની શક્યતા 
 
ઓઈલ માર્કેટિંગ કંપનીઓની તરફથી ગેસ ડીલર્સને મળેલા સંકેત મુજબ રસોઈ ગેસ સિલેંડર પર સરકાર 303 રૂપિયા સુધીની રાહત આપવાનો વિચાર કરી રહી છે. એટલ કે જો હાલ 900 રૂપિયામાં મળતો ગેસ સિલેંડર તમને 587 રૂપિયા સુધી મળી શકે છે. અંતિમવાર આ સબસીડી વર્ષ 2020ના એપ્રિલમાં 147.67 રૂપિયાની મળી હતી. પણ ત્યારે ઘરેલુ ગેસ સિલેંડરનો ભાવ 731 રૂપિયા હતો. અને જો સબસીડી પછી 583.33 રૂપિયા મળી રહી હતી એટલે કે અત્યાર સુધી ઘરેલુ ગેસ સિલેંડર 205.50 રૂપિયા અને કમર્શિયલ સિલેંડર 655 રૂપિયા મોંઘો થઈ ચુક્યો છે. 
 
કેવી રીતે મળશે તમને સબસિડી ?
 
જો તમારી પાસે ગેસ કનેક્શન છે, તો ખાસ કરીને ધ્યાનમાં રાખો કે તમારે પહેલા તમારા ગેસ કનેક્શન સાથે તમારો આધાર કાર્ડ નંબર લિંક કરવો પડશે. આમ કરવાથી, તમને સબસિડીના પૈસા સીધા તમારા બેંક ખાતામાં મળી જશે. નોંધનીય છે કે, એવી ઘણી રીતો છે જેની મદદથી તમે તમારા ગેસ કનેક્શન સાથે તમારા આધાર નંબરને લિંક અથવા લિંક કરી શકો છો.
 
આ  છે સમગ્ર પ્રક્રિયા
 
- જો તમારું ગેસ કનેક્શન મોબાઈલ સાથે લિંક છે તો પહેલા તેને સિલેક્ટ કરો
જો લિંક કરેલ નથી, તો 17 અંકનો LPG ID દાખલ કરો
એલપીજી આઈડી દાખલ કર્યા પછી, તેની ચકાસણી કરો અને સબમિટ કરો
બુકિંગની તારીખ સહિત તમામ માહિતી ભરો, પછી તમે સબસિડીની માહિતી જોશો
જો તમે ઈચ્છો તો કસ્ટમર કેર નંબર 1800-233-3555 પરથી પણ માહિતી મેળવી શકો છો
 
કેન્દ્ર સરકાર અને તેલ કંપનીઓની તરફથી મળતી માહિતી મુજબ જાન્યુઆરીથી સબસીડી શરૂ કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે એપ્રિલ 2020થી સબસીડી બંધ છે. ગયા વર્ષે એપ્રિલ સુધી જ અંતિમ વાર 145.67 રૂપિયાની સબસીડી મળી હતી. ત્યારે સિલેંડર 583.33. રૂપિયા મળી રહ્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - સાત વર્ષથી દારૂ પી રહ્યો છે

શ્રી કેદારનાથ જ્યોતિર્લિંગ મંદિર

Happy birthday A.R Rehman- દિલીપકુમાર 'A.R Rehman નું અસલી નામ હતું, તેથી ધર્મ બદલવો પડ્યો

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

ગુજરાતી જોક્સ - પંડિતજીએ વરનો હાથ

વધુ જુઓ..

નવીનતમ

Jackfruit Bhajiya- ફણસના ભજીયા

Egg Fried Rice: માત્ર 10-15 મિનિટમાં બની જશે ટેસ્ટી અને સરળ નાશ્તો

After 10th Diploma in beauty culture- ડિપ્લોમા ઇન બ્યુટી કલ્ચર કોર્સની વિગતો

Baby name with g in gujarati- ગ પરથી નામ છોકરી

HMPV વાયરસ શુ છે અને કેવી રીતે ફેલાય છે ? વાયરસના symptoms અને સાવધાનીઓ શુ છે ? જાણો હ્યૂમન મેટાન્યૂમોવાયરસ પર સંપૂર્ણ માહિતી

આગળનો લેખ
Show comments