Webdunia - Bharat's app for daily news and videos

Install App

LIC IPO: એલઆઈસીના શેરમાં ઈનવેસ્ટ કરવુ રોકાણકારો માટે ફાયદાનો સોદો રહેશે કે નહી, જાણો કામની સલાહ

Webdunia
સોમવાર, 2 મે 2022 (11:42 IST)
LIC IPO Recommendations: દેશનો સૌથી મોટો આઈપીએઓ એલઆઈસીના આઈપીઓના રૂપમા સામે આવી રહ્યો છે. જેમા 4 મે 2022થી 9 મે 2022 સુધીનો સમય રોકાણકારો પાસે છે જેમા તે આ આઈપીઓમાં પૈસા લગાવી શકે છે. આવામાં ઘણા લોકો એ જાણવા માંગે છે કે તેઓ એલઆઈસીના શેરમાં પૈસા લગાવે કે નહી ? આ તેમને માટે ફાયદાનો સોદો રહેશે કે નહી ?  આ સવાલનો જવાબ આપવાની અમે અહી કોશિશ કરી રહ્યા છે. 
 
શેરમાં રોકાણ કરવુ કે નહી 
બજારના આર્થિક નિષ્ણાતોના આ વિષય પર અલગ અલગ મંતવ્યો છે. આ પ્રશ્નના જવાબમાં હા, એવી દલીલ કરવામાં આવી રહી છે કે કંપની લાંબા ગાળે નફાકારક વેપાર કરી રહી છે અને IPOમાં જે ભાવે શેર જારી કરવામાં આવી રહ્યા છે તે ખૂબ જ સારું સ્તર છે. દેશની સૌથી મોટી સરકારી કંપનીઓમાંની એકમાં હિસ્સો લેવાની આ ખૂબ જ સારી તક છે અને રોકાણકારોએ તેને ગુમાવવી જોઈએ નહીં.
 
શેરબજારમાં લિસ્ટ થયા પછી પૈસા લગાવવાની સલાહ 
નાણાકીય વિશેષજ્ઞોના મોટાભાગના લોકો આ વાત પર એકમત છે કે આઈપીઓમાં શેયર લેવાને બદલે રોકાણકારોએ તેના શેરનુ લિસ્ટ થવાની રાહ જોવી જોઈએ. તેના શેર લિસ્ટ થયા પછી થોડા સમય સુધી કેવી રીતે વેપાર કરે છે, તેના પર નજર રાખ્યાબાદ જ ઈનવેસ્ટર્સ આ વાતનો નિર્ણય લે કે તેના શેયર ખરીદવા જોઈએ કે નહી. 
 
જાણો એલઆઈસી આઈપીઓની ખાસ વાતો 
 
-  કેન્દ્ર સરકાર આ IPO દ્વારા કંપનીમાં 3.5 ટકા હિસ્સો વેચવાની યોજના ધરાવે છે અને તેના દ્વારા તે 20,557.23 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે.
-  આ IPOમાં LICના 22.13 કરોડ શેર રજુ કરવામાં આવશે.
- ઓફર ફોર સેલ દ્વારા સરકાર 22,13,74,920 કરોડ શેર વેચશે અને કંપનીમાં 3.5 ટકા હિસ્સાનું રોકાણ કરશે.
- LICનો IPO 4 મેના રોજ ખુલશે અને 9 મેના રોજ બંધ થશે અને તેના માટે કંપનીએ 902-949 રૂપિયા પ્રતિ શેરની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે.
- IPOમાં કંપનીના કર્મચારીઓ માટે 15,81,249 કરોડ શેર અને 2,21,37,492 કરોડ શેર પોલિસીધારકો માટે અનામત રાખવામાં આવ્યા છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

અમદાવાદમાં 50થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત

75 વર્ષનો માણસ જે બરાબર ચાલી પણ શકતો નથી, તેણે છોકરીને કરી પ્રેગનેંટ

આગળનો લેખ
Show comments