Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રોપર્ટી શો: ઘર લેવાનું વિચારી રહ્યા છો..? 150થી વધુ રીઅલ એસ્ટેટ પ્રોજેક્ટ્સની માહિતી

Webdunia
બુધવાર, 25 ડિસેમ્બર 2019 (12:40 IST)
અમદાવાદના મહતમ રીયલ એસ્ટેટ ડેવલપર્સનું પ્રતિનિધિત્વ કરતી અગ્રગણ્ય સંસ્થા ગાહેડ ક્રેડાઇ દ્વારા તા.૨૭, ૨૮ અને ૨૯ ડીસેમ્બર-૨૦૧૯ દરમ્યાન ૧૪મા પ્રોપર્ટી શોનું આયોજન ગુજરાત યુનિવર્સીટી કન્વેન્શન સેન્ટર, હેલ્મેટ ક્રોસ રોડ, મેમનગર, અમદાવાદ ખાતે કરવામાં આવેલ છે. શહેરમાં યોજાનાર આ ફ્લેગશિપ ઇવેન્ટમાં 65 થી વધુ અગ્રગણ્ય ડેવલપર્સ દ્વારા વિવિધ વિસ્તારોમાં આકાર લઇ રહેલ 150 થી વધુ રીઅલ એસ્ટેટ પ્રોજેક્ટ્સની માહિતી ઉપલબ્ધ કરવામાં આવશે.
 
“સને ૨૦૦૫થી વર્ષો વર્ષ યોજવામાં ગાહેડ ક્રેડાઇ પ્રોપર્ટી શોમાં સમાજના તમામ સ્તરના નાગરિકોના બજેટને અનુકુળ વિવિધ પ્રોજેક્ટ્સની વિગતો એક જ સ્થળેથી મળી રહેતી હોવાથી મિલકત ખરીદદારો અને રીયલ એસ્ટેટ સેકટરમાં રોકાણ કરનાર નાગરિકો most trustworthy one Roof destination અને ડેવલપર્સ માટે પોતાના પ્રોજેક્ટ્સ રજુ કરવા માટે strong platform પૂરું પાડતો આ કાર્યક્રમ સૌ માટે સેતુસમાન છે. જેમાં સંભવિત ખરીદદારોને રહેણાંક ઉપરાંત કોમર્શીયલ સ્પેસ,વીકએન્ડ હોમ વિગેરે સેગમેન્ટ્સના વૈવિધ્યપૂર્ણ અને રેરા-મંજૂર પ્રોજેક્ટ્સ વિષે માહિતી મળવાની સાથે ખુબ જ સુંદર વિકલ્પોની ઉત્તમ તક પણ મળતી હોય છે. વધુમાં ઓછા વ્યાજ દરથી અને સરળતાથી હાઉસિંગ લોન મેળવવા માટે અગ્રગણ્ય બેન્કર્સ તેમજ ફાઈનાન્સ કંપનીઓ તરફથી માહિતી પણ મળી રહે તે હેતુથી જાણીતી બેન્કિંગ અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ, અને Allied Industry પણ પ્રતિનિધિત્વ કરી રહેલ છે.
 
ગાહેડ ક્રેડાઈના પ્રમુખ, અજય પટેલે જણાવ્યું હતું કે આથી અમારી સંસ્થા અમદાવાદના તમામ નાગરિકોને તેમના ડ્રીમ હોમ્સ, ઓફીસ સ્પેસ અને અન્ય પ્રોપર્ટી ખરીદવા અને સાથે સાથે સ્પોટ ફાઇનાન્સની જાણકારી મેળવવા ગાહેડ આ આયોજનની મુલાકાત લેવા સૌને નિમંત્રિત કરીએ છીએ.”'  
 
અગાઉના કેટલાક વર્ષોમાં ફુગાવાના દર 5-6% જેટલો રહ્યો હોવા છતાં, અમદાવાદમાં રીયલ એસ્ટેટની કીમત સ્થિર રહેલ છે. પરંતુ જમીનો અને રો મટીરીયલ્સના સહીત સ્ટીલ, સિમેન્ટ, સેનિટરી-વેર વગેરેના વધતા જતા ભાવ, લેબર ચાર્જ બોરોઇંગ ફેસીલીટી તથા પ્રોજેક્ટને અન્ય ખર્ચને ધ્યાનમાં લેતા આગામી સમયમાં હાલની કિમતમાં ચોક્કસપણે ડેવલપર્સ દ્વારા વધારો કરવામાં આવે તેવો અમારો અંદાજ છે.
 
વધુમાં જણાવેલ કે, હાલમાં આવાસ ખરીદનાર માટે સુવર્ણ તક એ છે કે, કેન્દ્ર સરકારની આવાસ નીતિ મુજબ CLSS અન્વયે રૂપિયા ૨.૬૫ લાખ સુધીની સબસીડીનો લાભ મળે છે અને હાઉસિંગ લોન ઉપરના વ્યાજ દર પણ ઘણા નીચા હોવાની સાથે ટેક્ષ બેનીફીટ્સ પણ મળી રહેલ છે. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં કરેલ નીતિવિષયક સુધારા અને ઇન્ફ્રાસ્ટ્રકચરના આયોજનથી સમગ્ર રાજ્યમાં સુનિયોજિત વિકાસથી બહારથી રોકાણકારોનો પ્રવાહ વધશે અને વ્યવસાયિક તેમજ ઔદ્યોગિક ક્ષેત્રનો વ્યાપ પણ વધવાને પરિણામે શહેરમાં માયગ્રેશનને લીધે વધારાના આવસોની માંગ ઉભી થશે તેમજ અમદાવાદના નવા વિકાસ પામી રહેલ વિસ્તારોમાં રોકાણકારોનો પ્રવાહ વધશે. આથી મિલકત ખરીદવા માટેની આ છેલ્લી ઉત્તમ તક છે.
 
આલાપ પટેલ, ઇવેન્ટ ચેરમેને જણાવેલ કે, હાલમાં મિલકત ખરીદનાર લોકોનું સેન્ટીમેન્ટ બદલાઈ રહેલ છે અને માર્કેટ ઉપર તેની ખુબ જ પોઝીટીવ અસર થઇ રહેલ છે. આમ વિવિધ પાસાઓને જોતા તેમજ ક્રમશ:ઉપલબ્ધ ઇન્વેન્ટરીનું પ્રમાણ ઘટતા મનગમતા યુનિટની કીમતમાં વધારો થાય તે પહેલા તમામ નાગરિકોને પોતાની પસંદગી અને બજેટને અનુરૂપ એવી મિલકત મેળવવાની આ સુંદર તક હોવાથી આ વર્ષનો ગાહેડ ક્રેડાઈ પ્રોપર્ટી શો સૌ માટે ખુબ જ મહત્વનો  બની રહેશે"

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Cyclone Fengal - બંગાળની ખાડીમાં ફેંગલ વાવાઝોડું, કયા વિસ્તારો પર ખતરો અને વાવાઝોડાની ગુજરાત પર અસર શુ થશે અસર ?

Urvil Patel: 12 સિક્સર, 7 ચોક્કા, 28 બોલમાં સેંચુરી... કોણ છે ઉર્વિલ પટેલ, જેમણે IPLમાં અનઓલ્ડ રહીને પણ ટી20 ક્રિકેટમાં રચી દીધો ઈતિહાસ

BJP નો જ રહેશે આગામી CM, એકનાથ શિંદે બોલ્યા - ભાજપા જે નિર્ણય લેશે તેનુ શિવસેના કરશે સમર્થન

ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ પર ભારતના નિવેદન પર બાંગ્લાદેશે શું જવાબ આપ્યો

Pakistan Protest- ઇમરાન ખાનના સમર્થકો વિરુદ્ધ ઇસ્લામાબાદમાં રાતભર ચાલેલા ઑપરેશનમાં 500 લોકોની ધરપકડ

આગળનો લેખ
Show comments