Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખેડૂતો માટે હિતલક્ષી નિર્ણય: આગામી તા.૧૦ માર્ચથી તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે

Webdunia
બુધવાર, 8 ફેબ્રુઆરી 2023 (11:19 IST)
પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલે કહ્યું કે, આગામી તા.૧૦ માર્ચથી તા. ૭ જૂન ૨૦૨૩ દરમિયાન તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે. મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે,  વર્ષ ૨૦૨૨-૨૩ માં એડવાન્સ એસ્ટીમેટ મુજબ તુવેરનું ૨.૧૦ લાખ હેકટર, ચણાનું ૭.૩૧ લાખ હેકટર તથા રાઈનું ૩.૨૧ લાખ હેકટર વિસ્તારમાં વાવેતર થયું છે.
 
મંત્રી પટેલે ઉમેર્યું કે, વર્ષ ૨૦૨૨-૨૩ માં તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી માટે ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફતે નોંધણી નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર તા.૦૧.૦૨.૨૦૨૩ થી ખેડૂતોનું રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. જે આગામી તા.૨૮.૦૨.૨૦૨૩ સુધી ચાલુ રહેશે. તા.૦૭-૦૨-૨૩ સુધીમાં તુવેર પાકમાં કુલ ૧,૪૩૧, ચણા પાકમાં ૧,૧૬,૧૨૭ તથા રાયડા પાકમાં ૯૪૯ ખેડૂતોએ નોંધણી કરાવેલ છે. રાજ્ય સરકાર દ્વારા આગામી તા.૧૦.૦૩.૨૦૨૩ થી તા.૦૭.૦૬.૨૦૨૩ દરમિયાન ટેકાના ભાવે ખરીદી કરાશે તેમ પણ મંત્રીએ ઉમેર્યું હતું.
 
તેમણે વધુમાં ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે અને તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા ઉમદા હેતુથી ચાલુ વર્ષ ૨૦૨૨-૨૩માં તુવેર પાકનો ટેકાનો ભાવ રૂ.૬૬૦૦ પ્રતિ કિવન્ટલ, ચણાનો રૂ.૫૩૩૫ પ્રતિ કિવન્ટલ તથા રાઈનો ભાવ રૂ.૫૪૫૦ પ્રતિ કિવન્ટલ નક્કી કરવામાં આવ્યો છે. તુવેરની ખરીદી ૧૩૫ કેન્દ્રો, ચણાની ખરીદી ૧૮૭ કેન્દ્રો અને રાઈની ખરીદી  ૧૦૩ કેન્દ્રો પરથી કરાશે.

સંબંધિત સમાચાર

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments