Webdunia - Bharat's app for daily news and videos

Install App

એશિયામનીએ એચડીએફસીબેંકને ભારતની શ્રેષ્ઠ એસએમઈ બેંક કરી જાહેર

Webdunia
શુક્રવાર, 26 માર્ચ 2021 (09:46 IST)
એશિયામની બેસ્ટ બેંક એવોર્ડ્સ 2021માં એચડીએફસી બેંકને ‘ભારતની શ્રેષ્ઠ એસએમઈ બેંક’નો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. પોતાના મૂલ્યાંકનમાં આ મેગેઝિને તેની વેબસાઇટ પર જણાવ્યું હતું કે, ‘છેલ્લાં કેટલાક વર્ષોમાં એચડીએફસી બેંકે તેના માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (એમએસએમઈ) બિઝનેસમાં આમૂલ પરિવર્તન લાવ્યું છે, જેના પરિણામે તે આ પુરસ્કાર મેળવવાને સ્પષ્ટપણે હકદાર છે.’
 
હોંગ કોંગ સ્થિત આ નાણાકીય બાબતોના સામયિકના શ્રેષ્ઠ બેંકના વાર્ષિક સરવેનો ઉદ્દેશ્ય છેલ્લાં 12 મહિનામાં કૉર બેંકિંગની પ્રવૃત્તિઓની રેન્જમાં પ્રત્યેક માર્કેટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારી બેંકને ઓળખી કાઢવાનો છે. અમારી સંપાદકીય સમિતિ દ્વારા બેંકિંગ અને કેપિટલ માર્કેટ્સમાં હાથ ધરવામાં આવેલ સંશોધનની સાથે માર્કેટમાં ભાગ લેનારાઓ તરફથી વિગતવાર સબમિશનો પ્રાપ્ત થયાં બાદ વરિષ્ઠ પત્રકારોની ટીમ દ્વારા એશિયામની એવોર્ડ અંગેના નિર્ણયો લેવામાં આવ્યાં હતાં. અગ્રણી બેંકરોને મળવા તથા ક્લાયેન્ટો અને સ્પર્ધકોના પ્રતિભાવો મેળવવા અમારા સંપાદકોએ પ્રત્યેક દેશ અથવા ક્ષેત્રની મુલાકાત લીધી હતી.
 
એશિયામની લખે છે કે, ‘તેના આંકડાં ખરેખર પ્રભાવશાળી છે. 31 ડિસેમ્બર, 2020 સુધીમાં તેણે એમએસએમઈને આપેલા ધિરાણો રૂ. 2.02 કરોડ (28 બિલિયન યુએસ ડૉલર) હતાં, જે એક વર્ષ પહેલાં બેંકે આપેલા ધિરાણની સરખામણીએ 38%નો વધારો સૂચવે છે અને છેલ્લાં છ વર્ષમાં 23%ના વાર્ષિક ચક્રવૃદ્ધિ વૃદ્ધિદરને દર્શાવે છે. 
 
એચડીએફસી બેંકના મતે આ બાબતે તેમને ભારતની બીજી સૌથી મોટી એમએસએમઈ લેન્ડિંગ બેંક બનાવી છે. બેંકના મેનેજમેન્ટનું પણ માનવું છે કે, તેમની એમએસએમઈ લેન્ડિંગ બૂક ટૂંક સમયમાં જ બેંકની કૉર્પોરેટ બૂકથી પણ મોટી થઈ જશે.’ આ સામયિકમાં આગળ લખવામાં આવ્યું છે કે, ‘તેના હોલસેલ બેંકિંગ વિભાગમાં એમએસએમઈ બિઝનેસ ગત વર્ષે આવકમાં યોગદાન આપનાર બીજો સૌથી મોટો બિઝનેસ બની ગયો હતો. 
 
કૉર્પોરેટ બેંકિંગ અને બિઝનેસ બેંકિંગના ગ્રૂપ હેડ રાહુલ શુક્લા હેઠળ એસએમઈ ક્લાયેન્ટ્સને આપવામાં આવતાં પ્રોત્સાહનને કારણે ગુણવત્તાનો ભોગ લેવામાં આવ્યો નથી. વ્યાવસાયો પર કોવિડ-19નો ગંભીર પ્રભાવ પડ્યો હોવા છતાં તેની એસેટની ગુણવત્તા મજબૂત જળવાઈ રહી છે. બેંકનો એમએસએમઈ-સંબંધિત નોન-પર્ફોમિંગ એસેટ (એનપીએ) રેશિયો માર્ચ 2019માં 1.16% અને માર્ચ 2020માં 1.33% હતો, જે ડિસેમ્બર 2020માં ઘટીને 0.7% થઈ ગયો હતો.’
 
‘એચડીએફસી બેંકના હોલસેલ બેંકિંગના ગ્રૂપ હેડ રાહુલ શુક્લાએ જણાવ્યું હતું કે, એસએમઈ બિઝનેસમાં અમારી કામગીરીને માન્યતા પ્રાપ્ત થઈ રહી છે તે જાણીને અમે ખૂબ જ રોમાંચિત થઈ ઉઠ્યાં છે અને એ બાબતે ખુબ ખુશ છીએ કે, આ મહત્ત્વપૂર્ણ ક્ષેત્રમાં યોગદાન આપવા માટે અમે સક્ષમ છીએ. 
 
એસએમઈ એ આર્થિક વિકાસનું એન્જિન છે અને તેની સાથે સહભાગીદારી કરવાથી તે રાષ્ટ્રની એકંદર સમૃદ્ધિમાં યોગદાન આપવામાં મદદરૂપ થાય છે. અમારા ઉત્પાદનોના સક્ષમ સમુહ અને તેને ખૂબ જ સરળતાથી ઉપયોગમાં લેવાની વિશેષતાને કારણે અમારું માનવું છે કે, અમે તેમના પસંદગીના સહભાગીદાર બનવા માટે ખૂબ જ સારી સ્થિતિમાં છીએ.’

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Valentine Jokes - વેલેંટાઈન જોક્સ

જો તમે પણ મધ્યપ્રદેશની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો શિયાળાના અંત પહેલા આ અદ્ભુત અને સુંદર સ્થળની મુલાકાત લો.

સાઉથ સુપરસ્ટારની ફિલ્મની રિલીઝ પર ફરી એક વાર હોબાળો, ફેંસ એ સિનેમા હોલમાં જ ફોડ્યા ફટાકડા, ખૂબ થયો હંગામો

ગુજરાતી જોક્સ - Valentine Jokes

Gujarati Jokes - મજેદાર જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Turmeric To Reduce Uric Acid: હળદરથી દૂર થાય છે યુરિક એસિડની સમસ્યા,જાણી લો આ ઘરેલૂ ઉપાય Uric Acid રહેશે કંટ્રોલમાં

Valentine Jokes - વેલેંટાઈન જોક્સ

શું પીરિયડ્સના લોહીમાં દુર્ગંધ આવવી તે સામાન્ય છે

Moral Story - સોનેરી છાણની વાર્તા

Chocolate Day History & Significance - વેલેન્ટાઈન વીકમાં ચોકલેટ કેવી રીતે મીઠી યાદનો ભાગ બની ગઈ, જાણો આ દિવસનો ઈતિહાસ અને મહત્વ

આગળનો લેખ
Show comments