Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચાઈનીઝ કંપની શાંઘાઈ ઓટો સાણંદમાં પ્લાન્ટ સ્થાપે તેવી શક્યતા

Webdunia
મંગળવાર, 7 ફેબ્રુઆરી 2017 (14:10 IST)
અમેરિકન કાર ઉત્પાદક કંપની જનરલ મોટર્સ તેના હાલોલના પ્લાન્ટને ચાઇનીઝ મોટર ઉત્પાદક કંપની શાંઘાઇ ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રિઝ કોર્પોરેશન (એસએઆઇસી)ની શરતોએ વેચી શકશે કે કેમ તે અંગે કોર્પોરેટ જગતમાં ચર્ચા ચાલી છે. બીજી તરફ ચાઇનીઝ કંપનીએ જનરલ મોટર્સને ટેઇક ઓવર કરવામાં જો નિષ્ફળતા મળે તો તેવા સંજોગોમાં ગ્રીનફ્લ્ડિ પ્રોજેક્ટ ઉભો કરવાની દિશામાં પણ વિકલ્પ રાખ્યો હોવાનું બહાર આવ્યું છે. એસએઆઇસીએ જનરલ મોટર્સ સમક્ષ એવી શરત મુકી છે કે, કામદારોની જવાબદારી સિવાય તથા વિવિધ ઓથોરિટીના એનઓસી લાવવામાં આવે તો કંપની ટેઇક ઓવર કરવા વિચારશે. આ માટે જનરલ મોટર્સને પણ ૩૧મી માર્ચ સુધીની અંતિમ મર્યાદા આપી છે. જનરલ મોટર્સ કંપની કાયદાકીય માર્ગે આગળ ચાલી રહી હોવાનું બહાર આવ્યું છે. કામદારોને છૂટા કરવાના મુદ્દે તમામ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું હોવાનું જણાવાયું છે. આગામી સપ્તાહમાં જનરલ મોટર્સ  દ્વારા ૪૫ દિવસ સુધી કંપની પાસે કામ ન હોવા અંગે જો કોઇ જાહેરાત થાય છેકે  કેમ તે અંગે કામદારો મીટ માંડી રહ્યા છે. કામદારોએ ગુજરાત સરકાર સમક્ષ પોતાની રોજી રોટી ચાલુ રહે તે માટે ધા નાંખી છે. ભૂતકાળમાં ગુજરાતમાં જ મલ્ટીનેશનલ કંપનીઓ સહિત અગ્રણી કંપનીઓએ કરેલા ટેઇક ઓવરમાં પણ કામદારોની જવાબદારી સાથે જ ટેઇક ઓવર કર્યુ છે.જનરલ મોટર્સ એમ્પ્લોઇઝ યુનિયને પણ ચાઇનીઝ કંપનીની શરતને ફગાવવા માટે રજૂઆત કરી છે.

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments