Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજ્યના ઇતિહાસમાં સૌપ્રથમવાર રૂપિયા ૩૦૯૫ કરોડનું ઐતિહાસિક પેકેજ જાહેર

Webdunia
બુધવાર, 26 ફેબ્રુઆરી 2020 (17:36 IST)
રાજ્યમાં કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિ સંદર્ભે ખેડૂતોને સહાયરૂપ થવા-આંસુ લૂછવાનું કામ અમારી સરકારે કરીને ભૂતકાળમાં ક્યારેય ન આપ્યું હોય એવું ૩૦૯૫ કરોડનું ઐતિહાસિક પેકેજ જાહેર કરીને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો છે અને સહાય ચૂકવી દેવાઈ છે.
 
આજે વિધાનસભા ખાતે છોટાઉદેપુર, ભાવનગર અને બોટાદ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ ખેતી પાકોના નુકસાનના પ્રશ્નના પ્રત્યુત્તરમાં કૃષિમંત્રી આર.સી.ફળદુએ ઉમેર્યું કે, જુલાઈથી ઓકટોબર માસ સુધી રાજ્યમાં કમોસમી વરસાદ થયો છે અને ખેતીના પાકોને નુકસાન થયુ છે. જેને ધ્યાને લઇને રાજ્ય સરકારે આ પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજ હેઠળ રાજ્યના ૨૫૧ તાલુકાઓ પૈકી ૨૪૮ તાલુકાઓને આવરી લેવાયા છે. 
 
આ પેકેજમાં ૧૨૫ તાલુકાઓ એવા હતા કે જ્યાં એક ઇંચથી વધુ વરસાદ થયો હતો જેમાં પ્રતિ હેક્ટરદીઠ રૂપિયા ૬૮૦૦ સહાય બે હેકટરની મર્યાદામાં, ૪૨ તાલુકાઓ એવા હતા કે જ્યાં એક ઈંચથી ઓછો વરસાદ થયો હતો જેમાં પ્રતિ ખેડૂત દીઠ રૂપિયા ૪,૦૦૦ તથા ૮૧ તાલુકાઓમાં તમામ ખેડૂતોને રૂ.૪,૦૦૦ ચૂકવવાનો નિર્ણય આ પેકેજ હેઠળ કરીને નાણાં ઓન લાઇન પદ્ધતિ થકી ખેડૂતોના ખાતામાં સીધે સીધા પારદર્શિતાથી ચૂકવવામાં આવી રહ્યાં છે.
 
છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકામાં ૨૪૬૧ ખેડૂતોએ અરજી કરી હતી અને એસ.ડી.આર.એફ.ના ધારાધોરણ મુજબ ચુકવણું કરાયું છે જેમાં ૧૩૦૯ ખેડૂતોને રૂ ૫૭.૯૦ કરોડનું ચુકવણું કરી દેવાયું છે. જ્યારે ૧૧૫૨ અરજીઓ એવી હતી કે જેનું ડુપ્લિકેશન થયું હોવાથી ચકાસણીની પ્રક્રિયા ચાલું છે જે પૂર્ણ થયેલ સહાય સત્વરે ચૂકવી દેવાશે.
 
ભાવનગર અને બોટાદ જિલ્લામાં કમોસમી અને અતિવૃષ્ટિથી અસર પામેલા ૨,૭૫,૨૪૩ ખેડૂતોએ અરજી કરી હતી તે પૈકી ૧,૯૭,૫૩૦ ખેડૂતોને સહાય મળવાપાત્ર હતી તે તમામ ખેડૂતોને રૂ.૧૩૨.૨૮ કરોડની સહાય ચૂકવી દેવાઈ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - આંખો બંધ કરું

Lakheswer Mahadev Temple - લાખેશ્વર મહાદેવ

Bhimashankar- ભીમાશંકર જ્યોતિર્લિંગ કેવી રીતે પહોંચવું

ગુજરાતી જોક્સ - હોઠ પર પટ્ટી

ફિલ્મ નિર્દેશક શ્યામ બેનેગલના નિધન પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને PM મોદીએ શોક વ્યક્ત કર્યો, જાણો અન્ય નેતાઓની પ્રતિક્રિયા

વધુ જુઓ..

નવીનતમ

Christmas Special Santa Story: સાન્તા ફિનલેન્ડમાં રહે છે, વાર્તા વાંચો

Chinese Garlic - ચાઈનીઝ લસણ આરોગ્ય માટે છે હાનિકારક, જાણો દેશી લસણ અને ચાઈનીઝ લસણ વચ્ચે અંતર અને નુકશાન

Year Ender 2024- Celebrity Kids ના આ યુનિક બાળકોના સુંદર નામ રાખવાનો નવો ટ્રેન્ડ

Prawns fry- પ્રોન ફ્રાયનો મસાલેદાર જાદુ: કેરળનો સ્વાદ, તમારા રસોડામાં!

શ્રદ્ધા કપૂરની ગ્લોઈંગ સ્કિનના સીક્રેટ છે મધ અને દહીંથી બનેલુ આ ફેસ માસ્ક જાણો કેવી રીતે વાપરવું

આગળનો લેખ
Show comments