Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે પણ બેંક અને ATM પર રહેશે ભીડ, જાણો કેમ ATM જવુ રહેશે બેકાર

Webdunia
શનિવાર, 12 નવેમ્બર 2016 (11:49 IST)
શુક્રવારથી ATMએ કામ કરવુ શરૂ કર્યુ છે અને સરકારના આદેશો પછી બેંકે પણ નોટ બદલવાનુ કામ રાત્રે 9 વાગ્યા સુધી કરી રહી છે. જો કે તેનાથી સ્થિતિમાં હજુ સુધી કેટલાક ખાસ ફેરપહર જોવા મળ્યો નથી અને કેશની કમીને કારણે મોટાભાગના લોકોને ATMમાંથી પૈસા નથી મળી રહ્યા. બેંકો પર હાલ પણ લાંબી લાઈનો છે અને તેને જોતા સરકારે 500 અને 1000ના જૂના નોટનો ઉપયોગ પબ્લિક યુટિલિટી બિલ્સ માટે કરવાની સીમા 72 કલાક સુધી વધારી દીધી છે. જેનો મતલબ પેટ્રોલ પંપ, હોસ્પિટલ, ટ્રેન બુકિંગ ટિકિટ બુકિંગ, એયર અને બસ ટિકિટ બુકિંગમાં આ નોટોનો ઉપયોગ હવે તમે 72 કલાક વધુ કરી શકો છો. 
 
ATM જવાનો કોઈ ફાયદો નથી 
 
તમને એ જાણીને દુખ જરૂર થશે પણ હાલ લગભગ 7 દિવસ સુધી ATM જઈને કેશ કલેક્ટ કરવુ તમારે માટે મુશ્કેલીઓથી ભરેલુ ટાસ્ક જ સાબિત થવાનુ છે. ઉલ્લેખનીય છે કે બેંકો માટે પણ એટીએમમાં નવા નોટ નાખવા એક ચેલેન્જ બનેલ છે.  હકીકતમાં તેનુ કારણ એટીએમનુ અંદરનુ માળખુ છે. એક એટીએમમાં કેશ મુકવા માટે ફક્ત 3-4 કસેટ્સ હોય છે. આ કસેટ્સને ખાસ નોટોના  ડિસ્પેંસના હિસાબથી તૈયાર કરવામાં આવે છે. 
 
બેંકોએ તેના પર કામ કરવુ પણ શરૂ કર્યુ છે. પણ આ એક લાંબો પ્રોસેસ છે જેને પૂરો કરવામાં ઓછામાં ઓછુ એક અઠવાડિયુ લાગવુ નક્કી માનવામાં આવી રહ્યુ છે.  કેશ મેનેજમેંટ કંપની લૉજિકૈશ સલૂશંસ પ્રાઈવેટ લિમિટેડના સીઈઓ વિપિન જૈને એક અંગ્રેજી છાપાને બતાવ્યુ, 'એટીએમમાં કેશ લોડ કરવો એક પડકાર છે. એક એટીએમમાં 4 કસેટ્સ હોય છે. સંપૂર્ણ ભારતમાં એટીએમને નવી વ્યવસ્થાના હિસાબથી ફિક્સ કરવામાં ઓછામાં ઓછા 7 થી 8 દિવસનો લાગશે."
 
 
જાણો શુ કહે છે બેંક એપ્લોઈઝ એસોસિએશન... 
 
ઑલ ઈંડિયા બેંક એપ્લોઈઝ એસોસિએશનના એક નેતાએ શુક્રવારે કહ્યુ કે વિમુદ્રીકરણ માટે બધી તૈયારી ન કરી આરબીઆઈએ કરોડો ભારતીયોની જીંદગી માટે મુશ્કેલી ઉભી કરી દીધી છે. એઆઈબીઈએના મહાસચિવ સીએચ વેંકટાચલમે કહ્યુ, ગ્રામીણ અને નાના કસ્બોમાં લગભગ 46,000 બેંક શાખાઓ અને 36,000 એટીએમ છે. ત્યા નાના મૂલ્યવાળી નોટોની ખૂબ જરૂર છે. કારન કે આ વિસ્તારના નિવાસીઓની પોતાની આજીવિકા માટે રોકડની જરૂર હોય છે.  તેમણે કહ્યુ કે આરબીઆઈને સતત નાના મૂલ્યના નોટ મોટા પ્રમાણમાં ચલણમાં લાવવા જોઈએ હતા.  જેથી સામાન્ય માણસ પાસે 500 કે 1000 રૂપિયાના નોટને બદલે એ નાના નોટ રહેતા. 
 
વેંકટચલમે કહ્યુ, 'આરબીઆઈ નાના નોટોની આપૂર્તિની પોતાની યોજનામાં નિષ્ફળ થઈ ગઈ. આ ઉપરાંત એટીએમ ફરીથી નવા નોટોના મુજબ બનાવવાના છે. જેથી તેઓ નવા નોટોને રજુ કરી શકે. તેમણે કહ્યુ કે અત્યાર સુધી એટીએમમાંથી નીકળનારી નકલી નોટોને રોકવાની સમસ્યા દૂર કરવાનુ કોઈ તંત્ર નથી. આરબીઆઈએ એક નિવેદનમાં કહ્યુ છે કે બેંકો પાસે પર્યાપ્ત પ્રમાણમાં નવા નોટ છે.    તેના પર વેંકટચલમે કહ્યુ કે ફરી લોકો બેંક શાખાઓ અને એટીએમ પર લાઈન કેમ લગાવી રહ્યા છે. તેમણે સવાલ કર્યો કે જો વ્યવસ્થામાં નાના નોટ નથી તો પછી લોકો 2000 રૂપિયાના નોટ લઈને શુ કરશે.  વેંકટચલમે કહ્યુ કે બેંકર ખૂબ પરેશાન છે. કારણ કે તેમને લોકોના ગુસ્સાનો સામનો કરવાનો છે. જ્યારે કે તેમનો કોઈ દોષ નથી. 
 
બે દિવસ બંધ થયા પછી જ્યારે ત્રીજા દિવસે એટીએમ ખુલ્યા તો કેશ થોડા કલાકમાં જ ખતમ થઈ ગયા. બેંકે પણ નોટ બદલવા લોકોના ગુસ્સાનો સામનો કરવા અને અગણિત પ્રશ્નોના કારણે ખૂબ મુશ્કેલી ઉઠાવવી પડશે. જે લોકોને 2000ના નોટ મળ્યા તે ખુશ તો હત પણ તેમને સમજાતુ નથોતુ કે તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે કારણ કે દરેક જગ્યાએ છુટ્ટાની સમસ્યા બની હતી. બજારમાં 100ના નોટ પણ ખૂબ ઓછા છે જેની અસર સ્પષ્ટ રૂપે દેખાય રહી છે. દિલ્હી, જયપુર, અલવર અને ઈન્દોર સહિત અનેક સ્થાનો પર ઈનકમ ટેક્સ ઓફિસર્સે શુક્રવારે છાપો માર્યો. જેના કારણે અનેક દુકાનો બંધ રહી અને જે દુકાનો ખુલી રહી તેમા કેશની કમીને કારણે નોટબંદીના ત્રીજા દિવસે પણ તેમનો બિઝનેસ સ્લો રહ્યો. 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments