Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોવિડ ૧૯ ની અસરોમાંથી બહાર આવ્યું અર્થતંત્ર, ગુજરાત રાજ્યને જીએસટીના અમલીકરણ બાદ વર્ષ ૨૧-૨૨માં થઇ સૌથી વધુ આવક

Webdunia
શુક્રવાર, 1 એપ્રિલ 2022 (22:25 IST)
વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન રાજ્યને જીએસટી, વેટ અને વળતરની રકમ મળીને રૂ.  ૮૬,૭૮૦ કરોડની આવક થયેલ છે. જે જીએસટી અમલીકરણ બાદની અત્યાર સુધીની સૌથી વધુ આવક છે.
 
આજ રીતે માર્ચ-૨૦૨૨ માં ગુજરાત રાજ્યને જીએસટીની રૂ. ૪,૫૩૦ કરોડની આવક થયેલ છે જે જીએસટી કાયદાના અમલીકરણ બાદની સૌથી વધુ માસિક આવક છે. જે ગત માર્ચ-૨૦૨૧ની આવક રૂ. ૩,૫૨૩ કરોડ કરતા રૂ. ૧,૦૦૭ કરોડ વધુ છે. જે ૨૮.૫૬% નો ગ્રોથ દર્શાવે છે. જ્યારે ફેબ્રુઆરી-૨૨ની રૂ. ૪,૧૮૯ કરોડની આવક કરતાં ૮% વધુ છે. વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન રાજ્યને થયેલી રૂ.  ૮૬,૭૮૦ કરોડની આવક ગત વર્ષ ૨૦૨૦-૨૧ની રૂ. ૬૬,૭૨૩ કરોડની સરખામણીમાં રૂ. ૨૦,૦૫૭ કરોડ વધુ છે. 
 
કોવિડ-૨૦૧૯ મહામારીના કારણે અગાઉ આર્થિક પ્રવ્રુત્તિઓ ધીમી થયેલ હોઇ ગત વર્ષ ૨૦૨૦-૨૧માં રાજ્યની આવકને અસર થયેલ. તેની સરખામણીમાં વર્ષ ૨૦૨૧-૨૨માં થયેલી આવક જોતાં ગુજરાત રાજ્યનુ અર્થતંત્ર કોવિડ-૧૯ મહામારીની અસરોથી ઝડપથી બહાર આવી રહેલ છે તે દર્શાવે છે. 
 
વર્ષ ૨૦૨૧-૨૨  દરમ્યાન જીએસટી હેઠળ કુલ રૂ. ૪૫,૪૬૪ કરોડની આવક થયેલ છે. જે વર્ષ ૨૦૨૦-૨૧ ની આવક રૂ. ૩૦,૬૯૭ કરોડ કરતા રૂ. ૧૪,૭૬૭ કરોડ વધુ છે જે ૪૮.૧૦% નો ગ્રોથ દર્શાવે છે. 
 
વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન રાજ્યને વેટ પેટે કુલ રૂ. ૩૦,૧૩૭ કરોડની આવક થયેલ છે. જે વર્ષ ૨૦૨૦-૨૧ ની આવક રૂ. ૨૦,૮૨૭ કરોડ કરતા રૂ. ૯,૩૧૦ કરોડ વધુ છે, જે ૪૪.૭૦% નો ગ્રોથ દર્શાવે છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments