Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાકી વેરા ભરપાઇ કરવા માટે મોટી રાહત: એડવાન્સ ભરનારા કરદાતાને મળશે આટલા ટકા રિબેટ

Webdunia
શનિવાર, 21 જાન્યુઆરી 2023 (11:22 IST)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને નગરપાલિકાઓના તમામ પ્રકારના બાકી વેરા ભરપાઇ કરવા માટે રાહત આપતા બે મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. મુખ્યમંત્રીએ રાજ્યની તમામ વર્ગની નગરપાલિકાઓ પૂરતા નાણાં ભંડોળ અને નાણાંકીય વ્યવસ્થાપન દ્વારા આત્મનિર્ભર બને અને નગરોના કરદાતાઓને પણ કર ભરવામાં પ્રોત્સાહન મળે તેવા હેતુથી "આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના "જાહેર કરેલી છે. આ સંદર્ભમાં આ વળતર યોજનાના ધોરણો વધુ ઉદાર બનાવવાના જનહિતકારી બે નિર્ણયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યા છે. 
 
મુખ્યમંત્રીએ કરેલા આ નિર્ણય અનુસાર, જે કરદાતાઓ તેમની મિલ્કત ઉપરના તા.૩૧મી માર્ચ-ર૦રર સુધીના કે તે પહેલાના માંગણા બિલના તમામ પ્રકારના વેરાની બાકી રકમ તા.૩૧મી માર્ચ-ર૦ર૩ સુધીમાં ભરપાઇ કરે તેમને નોટિસ ફી, વ્યાજ પેન્લટી અને વોરંટ ફી ની રકમ ૧૦૦ ટકા માફ કરી દેવાશે. ભૂપેન્દ્ર પટેલે એવો પણ નિર્ણય કર્યો છે કે, આગામી નાણાંકીય વર્ષ ર૦ર૩-ર૪ ની વેરાની રકમ તા.૩૦ જૂન-ર૦ર૩ સુધીમાં એડવાન્સ ભરી દે તેવા કરદાતાઓને આ આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત ૧૦ ટકા રિબેટ અપાશે.
 
આવી વેરાની એડવાન્સ રકમ તા.૩૦ જૂન-ર૦ર૩ સુધીમાં મોબાઇલ એપ્લીકેશન કે ઇ-નગર ઓનલાઇન પોર્ટલ દ્વારા ભરપાઇ કરે તેવા કરદાતાઓને વધારાનું પાંચ ટકા વળતર આપવામાં આવશે. એટલે કે, ઓનલાઇન એડવાન્સ ટેક્ષ ભરનારા નાગરિકોને કુલ મળીને ૧પ ટકા રિબેટ વર્ષ ર૦ર૩-ર૪ના ભરવાપાત્ર વેરાની રકમ તા.૩૦ જૂન-ર૦ર૩ સુધીમાં એડવાન્સ ચુકવવા ઉપર મળશે. મુખ્યમંત્રીના આ જનહિતકારી નિર્ણયને પરિણામે રાજ્યના નગરજનોને ટેક્ષ ભરપાઇ કરવાનું તેમજ આગામી વર્ષનો એડવાન્સ ટેક્ષ ભરવાનું પ્રોત્સાહન અને પ્રેરણા મળતા થશે. એટલું જ નહિ, ઓનલાઇન ટેક્ષ ટ્રાન્ઝેકશન્સને પણ પ્રેરક બળ મળશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Amazon કર્મચારીનુ લગ્નના મંચ પર હાર્ટ અટેકથી થયુ મોત, દુલ્હા-દુલ્હનને ગિફ્ટ આપવા ગયો હતો સ્ટેજ પર - Video

ઉદયપુરમાં 5 લોકોના મોત, ડ્રાઈવરની બેદરકારીના કારણે કાર અકસ્માતનો ભોગ બન્યો

LIVE IND vs AUS 1st Test Day 1 - પર્થમાં ટીમ ઈન્ડિયાની હાલત ખરાબ, લંચ બ્રેક સુધી 51 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી

Telecom New Rule- ટેલિકોમનો આ નિયમ 1 જાન્યુઆરીથી બદલાશે, Jio, Airtel, BSNL, Viને સીધી અસર થશે

ઠંડી, ધુમ્મસ અને વરસાદ...દિલ્હી સહિત દેશભરમાં હવામાનની સ્થિતિ

આગળનો લેખ
Show comments