Webdunia - Bharat's app for daily news and videos

Install App

રેલવે મુસાફરો માટે મોટા સમાચાર, ટ્રેનમાં એંડવાંસ ટિકિટ બુકિંગની લિમિટ 120 દિવસોથી ઘટાડીને 60 દિવસ કરવાનુ એલાન

Webdunia
ગુરુવાર, 17 ઑક્ટોબર 2024 (14:51 IST)
Indian Railways: ભારતીય રેલવેએ પેસેન્જર ટ્રેનોમાં એડવાન્સ ટિકિટ બુકિંગનો સમય 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરવાનો નિર્ણય લીધો છે. રેલવેએ કહ્યું કે ટિકિટ બુકિંગ માટેનો નવો સમય નિયમ 1 નવેમ્બર, 2024થી અમલમાં આવશે. રેલવે બોર્ડના ડાયરેક્ટર (પેસેન્જર માર્કેટિંગ) સંજય મનોચાએ જણાવ્યું હતું કે 1 નવેમ્બર, 2024થી ટ્રેનોમાં એડવાન્સ રિઝર્વેશનની વર્તમાન મર્યાદા 120 દિવસથી ઘટાડીને 60 દિવસ (યાત્રાની તારીખ સિવાય) કરવામાં આવશે અને બુકિંગ પણ આ મુજબ કરવામાં આવશે. નવો નિયમ કરવામાં આવશે.

પહેલાથી બુક ટિકિટોનુ શુ થશે. 
સંજય મનોચાએ કહ્યુ કે જો કે 120 દિવસોના એઆરપી (એંડવાંશ રિઝર્વેશન પીરિયડ) હેઠળ 31 ઓક્ટોબર 2024 સુધી કરવામાં આવેલ બધી બુકિંગ કાયમ રહેશે. પરંતુ 60 દિવસના એઆરપીથી પરે કરવામાં આવેલ બુકિંગ કેંસલ કરવાની અનુમતિ રહેશે. તાજ એક્સપ્રેસ, ગોમતી એક્સપ્રેસ વગેરે જેવી કેટલીક દિવસની એક્સપ્રેસ ટ્રેનોના કિસ્સામાં કોઈ ફેરફાર થશે નહીં, જ્યાં એડવાન્સ રિઝર્વેશન માટેની નીચી મર્યાદા પહેલેથી જ છે. વિદેશી પ્રવાસીઓ માટે 365 દિવસની મર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
 
નવા અને જૂના નિયમને ઉદાહરણો સાથે સમજો
ઉલ્લેખનીય છે કે  લાંબા અંતર માટે અથવા લગ્ન, તહેવાર, પરીક્ષા વગેરે જેવા કોઈ ખાસ હેતુ માટે ટ્રેનમાં મુસાફરી કરતા લોકો કન્ફર્મ સીટ મેળવવા માટે 4 મહિના પહેલા ટ્રેનમાં સીટ બુક કરાવતા હતા. પરંતુ હવે આ શક્ય બનશે નહીં. નવા નિયમ બાદ રેલવે મુસાફરો વધુથી વધુ 2 મહિનાની લિમિટમાં જ ટ્રેનમાં સીટ બુક કરાવી શકશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

રામ ગોપાલ મિશ્રા પર ફાયરિંગ કરનારની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ, યુવક પર અત્યાચાર થયો

Nayab Singh Saini Oath Ceremony LIVE બીજીવાર હરિયાણાના CM બન્યા નાયબ સિંહ સૈની, અનિલ વિજ બન્યા મંત્રી

IND vs NZ 1st Test Day 2 Live: ભારતીય ટીમના બીજા દિવસે મુશ્કેલીમાં, 40ના સ્કોર પર પડી 9 વિકેટ

મારુ અસલી નામ જાવેદ છે, મારી સાથે ચાલ નહી તો વીડિયો વાયરલ કરી દઈશ, લવ જેહાદનો એક વધુ આરોપી પકડાયો

અનુપમ ખેરની તસવીરવાળી નકલી નોટ કેસમાં કથિત રીતે સામેલ ત્રણ લોકોની ધરપકડ

આગળનો લેખ
Show comments