Webdunia - Bharat's app for daily news and videos

Install App

જામનગરની નાયરા એનર્જીએ અચાનક સપ્લાય બંધ કરતાં સમગ્ર સૌરાષ્ટ્રમાં પેટ્રોલની કૃત્રિમ અછત ઊભી થવાની શક્યતા

Webdunia
ગુરુવાર, 10 માર્ચ 2022 (10:20 IST)
ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત પાંચ રાજ્યોના ચુંટણી પરિણામો બાદ પેટ્રોલના ભાવમાં વધારો શરૂ થશે તેવી વાતોએ જોર પકડયું હતું ત્યારે જ ગુજરાતમાં રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી સહિતના 7 જિલ્લાઓમાં પેટ્રોલની કૃત્રિમ અછત સર્જાઇ શકે છે.

જામનગરના વાડીનાર રિફાઇનરીથી નાયરા એનર્જી (અગાઉની એસ્સાર ઓઇલ) સૌરાષ્ટ્રમાં પેટ્રોલની સપ્લાય કરે છે. મંગળવારે કોઈ પણ કારણ આપ્યા વગર જ કંપની પેટ્રોલનો પુરવઠો આપવાનું બંધ કરી દીધું છે.ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન પ્રમુખ અરવિંદ ઠક્કરે ગુજરાતના નાગરિક પુરવઠા વિભાગ તેમજ અન્ય પેટ્રોલિયમ કંપનીઓને તાત્કાલિક અસરથી પત્ર લખી અને દરમિયાનગીરી કરવા માટે કહ્યું છે. પત્રમાં લખ્યા મુજબ નાયરા એનર્જી પાસેથી IOC, BPCL અને HPC પેટ્રોલ અને ડીઝલની ખરીદી કરે છે. કંપનીએ કોઈ પણ આગોતરી જાણકારી વગર જ પેટ્રોલની સપ્લાય બંધ કરી દેતા સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓમાં પેટ્રોલની અછત ઊભી થવાની દહેશત છે.

ફેડરેશનના સેક્રેટરીએ મીડિયાને જણાવ્યું હતું કે, આ સાત જિલ્લાઓમાં 900થી વધુ પેટ્રોલપંપ આવેલા છે અને તેમની રોજની ખપત આશરે 20 લાખ લિટર પેટ્રોલની છે. કંપનીએ અચાનક જ પેટ્રોલની સપ્લાય અટકાવી દેતા પેટ્રોલ પંપ પર હવે ગુરુવાર સાંજ સુધી ચાલે તેટલો જ જાતતહો બાકી છે. જો સપ્લાય નિયમિત શરૂ નહીં થાય તો લોકોને ભારે મુશ્કેલી ઊભી થશે.
 
દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત
દિલ્હીમાં પેટ્રોલ રૂ. 95.41 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર
મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર
કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર
 
ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.
 
ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે
 
શહેર પેટ્રોલ ડીઝલ
અમદાવાદ 95.13 89.12
રાજકોટ 94.89 88.89
સૂરત 94.98 88.99
વડોદરા 94.78 88.76

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત
 
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

આઈસીસીનું અધ્યક્ષપદ સંભાળ્યા પછી શું બોલ્યા જય શાહ

ગુજરાતની વધુ એક સિદ્ધિ, સાંસ્કૃતિક વારસો 'ઘરચોળા'ને ભારત સરકાર તરફથી આ વિશેષ ટેગ મળ્યો છે

સુરતમાં BJP મહિલા નેતાએ કર્યો આપઘાત; પરિવારજનોને હત્યાની આશંકા છે

Farmers Protest- ખેડૂતો દિલ્હી કૂચ કરવા તૈયાર, નોઈડા તરફ જતા રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ

ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન ચાહકો એકબીજા સાથે અથડામણ, 100 થી વધુ લોકોના મોત

આગળનો લેખ
Show comments