Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમૂલના ટર્ન ઓવરમાં ૧૭%નો વધારો, કર્યું રૂા.૩૮,૫૦૦ કરોડથી વધુનું ટર્નઓવર

Webdunia
રવિવાર, 5 એપ્રિલ 2020 (19:40 IST)
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન કે જે બ્રાન્ડ અમૂલ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું  વેચાણ કરે છે તેના ધ્વારા તા.૩૧મી માર્ચ ૨૦૨૦ ના રોજ પૂરા થતા નાણાંકિય વર્ષ ૨૦૧૯-૨૦ દરમ્યાન રૂા.૩૮,૫૫૦ કરોડનુ પ્રોવિઝનલ ટર્નઓવર હાંસલ કરવામાં આવ્યુ છે.  અમૂલ ફેડરેશન ધ્વારા હાંસલ કરવામાં આવેલું ટર્નઓવર ગત નાણાંકીય વર્ષની તુલનામાં ૧૭ ટકા જેટલુ વધારે છે.

અમૂલ ફેડરેશન ધ્વારા દૂધના વધુ એકત્રીકરણ, નવી મિલ્ક પ્રોસેસિંગ ક્ષમતાનો ઉમેરો, નવાં બજારોનો સતત ઉમેરો કરીને તથા નવી દૂધ અને દૂધની બનાવટોને બજારમાં મુકીને છેલ્લા ૧૦ વર્ષથી ૧૭ ટકાથી વધુ સરેરાશ વાર્ષિક સંચલિત વૃધ્ધિદર (CAGR) હાંસલ કરતું રહયુ છે.

અમૂલ ફેડરેશન અને તેના સંલગ્ન ૧૮ સભ્ય સંઘોએ રૂા.૫૦,૦૦૦ કરોડથી વધુનુ પ્રોવિઝનલ, અનડુપ્લીકેટેડ  ગ્રુપ  ટર્નઓવર  વર્ષ ૨૦૧૯ -૨૦ દરમ્યાન હાંસલ કર્યુ છે જે ગત વર્ષની તુલનામાં ૧૭ ટકા વધારે છે. અમૂલ ફેડરેશન અને તેના સંલગ્ન ૧૮ સભ્ય સંઘો દ્વારા ૧૮,૭૦૦ થી વધુ ગામડાઓમાંથી દૂધ સંપાદન કરવામાં આવે છે.

અહીં એ નોંધવુ મહત્વનુ ગણાશે કે અમૂલ ફેડરેશન ધ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ દૂધ અને દૂધની બનાવટોના વેચાણમાં પ્રતિકૂળ પરિસ્થિતી હોવા છતાં પણ આ સિધ્ધી હાંસલ કરેલ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mahakumbh 2025- મહાકુંભની મુલાકાત લેવા માટે કેટલો ખર્ચ થશે

Omkareshwar- ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ

Aashna Shroff: કોણ છે આશના શ્રોફ જેણે અરમાન માલિક સાથે કરી લીધા લગ્ન, યૂટ્યુબ પર કમાવી રહી છે આટલા પૈસા

Mahakumbh 2025 - પ્રયાગરાજ મહાકુંભ 2025 માં કેવી રીતે પહોંચીએ

Udaipur- ઉદયપુર માં જોવાલાયક સ્થળો

વધુ જુઓ..

નવીનતમ

Wedding Special - નવી વહુના પર્સમાં હોવી જોઈએ આ 5 વસ્તુઓ, ગમે ત્યારે કામ આવી શકે છે આ વસ્તુઓ

ફર્ટિલિટી નબળી હોય ત્યારે આ લક્ષણો જોવા મળે છે, માતા બનવું મુશ્કેલ બની શકે છે.

Constitution of India- ભારતનું બંધારણ

ક છ ઘ નામ છોકરીના નામ

નકલી પોપટની વાર્તા

આગળનો લેખ
Show comments