Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિશ્વમાં પ્રથમ વખત અમૂલએ લોન્ચ કર્યું તુલસી દૂધ અને જીંજર દૂધ

Webdunia
ગુરુવાર, 11 જૂન 2020 (11:14 IST)
દુનિયા કોવિડ-19 મહામારી સામે લડી રહ્યુ છે અને તેની રોગનાશક દવા શોધવાનુ કામ હજુ પ્રગતિમાં છે. આપણે જ્યારે એની રાહ જોતાં સંક્રમિત લોકો જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છીએ ત્યારે આપણે એ બાબતની પણ ખાત્રી રાખવાની રહેશે કે આપણે આપણી સુરક્ષા કરીએ અને માત્ર કોવિડ-19 જ નહી કોઈ પણ બીમારીનુ જોખમ ઓછામાં ઓછુ રહે તેવી સ્થિતિનુ નિર્માણ કરીએ. દુનિયા હવે સારૂ આરોગ્ય, યોગ્ય આહાર અને રોગપ્રતિકાર શક્તિનુ મહત્વ સમજવા માંડી છે. જો વ્યક્તિ દ્વારા રોગપ્રતિકાર શક્તિ  વિકસાવશે તો જ તેના માટે આવી કોઈ બીમારીથી દૂર રહેવાનુ આસાન બની રહેશે. 
 
એ બાબતની નોંધ લેવી જોઈએ કે વડા પ્રધાન, માનનીય નાણાં પ્રધાન, આયુષ મંત્રાલય અને ઘણા બધા મેડિકલ પ્રેકટીશનર્સ પણ પ્રતિકાર શક્તિ વિકસાવવા ઉપર ભાર મુકે છે અને તે હાંસલ કરવાનો સાચો માર્ગ આયુર્વેદ હોવાનુ જણાવે છે.  આવા કપરા સમયમાં ગ્રાહકો એવા તંદુરસ્ત અને આયુર્વેદિક ઉત્પાદનોની શોધમાં છે કે જે પોષણ મૂલ્ય ધરાવવા ઉપરાંત સ્વાદમાં પણ સારા હોય. 
 
દેશભરના ગ્રાહકોને તુરત જ પી શકાય તેવો વિકલ્પ પૂરો પાડવાના ઉદ્દેશથી અમૂલે તાજેતરમાં પોસાય તેવો તથા સરળતાથી ઉપલબ્ધ પ્રતિકાર શક્તિ વધારતુ પીણુ અમૂલ હલ્દી દૂધ રજૂ કર્યુ હતું. હલ્દી દૂધ અથવા ગોલ્ડન મિલ્કની ટર્મરિક લાટ્ટે તરીકે ઓળખવામાં આવે છે અને તે બેકટેરીયાનાશક અને બળતરાનાશક ગુણધર્મો માટે પણ જાણીતુ છે. 
 
આવા ઉત્પાદનોની માંગ વધતી જાય છે ત્યારે વિશ્વમાં પ્રથમ વખત અમૂલ દ્વારા વધુ બે રોગ પ્રતિકાર શક્તિ ધરાવતાં પીણાં જીંજર દૂધ (જીંજર લાટ્ટે) અને તુલસી દૂધ રજૂ કરી રહ્યું છે. આ બંને પીણાંમાં દૂધની સાથે વાસ્તવિકપણે આદુ અને તુલસીનો સમન્વય કરાયો છે. 
 
તુલસી અથવા તો હોલી બેસીલને પવિત્ર ગણવામાં આવે છે અને તે સાચા અર્થમાં રોગનિવારક ગુણધર્મો ધરાવતી હોવાથી તેમાં  એન્ટી માઈક્રોબીયલ અને એન્ટીએલર્જીક ગુણધર્મો છે આથી તે બેકટેરીયાને કારણે કે ફૂગને કારણે થયેલા ચેપનુ નિવારણ કરવાની સાથે સાથે એલર્જી અને અસ્થમાના ઉપચારમાં પણ ખૂબ જ ઉપયોગી છે.    
 
તે જ રીતે જીંજર એટલે કે આદુનો ઉપયોગ એટલો વ્યાપક છે કે તે ખુદ ઔષધીના ખજાના સમાન છે. એક આયુર્વેદિક સૂત્ર (શ્લોક) છે કે દરેક વ્યક્તિએ પાચન શક્તિ વધારવા બપોરના અથવા રાત્રી ભોજન પહેલાં તાજુ આદુ ખાવુ જોઈએ.  આયુર્વેદના પરંપરાગત ગ્રંથો સાંધાની બીમારી, પાચન અથવા વાયજન્ય બીમારીના ઉપચાર માટે આદુની ભલામણ કરે છે. આદુ શુક્ષ્મનલીકાઓને સ્વચ્છ બનાવી પોષક તત્વો શોષવામાં અને શરીરનો કચરો દૂર કરવામાં સહાયક બને છે. 
 
આ બંને સુપરફૂડ તુલસી અને આદુનો અમૂલ દૂધનાં  સારાં તત્વો સાથે સમન્વય થતાં તેનુ એકંદર તંદુરસ્તી મૂલ્ય અનેક ગણુ વધી જાય છે. આથી આવાં આયુર્વેદિક ગુણધર્મો ધરાવતાં અનોખાં અને તુરત જ ઉપયોગમાં લઈ શકાય તેવાં પીણાં હવે બજારમાં ઉપલબ્ધ છે. આ પીણાંનો કોઈ પણ વય જૂથના લોકો, દિવસમાં કોઈ પણ સમયે  નિયમિત ઉપયોગ કરી શકાય છે. તે સરળતાથી ખોલી શકાય તેવા 125 એમએલના કેનમાં રૂ. 25માં ઉપલબ્ધ છે. આ પીણા રૂમ ટેમ્પરેચરે 6 માસની શેલ્ફ લાઈફ ધરાવે છે. 
 
ભારતની સૌથી મોટી ફૂડ કંપની અમૂલ વર્ષોથી ગ્રાહકોને તંદુરસ્ત ઉત્તમ પ્રકારે પેક કરેલાં ઉત્પાદનોનો  વપરાશ કરે તેની ખાત્રી રાખે  છે.  આ કારણે જ અમૂલનુ દૂધ અને મિલ્ક પ્રોડકટસ ભારતીય પરિવારોમાં તંદુરસ્તીનો પર્યાય બની ચૂક્યાં છે. અમૂલનાં ઉત્પાદનોની વ્યાપક શ્રેણી ઘરની બહાર અને ઘરવપરાશની જરૂરિયાત પૂરી કરે છે. આ પીણાં હવે એક રસપ્રદ કેટેગરી બની ગયાં છે. 
 
રેડી ટુ ડ્રીંક પીણાંની કેટેગરીમાં  ભારે સ્પર્ધા હોવા છતાં વિવિધ પ્રકારની ફલેવર,પેકેજીંગ, વિવિધ પેક સાઈઝ અને વિવિધ કીંમતે રજૂઆત કરીને અમૂલે તેની આગેવાની જાળવી રાખી છે. અમૂલના પ્રભાવક  પોર્ટફોલિયોમાં ફલેવર્ડ  મિલ્ક, કોલ્ડ કોફી, મિલ્કશેકસ, સ્મુધીઝ, એનર્જી મિલ્ક, તથા કઢાઈ દૂધ, ગોળ આધારિત જેગરી દૂધ, આયુર્વેદિક મેમરી મિલ્ક, માલ્ટ ડ્રીંક, ડેરી આધારિત મોકટેઈલ્સ ઉપરાંત છાશ, લસ્સી અને ફ્રૂટ ડ્રીંક વગેરે જેવાં પરંપરાગત પીણાંનો સમાવેશ થાય છે. 
 
પ્રતિકાર શક્તિ આપતા દૂધના ઉપયોગ માટેનો સંદેશો આપવા કંપનીએ ટીવી અને પ્રિન્ટ મિડીયા મારફતે રાષ્ટ્રવ્યાપી પ્રચાર ઝુંબેશ હાથ ધરી છે. આ પીણાં અમૂલનાં તમામ પાર્લર તથા રિટેઈલ કાઉન્ટર્સ ઉપર ઉપલબ્ધ છે. ગ્રાહકો તેમની રોજીંદી પ્રતિકાર શક્તિ વધારવા માટે  અમૂલ જીંજર દૂધ અને અમૂલ તુલસી દૂધ ને હંમેશાં માણી શકે છે.
 
આ નવી પ્રોડકટસ પશ્ચિમ અને ઉત્તર ભારતના દૈનિક 2,00,000 પેકની ઉત્પાદન ક્ષમતા ધરાવતાં અદ્યતન ઉત્પાદન એકમોમાં પેક કરવામાં આવી છે. અમૂલ આ પ્રકારનાં અશ્વગંધા દૂધ, હની દૂધ વગેરે  કુદરતી અને તંદુરસ્તી વર્ધક વધુ પીણાં રજૂ કરવા સજજ છે અને તે ટૂંક સમયમાં જ બજારમાં રજૂ થશે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments