સોનાનો ભાવ આજે 61,000 રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તરને વટાવી ગયો છે. સોના માટે આ નવી ઓલ ટાઈમ હાઈ છે. અગાઉ સોનું 13 એપ્રિલ 2023ના રોજ ઓલ ટાઈમ હાઈ હતું. તે સમયે સોનું 60,880 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગયું હતું.
ઈંડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનની વેબસાઈટના મુઅજબ આજે સોનાના ભાવ 61071 રૂપિયા દસ ગ્રામના સ્તર પર ખુલ્યુ છે તેમજ આ ગયા વેપારી દિવસ પર 60417 રૂપિયા દર દસ ગ્રામના સ્તર પર બંધ થયો હતો આ રીતે આજે સોનાન 654 રૂપિયા દસ ગ્રામની તેજી સાથે ખુલ્યો છે.