Webdunia - Bharat's app for daily news and videos

Install App

અદાણીએ લોન્ચ મોબાઇલ એપ્સ, ઇન્દોરથી લઇને અમદાવાદ સુધી 17 શહેરોમાં ખરીદી શકશો ઓનલાઇન પ્રોડક્ટ

Webdunia
મંગળવાર, 1 જૂન 2021 (09:46 IST)
તમારી મનગમતી ફોર્ચ્યુનપ્રોડકટસનો ઓર્ડર આપવાનુ હવે હંમેશ કરતાં વધુ આસાન બન્યુ છે. ફોર્ચ્યુન બ્રાન્ડ હેઠળ વિવિધ ખાદ્યતેલ અને ફૂડ પ્રોડકટસ ઓફર કરતી અદાણી વિલ્મર લિમિટેડે હવે તેની પોતાની મોબાઈલ એપ્લિકેશન – ફોર્ચ્યુન ઓનલાઈન રજૂ કરીને રસોડાની જરૂરિયાતો માટે વન-સ્ટોપ સોલ્યુશન રજૂ કર્યું છે. 
 
અદાણી વિલ્મર લિમિટેડના સીઈઓ અને એમડી અંગશુ મલ્લિક જણાવે છે કે “આ મોબાઈલ એપ્લીકેશન એ અદાણી વિલ્મરની વધુ એક સિધ્ધિ સમાન છે અને એમાં અમારા ગ્રાહકલક્ષી અભિગમનો પુનરોચ્ચાર થયો છે. આ એપ્લિકેશન એવા સમયે રજૂ કરવામાં આવી છે કે જ્યારે વધુને વધુ લોકો, ખાસ કરીને ગયા વર્ષે કોવિડ-19 મહામારી શરૂ થઈ ત્યારથી કરિયાણાની વિવિધ વસ્તુઓ ઓનલાઈન ખરીદવાનુ પસંદ કરી રહ્યા છે. 
 
આ એપ્લિકેશન મારફતે ફોર્ચ્યુનની તમામ પ્રોડકટસની ખરીદી થઈ શકે છે અને આકર્ષક કીંમતે તમારા ઘરઆંગણે તે પહોંચાડવામાં આવે છે.” અંગશુ મલ્લિક જણાવે છે કે ફોર્ચ્યુનની પ્રોડકટસ વિવિધ ઈ-કોમર્સ પ્લેટફોર્મ, મોડર્ન રિટેઈલ અને પ્રોવિઝન સ્ટોર્સમાં પણ  ઉપલબ્ધ રહેશે. 
 
હાલમાં 17 શહેર એટલે કે અમદાવાદ, ગાંધીધામ, પુના, અકોલા, ગુરગાંવ, લખનૌ, ચંદીગઢ, નોઈડા, પંચકુલા,મોહાલી, કાનપુર, કોલકતા, ઈન્દોર, જોધપુર, રાયપુર, બેંગલોર, અને હૈદ્રાબાદના ગ્રાહકો ફોર્ચ્યુન ઓઈલ્સ અને વિવિધ ફૂડ અને પર્સનલ કેર ર્પ્રોડકટસની રેન્જનો એન્ડ્રોઈડ, iOS ઉપર ઉપલબ્ધ આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને  તથા વેબસાઈટ www.fortuneonline.in. ઉપર ઓર્ડર મુકી શકશે. “અમે આગામી દિવસોમાં આ એપ્લિકેશન અન્ય મહત્વનાં બજારોમાં પણ રજુ કરવાના છીએ,” તેમ મલ્લિક એ વધુમાં જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments