Festival Posters

Hair Care : માથામાં ખોડો કેમ થાય છે આપ જાણો છો ?

Webdunia
મંગળવાર, 3 ઑક્ટોબર 2023 (09:17 IST)
આ દિવસોમાં વાળમાં ડેન્ડ્રફની સમસ્યા વધી છે અને શિયાળાની સાથે આ સમસ્યા વધી શકે છે. આવી સ્થિતિમાં, ડેન્ડ્રફને કારણે, તમારા વાળ ઝડપથી ખરી શકે છે અને નુકસાન પહોંચાડે છે. તેમજ જો લાંબો સમય બાકી રાખવામાં આવે તો તેનાથી માથાની ચામડીમાં ઈન્ફેક્શન પણ થઈ શકે છે. આપ જાણો છો  માથાના ખોડો કેમ થાય છે

 
1. શુષ્કતાને લીધે ખોડો ક્યારેય નથી થતો - આપણામાંથી ઘણાં લોકો એવું માને છે કે માથામાં ખોડો ત્યારે જ થાય છે જ્યારે આપણા માથાની ત્વચા શુષ્ક હોય છે. પણ આ કારણ એકદમ ખોટું છે કારણ કે ખોડા પાછળ છુપાયેલી છે એક યીસ્ટ જે માથાની મૃત ત્વચાને ખાઇને જીવે છે કે પછી માથામાં જામેલા તેલને પોતાનો ખોરાક બનાવે છે. આ જ કારણે આપણા માથાની ત્વચાના કોષો બહુ જલ્દી ખરવા લાગે છે અને આપણે સમજીએ છીએ કે માથામાં ખોડો થઇ ગયો છે.
 
2. વાળમાં શેમ્પૂ - ઘણીવાર ઉપદેશ આપવામાં આવે છે કે જો આપણા વાળમાં ખોડો થઇ ગયો હોય તો વારંવાર શેમ્પૂ ન કરવું જોઇએ. ત્વચા નિષ્ણાતો હંમેશા એ જ સલાહ આપે છે કે આપણે આપણા વાળમાં એક માઇલ્ડ શેમ્પૂનો પ્રયોગ જ કરવો જોઇએ જેનાથી આપણા વાળની નમી ખોવાઇ ન જાય. જો માથામાં વધારે ખોડો છે તો તેના માટે મેડિકેટેડ શેમ્પૂનો રોજ પ્રયોગ કરો.
 
3. ત્વચા નીકળવી - ખોડો નીકળવાનો અર્થ એ જ નખી કે તમને ખોડો જ છે પણ એનો એ અર્થ પણ હોઇ શકે છે કે તમારા માથામાં સૉરાયસિસ કે ત્વચાને લગતી કોઇ બીમારી હોય. ઘણીવાર કેટલાક રાસાયણિક શેમ્પૂના પ્રયોગથી આપણી ત્વચા પર એલર્જી થઇ જાય છે માટે માથાની સમસ્યા સર્જાતા કોઇ ત્વચા નિષ્ણાતની સલાહ અવશ્ય લો.
 
4. ખોડો ક્યારેય દૂર ન કરી શકાય - ખોડામાંથી થોડા દિવસો માટે જ મુક્તિ મેળવી શકાય છે. આવું એટલા માટે કારણ કે ગંભીર ખોડાની સમસ્યાને જડથી દૂર કરવી બહુ મુશ્કેલ છે. આ સિવાય તેલયુક્ત આહાર અને ટ્રાન્સ ફેટને આહારમાં લેવાથી પણ વધુ ખોડો ફેલાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Republic Day 2026 Wishes: દિલ દિયા હૈ જાન ભી દેંગે... એ વતન તેરે લિયે...જેવા શાનદાર મેસેજથી મોકલો 26 મી જાન્યુઆરીની શુભેચ્છા

પત્નીના ફોન પર પોર્ન વીડિયો જોતો હતો પતિ, પત્નીએ રચ્યુ હત્યાનુ ષડયંત્ર

ચાર વર્ષની પુત્રી 50 સુધીની ગણતરી ન લખી શકી.. પિતાએ ગુસ્સામાં એટલુ માર્યુ કે થઈ ગયુ મોત

ભારતીય સેનાનુ સુલ્તાન, Rifle mounted Robots જોઈને દુશ્મન હિમંત હારી જશે

અમેરિકામાં ભારતીય વ્યક્તિએ પત્ની સહિત 4 લોકોને મારી ગોળી, ત્રણ બાળકો પોતાનો જીવ બચાવવા સંતાય ગયા

વધુ જુઓ..

ધર્મ

Ratha Saptami 2026: રથ સપ્તમી 2026 ક્યારે છે ? જાણો યોગ્ય તિથિ, પૂજા વિધિ અને મંત્ર

શનિ ચાલીસા - shani chalisa gujarati

Jaya Ekadashi 2026: 28 કે 29 જાન્યુઆરી કયા દિવસે રાખવામાં આવશે એકાદશીનું વ્રત, જાણો યોગ્ય તિથી, મુહૂર્ત અને પારણ

Vasant Panchmi- વસંત પંચમીના 10 રહસ્યો

Saraswati Vandana - હે શારદે મા !હે શારદે મા

આગળનો લેખ
Show comments