rashifal-2026

પેન્ડેન્ટ્સનું ઘેલું લાગ્યું છે આજની યુવા પેઢીને!

Webdunia
ગુરુવાર, 5 ફેબ્રુઆરી 2015 (17:14 IST)
યુવતીઓમાં આજકાલ મોડર્ન લૂકવાળા પેન્ડન્ટનું ઘેલું જોવા મળી રહ્યું છે. શું તમને ખબર છે કે આ પેન્ડન્ટ શબ્દ આવ્યો કયાંથી ? આ શબ્દ ફ્રેન્ચ વર્ડ ‘પેન્ડ્રી’ અને લૅટિન વર્ડ ‘પેન્ડીરી’ પરથી પ્રચલિત બન્યો છે. બંનેનો અર્થ ‘દોરા કે ચૅનમાંથી છાતી સુધી લટકાવી શકાય એવો થાય છે. નૅકલેસ સાથે જોડીને પહેરવામાં આવે તેને પૅન્ડન્ટવાળો નૅકલેસ તરીકે ઓળખવામાં આવે છે.

પૅન્ડન્ટનો ઈતિહાસ પ્રાગત્રૈહાસિક કાળ જેટલો પુરાણો કહી શકાય. એ જમાનામાં પણ લોકો જુદા જુદા નાનાં નાનાં પથ્થરોમાં કાણું પાડીને ઘાસ કે શણનો દોરો પરોવીને ગળામાં પહેરતા હતા. કેટલાક હાથમાં પણ પહેરતા હતા. શંખલાં અને છીપલાંનાં પૅન્ડન્ટનું ચલણ આજના જમાનામાં પણ જોવા મળે છે. પ્રાચીન ઈજિપ્તમાં ‘ફારા’ બીટલ ટાઈપના પેન્ડન્ટ સત્તાનું પ્રતીક લેખાતા હતા. કેટલાક પ્રકારના પેન્ડન્ટ એવોર્ડ એનાયત કરવા માટે બનાવવામાં આવે છે. એવા પેન્ડન્ટની કડી સાથે રેશમી રીબન બાંધવામાં આવે છે. આ જ્વેલરી કિંમતી હીરા, માણેક, પન્ના વગેરે કિંમતી રત્નો પર પહેલ પાડીને સોનું, ચાંદી, રોડિયમ, પેલેડિયમ જેવી કિંમતી ધાતુમાં જડવામાં આવે છે. લૉકેટ પણ એક પ્રકારનું પેન્ડન્ટ છે. ઘણાં બંગડીની સાથે લટકણિયા લગાવે છે. પેન્ડન્ટનો બીજી રીતે પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે. ઘણાં પેન્ડન્ટ કમ બ્રોચ બનાવડાવે છે જેથી તેને પિન-અપ કરીને બ્રોચ તરીકે ઉપયોગ કરી શકાય.

લગભગ સોળમી સદીમાં રાણી એલિઝાબેથે આમાર્ડ જ્વેલ (૧૫૮૮)નું પેન્ડન્ટ કે મેડલ બનાવડાવ્યું હતું. એમાં આગળના ભાગમાં ઈન્ગ્લેન્ડે સ્પેન પર મેળવેલા વિજયની ઉજવણી કરવા નેવાક આર્ક એમ્બ્લેમ કરવામાં આવ્યું હતું. ત્યારપછી ઓગણસમી સદીમાં વિક્ટોરિયન લૉકેટ્સનું વળગણ આજે પણ યુ.કે.ના શ્ર્વેત નાગરિકોમાં જોવા મળે છે. લૉકેટ્સ ઘણીવાર ઘડિયાળના કૅસ જેવા પણ બનાવી શકાય આવા કડીવાળા લોકેટ પહેરવાનું તે જમાનામાં ચલણ હતું. ઘણાને ભગવાનના સ્વરૂપનાં ચિત્ર અથવા કંડારેલા સ્વરૂપના પેન્ડન્ટ પહેરવાની આદત હોય છે. તેઓ એમ માને છે કે આવા પેન્ડન્ટ પહેરી રાખવાથી ભગવાનના આશીર્વાદ તેમને મળતા રહે છે. ઈજિપ્તમાં મોનાર્કી વખતે રાજમુદ્રાવાળા પેન્ડન્ટ પ્રચલિત હતા. આ ઉપરાંત માદળિયું પેન્ડન્ટનો એક પ્રકાર છે. ઘણાંને તે હાથમાં પહેરવાનું ગમે છે. આધુનિકાઓ સ્ટાઈલિશ લૂક માટે નવા ઘાટના મલ્ટિપર્પઝ પેન્ડન્ટની ઘેલછા ધરાવે છે. પેન્ડન્ટનો ગમે ત્યારે ઉપયોગ કરી શકાય છે. ગિફ્ટ આઈટમની શોપમાં લટાર મારતાં તમને નવી વેરાયટી જોવા મળશે.

ફૅશન ડિઝાઈનરના મતે ‘વાઈટ મેટલનું પેન્ડન્ટ દરેક ડિઝાઈન અને શેપમાં મળે છે. પણ સૌથી મહત્ત્વની વાત એ છે કે પેન્ડન્ટની અનેક વરાયટીમાંથી કોને કયું શોભે તે તેણે પોતે નક્કી કરવું પડે છે. ડ્રેસની ડિઝાઈન, સ્ટાઈલ અને રંગ પ્રમાણે પેન્ડન્ટની પસંદગી કરી શકાય. દા.ત. ફૂલની ડિઝાઈનવાળું વાઈટ પેન્ડન્ટ થ્રેડ ચેનમાં પહેરી શકાય. ચળકતો વાઈટ દમદાર હોવાને કારણે પહેરનારનો લૂક નિખરી ઉઠે છે’.

હાલમાં ડલ (આછા) રંગના સોબર પેન્ડન્ટ યુવતીઓને આકર્ષે છે. કૉપર, બ્રાઉન, બ્લેક અને યલો શેડ્ ધરાવતાં પેન્ડન્ટ આકર્ષક લૂક આપે છે. પેન્ડન્ટને જુદો લૂક આપવા ચેન અથવા મોતીની માળાનો ઉપયોગ કરી શકાય.

બ્લેક મેટલ પેન્ડન્ટ: આવા પેન્ડન્ટની ખાસિયત એ હોય છે કે તે દરેક ચેન પર ફિટ કરી શકાય છે. એને સ્ટાઈલિશ લૂક માટે કડીમાં ચેન પરોવીને પહેરી શકાય. ફૂલોનાં આકાર અને જુદી જુદી સાઈઝમાં મળતા પિનવાળા પેન્ડન્ટનો બ્રોચ તરીકે ઉપયોગ કરી શકાય.

બીડ એન્ડ પર્લ: આજકાલ માર્કેટમાં સિંગલ બીડ અને ક્રિસ્ટલ બૉલવાળા પેન્ડન્ટ યુનિક સ્ટાઈલમાં ઉપલબ્ધ છે. એક જ્વેલરના મંતવ્ય પ્રમાણે બીડ એન્ડ પર્લ પેન્ડન્ટ જીન્સ ટૉપ, સલવાર સૂટ પર પરફેક્ટ લાગે છે. સિંપલ અને ગોર્જિયસ લૂક જોઈતો હોય તો આવું પેન્ડન્ટ પહેરી જોજો. પાર્ટીમાં આવનારાં તમારા પેન્ડન્ટને એકીટસે નિહાળતા રહેશે. એવું પણ બની શકે કે તેઓ તમારા પેન્ડન્ટની સ્ટાઈલ અપનાવી લે. પેન્ડન્ટના લૂક અને રંગ સાથે સુમેળ સાધે તેવા લટકણિયા અને હાથમાં એવા લૂકવાળી બંગડી પહેરી પરફેક્ટ લાગી જ શકો એ વાતમાં બેમત હોઈ શકે નહીં.
વધુ જુઓ..

જરૂર વાંચો

IND vs ENG, T20 World Cup 2026 Semifinal: વાનખેડેની પિચ પર હોબાળો: પિચ ક્યુરેટર સાથે કરી ઉગ્ર ચર્ચા, જાણો શું છે સમગ્ર વિવાદ!

SA vs NZ: કોલકાતામાં સેમિફાઇનલ મેચની મજા વરસાદ બગાડશે? જાણો શું કહે છે હવામાન વિભાગ

સૌથી મોટી લાઈબ્રેરી પછી ગાંધીનગરને એક વધુ ભેટ, ગુજરાતની રાજધાનીમાં બનશે નવું ક્રિકેટ સ્ટેડીયમ

એરપોર્ટ જેવું આધુનિક બનશે અમદાવાદ સ્ટેશન: રૂ. 2,400 કરોડના ખર્ચે તૈયાર થતા 16 માળના સ્ટેશનની જુઓ ડ્રોન તસ્વીર

ફાગોત્સવના આયોજન વચ્ચે સુરતના યુવા અગ્રણી વિક્રમસિંહ શેખાવતનું હાર્ટ એટેકથી નિધન

વધુ જુઓ..

ધર્મ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 5 માર્ચ

Holi 2026: ધુળેટીના દિવસે દેવી દેવતાઓની જરૂર કરો પૂજા, ખુશીઓના રંગથી ભરેલું રહેશે જીવણ, ઘરમાં રહેશે સુખ સમૃદ્ધિનો વાસ

Aaj Nu Gujarati Panchang - આજનુ પંચાગ- 4 માર્ચ

ભાંગના ભજીયાની રેસીપી - Bhaang Pakori Recipe

Holi 2026- હોળીના રંગબેરંગી જોક્સ

Show comments