rashifal-2026

‘બોટોકસ’ટ્રીટમેન્ટ હેલ્થ

Webdunia
ગુરુવાર, 3 ડિસેમ્બર 2015 (15:22 IST)
સૌંદર્ય જગતમાં આજકાલ નવા નવા સંશોધનો થઈ રહ્યા છે. બ્યુટીફુલ દેખાવું સર્વને ગમે..!! એવી જ રીતે કોઈને પણ ઉંમરલાયક બનવું જ નથી. આથી જ આવા સંશોધનથી ચહેરાને સોહામણો સુંદર બનાવી શકાય. કરચલી દૂર કરવી શકય બની છે. સૌંદર્ય માટે ઘણાં આધુનિક વિકલ્પો ઉપલબ્ધ છે. આજે તેમાં જાણીશું ‘બોટોકસ અને ફીલર્સ’ વિશે.
 
‘બોટોક અને ફીલર્સ’
 
આ બોટોકસ અને ફીલર્સ જવાબદાર છે વાઢકાપ રહીત મળતા સૌંદર્ય માટે. ચાલીસીની શઆત થતાં આંખોની આસપાસ ગુંથાતા કરચલીઓનાં જાળા, કમ્મર પર જામતા મેદનાં થર, ભ્રમરો વચ્ચેની રેખાઓ, અણગમતા વાળ, હોઠની આસપાસની સ્મિત રેખાઓ. નિસ્તેજ ચામડી, ક્ષ ત્વચા...(આ લિસ્ટ ઘણું લાંબુ છે) આ બધું અને એનાથીય વધુ, વાઢકાપ વિના, સરળ ઉપાયો દ્વારા દૂર કરી શકાય છે.
 
બોટોકસ અને ફીલર્સની વાત કરીએ, તો, આ બન્ને એક જાતના રસાયણ છે. બોટોકસ એટલે ‘બોટ્યુલીનિયમ ટોકિસન ટાઈપ-એ’ ફીલર્સમાં રસાયણ હોય છે ‘રેસ્ટીલેન’ નામનું. એના ઈંજેકશનથી કોષો વચ્ચેની જગ્યા પૂરાઈ જતાં કરચલીઓ ગાયબ થઈ જાય છે. આ બન્ને રસાયણોના ઈંજેકશન આપ્નારા તજજ્ઞો હોય છે અને તેઓ એમાં માહિર હોય એ જરી છે. એ વિના કોઈ અણધડ હાથે જો આ કામ થાય તો આડઅસરમાં સુંદરતાને બદલે ઢળી પડેલા પોપચા કે ચહેરાનો લકવો થવાની શકયતા રહે છે. જો કે આડઅસરોની શકયતા નહિવત છે પરંતુ કાળજી લેજી જરી બને છે. ઉપરાંત બોટોકસના ઈંજેકશન પછી તરવું કે ભારે કસરત કરવાની મનાઈ છે અને બે ત્રણ કલાક ચત્તા સૂઈ રહેવાની પણ મનાઈ છે
 
‘બોટોકસ’ કે ‘ફીલર્સ’ પધ્ધતિથી સૌંદર્ય પ્રાપ્તિ માટે લાગે છે કેવળ પાંચ સાત મિનિટ અને એના પરિણામ બોટોકસ માટે ચારથી છ મહિના અને ફીલર્સ માટે છ થી નવ મહિના સુધી દેખાતા રહે છે. એકવાર યુવાન દેખાવાની ટેવ પડે એટલે છ એક મહિના પછી પાછું એનું ઈંજેકશન લઈ વ્યક્તિ ફરી સૌંદર્યવાન બની જાય છે. 
 
‘માઈક્રોડમર્બ્રિેઝન’
 
ચહેરાની કરચલીઓ ઉપરાંત ત્વચાની સમસ્યા પણ ચાલીસી પછી સતાવવા માંડે છે. નિસ્તેજ ત્વચા માટે ઉપલબ્ધ છે ડમર્બ્રિેઝન ટેકનિક.
 
માઈક્રોડમર્બ્રિેઝનમાં ચહેરા અને ગળા પરની સૂકી ચામડીના મૃત કોષોને એક મશીન દ્વારા દૂર કરવામાં આવે છે. માઈક્રો ક્રિસ્ટલ્સથી ચામડીની બહારની પરત દૂર કરી દેવાય છે. વળી નીચેની ત્વચા ડર્મીસમાં પહોંચી એ કોલાજન અને ઈલાઈસ્ટીનનું પ્રમાણ વધારે છે. જેથી ત્વચા યુવાન અને તરવરતી લાગે છે. આ પધ્ધતિમાં કોઈ જાતની પીડા થતી નથી. પંદર મિનિટ લાંબી ચાલતી આ વિધિ દર બે-ચાર અઠવાડિયે કરાવવી પડે છે. પહેલી સીટીંગ પછી લગભગ પંદર દિવસે એના પરિણામ જણાય છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

વડોદરામાં જ્યા અમિત શાહે કરી હતી મહાઆરતી, હવે એ સ્થળ બનશે હેરિટેજ કોરિડોર, વડોદરા નગર નિગમની મોટી તૈયારી

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 314 સિંહોના મોત: વિધાનસભામાં સરકારે રજૂ કર્યા આંકડા

રાતના અંધારામાં કાકી અને ભત્રીજા વચ્ચે કંઈક એવું બન્યું કે બધું જ બદલાઈ ગયું...

દિલ્હી સહિત અનેક રાજ્યોમાં તાપમાન 3-5°C વધશે, જેનાથી ફેબ્રુઆરીમાં માર્ચ જેવી ગરમી આવશે.

પીએમ કિસાન માનધન યોજના

વધુ જુઓ..

ધર્મ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 28 ફેબ્રુઆરી

Holika Dahan Tradition: હોળી ની અગ્નિમાં ઘઉં અને ચણાના લીલા ડૂંડા કેમ નાખવામાં આવે છે? જાણો નવા અનાજ સાથે જોડાયેલી આ પરંપરા વિશે

Aaj nu panchang - આજનુ પંચાગ- 27 ફેબ્રુઆરી

Happy Holi 2026 Wishes in Gujarati : હોળી-ધુળેટી પર તમારા પ્રિયજનોને આ ખાસ અંદાજમાં આપો હેપી હોળીની શુભેચ્છા

Holi Katha- હોળીની પૌરાણિક કથા

Show comments