Dharma Sangrah

સ્કીન કેર - ફેશિયલ સ્ટીમિંગથી ચહેરો નિખરે છે

Webdunia
ચહેરાને જો કોઇ નુકસાન વગર વધુ પૈસા ખર્ચ્યા વગર, આકર્ષક બનાવવો છે તો સ્ટીમિંગથી વધુ સારો માર્ગ બીજો કોઇ ન હોઇ શકે. ફેશિયલ સ્ટીમિંગથી ચહેરો નીખરે છે અને ગ્લો પણ આવે છે. આને તમે દિવસમાં કોઇપણ સમયે કરી શકો છો. તો આવો, જાણીએ સ્ટીમિંગના શું-શું ફાયદા છે...

શું છે સ્ટીમિંગ? -

આ વિધિમાં થોડી મિનટ માટે ચહેરા પર સ્ટીમ લેવામાં આવે છે. આ વિધિ કરવા માટે સ્ટીમરનો પ્રયોગ કરી શકાય છે કે પછી કોઇ વાસણ કે ડોલમાં ગરમ પાણી ભરી ટુવાલથી માથું ઢાંકીને ગરમ-ગરમ સ્ટીમ લઇ શકાય છે.

સ્ટીમિંગ કઇ રીતે પ્રભાવી હોય છે?

1. સ્કિનની સફાઈ - ત્વચાને સાફ-સ્વચ્છ રાખવાનો આ સૌથી સારો માર્ગ છે. જ્યારે તમે તમારા ચહેરાને સ્ટીમ કરો છો તો ગરમ વરાળ તમારી ડેડ સ્કિનને કાઢી નાંખે છે અને ચહેરાના રોમ છિદ્રોને શ્વાસ લેવામાં મદદ મળે છે. ચહેરા પર જેટલી ગંદકી અને ધૂળ-માટી રહે છે તે છિદ્રો દ્વારા બહાર નીકળી જાય છે.

2. બ્લેકહેડ અને વ્હાઇટહેટ દૂર કરો - જો ચહેરા પર બ્લેકહેડ અને વ્હાઇટહેડ થઇ ગયા છે તો તે પણ સ્ટીમિંગથી સાફ થઇ શકે છે. 5-10 મિનિટ માટે તહેરાને સ્ટીમિંગ કરો અને ચહેરાના બ્લેકહેટ અને વ્હાઇટહેડને સ્ક્રબરથી સાફ કરી લો. સ્ટીમથી ચહેરો નરમ પડે છે જેનાથી બ્લેડ-વ્હાઇટહેડ જડથી નીકળી જાય છે.

3. ખીલને દૂર રાખે - જ્યારે ત્વચાની અંદર તૈલિય ગ્રંથિ ગંદકીથી ભરાઇ જાય છે ત્યારે ખીલ થવાની વધુ સંભાવના રહે છે. આવામાં સ્ટીમિંગ કરી એ જામેલી ગંદકીને બહાર કાઢવામાં આવે છે જેનાથી તૈલિય ગ્રંથિ સારી રીતે કામ કરી શકે.

4. કરચલીઓ રોકાય છે - ચહેરા પર સ્ટીમ લેવાથી ચહેરા પર નમી આવી જાય છે અને ડ્રાય સ્કિન સુધરે છે. સાથએ જ જો સ્કિન લૂઝ પડી ગઇ છે તો પણ તે ટાઇટ થાય છે અને ડેટ સ્કિન પણ સાફ થાય છે, જેનાથી તમારી ત્વચા જુવાન દેખાય છે.

5. ખીલ થઇ ગયા હોય ત્યારે શું કરશો? - જો ચહેરા પર ખીલ થઇ ગયા છે તો તમારા ચહેરા પર 4-5 મિનિટ સુધી સ્ટીમ લો. આનાથી દાણામાં જમા પસ આરામથી દબાવવાથી નીકળી જશે. સ્ટીમ લીધા બાદ બરફના ક્યુબથી તમારા ચહેરા પર માલિશ કરો, આનાથી ખીલના ડાઘા-ધબ્બા દબાઇ જશે અને તમને બહુ જલ્દી ખીલમાંથી છુટકારો મળી જશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

જાણો કોણ છે અયોધ્યાના રામ મંદિરમાં નમાજ વાંચવાનો પ્રયાસ કરનાર અહેમદ શેખ, તેની પાસેથી શું મળ્યું

પ્રેમાનંદ મહારાજ જ્યાં રહેતા હતા તે વૃંદાવન ફ્લેટમાં આગ લાગી

આંધ્રપ્રદેશમાં ડિલિવરી બોય ચાલતી ટ્રેનમાંથી પડી ગયો, વીડિયો વાયરલ

Somnath Swabhiman Parv- પીએમ મોદી સોમનાથ મંદિર પહોંચ્યા, મહાદેવના આશીર્વાદ લીધા અને 'ઓમ'નો જાપ કર્યો

બુરખા વાળી PM બની તો બધાનું ધર્માતરણ... ઓવૈસીનાં નિવેદન પર આ શું બોલી ગયા નીતેશ રાણે ?

વધુ જુઓ..

ધર્મ

મકરસંક્રાતિના દિવસે કરો 6 ઉપાય ગ્રહ દોષથી મળશે છુટકારો

ઉત્તરાયણ સુપરહિટ સોન્ગ્સ - Makar Sankranti song lyrics in Gujarati

શનિ ચાલીસા ગુજરાતી - ભાવાર્થ, લાભ અને પાઠ વિધિ - Shani Chalisa Lyrics with meaning in Gujarati

Makar Sankranti Ni Katha: કેમ ઉજવાય છે મકર સંક્રાંતિ ? જાણો તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા

ઉત્તરાયણને લઇ પોલીસનું જાહેરનામું - ઉત્તરાયણના 10 દિવસ આ નિયમ તોડશો તો થશો જેલભેગા

આગળનો લેખ
Show comments