Dharma Sangrah

હેયર કલર કરાવતા પહેલા...

Webdunia
N.D
વાળને સફેદ થવાના ઘણા કારણો છે. ખાસ કરીને જેમ જેમ તમારી વય વધતી જાય છે તેમ તેમ વાળના રંગ માટે જવાબદાર કોશિકાઓ મેલેનોસાઈટ્સ ઓછી થઈ જાય છે. જેનાથી વાળ સફેદ થવા માંડે છે. દિવસો દિવસ વધતુ પ્રદૂષણ પણ વાળની વિવિધ સમસ્યાઓ માટે જવાબદાર છે. જેને કારણે જ વાળને બીજા રંગોથી રંગવાના ફોર્મૂલાનુ અસ્તિત્વ થયુ. વાળને રંગવાના પણ ત્રણ પ્રકાર છે - ટેપરેરી, સેમી-પરમનેંટ અને પરમનેંટ. ટેપરરી રૂપે રંગવુ મતલબ ઉપરથી રંગનુ એક પડ ચઢાવવુ. આ રીત મોડલ અને કલાકાર વધુ અપનાવે છે, કારણ કે તેમને થોડા સમયમાં વાળને રંગ કરવો પડે છે. એકવાર માત્ર શેમ્પુ કરવાથી આ સાફ પણ થઈ જાય છે.

સેમી પરમનેંટ મતલબ થોડા લાંબા સમય માટે મતલબ આ 10-12 શેમ્પુ પછી જ નીકળે છે. આ ખાસ કરીને સાધારણ ભૂરા રંગના વાળ માટે વપરાય છે.

પરમનેંટ રંગવાનો મતલબ છે વાળને કાયમ માટે રંગવા. આ રીતમાં પરઓક્સાઈડ અને એમોનિયાનો ઉપયોગ કરવામાં આવે છે. આમા એક ખામી એ છે કે દર ત્રણ ચાર મહિને તમારે નીચેના વાળને ફરી રંગવા પડશે. કારણ કે જેમ-જેમ વાળ વધશે નીચેથી તેમનો અસલી રંગ દેખાવવા માંડે છે. વાળને રંગતી વખતે સાવધાની રાખવી જોઈએ કારણકે આનાથી તમને એલર્જી થઈ શકે છે. કેટલીક સાવચેતી આ પ્રકારની છે...

- ગમે તે જગ્યાએથી વાળને રંગવાને બદલે એક જ વિશ્વાસપૂર્ણ અને ગુણવત્તાવાળા પાર્લરને
પસંદ કરો.

- જો તમને કોઈ પ્રકારની એલર્જી, ડેડ્રફ અથવા અન્ય તકલીફ હોય તો વાળને રંગવાથી બચો.

- હંમેશા કલર સારી ક્વોલીટીનો જ પસંદ કરો. સસ્તાના ચક્કરમાં વાળની તંદુરસ્તીને નુકશાન ન પહોંચાડો.

- માત્ર એકબીજાનુ જોઈને કલર કરવાને બદલે વિશેષજ્ઞની સલાહ લઈને તમારા વાળ માટે કલર પસંદ કરો. કલર એવો હોવો જોઈએ જે તમારા વ્યક્તિત્વને મેચ કરે.

- સમજી-વિચારીને વાળમાં રંગ કરાવો, કારણ કે એકવાર રંગ ચઢ્યા પછી તેને ઉતારવામાં વાળને નુકશાન થાય છે. જેને કારણે વાળ તૂટે છે અને ખરે પણ છે.

N.D
- કલર કરેલા વાળ માટે જુદા પ્રકારના શેમ્પૂને વાપરો

- કડક તડકાંથી વાળને બચાવો, કારણકે આનાથી વાળ શુષ્ક અને રંગ આછો થઈ જાય છે.

- વાળને મહિનામાં એક વાર ડીપ કંડીશનિંગ કરો અને દરેક શેમ્પૂ પછી કંડીશનરનો ઉપયોગ કરો.
વધુ જુઓ..

જરૂર વાંચો

શું અંપાયરની ભૂલથી મળી બુમરાહને 100 મી વિકેટ ? નો બોલ પર મચી બબાલ

જેલમાં બંધ ખેડૂતોને મળી શક્યા નહીં કેજરીવાલ, AAP કન્વીનરે ગુજરાતની BJP સરકારને તાનાશાહ બતાવી

IND vs SA Highlights: ભારતે સાઉથ આફ્રિકાને 101 રનથી હરાવ્યું, ભારતીય બોલરોએ કર્યું શાનદાર પ્રદર્શન

લસણ-ડુંગળીએ પતિ-પત્ની વચ્ચે કરાવ્યા છૂટાછેડા, અમદાવાદનો અનોખો કેસ

સોનિયા ગાંધીને કોર્ટનો મોટો ઝટકો, નાગરિકતા કેસમાં નોટિસ જારી

વધુ જુઓ..

ધર્મ

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

Show comments