Biodata Maker

ચહેરાની કાળજી રાખવી જરૂરી

Webdunia
ચહેરો આપણી ઉંમરનો અરીસો હોય છે. ઘણી વખત થોડીક બેજવાબદારીથી ચાંદ જેવો ચહેરો કરમાઈ જાય છે. આજે બહુરાષ્ટ્રીય કંપનીઓ સુંદરતાને જાળવી રાખવા માટેના પોતાની જાહેરાતોની ખુબ જ લોભામણી એડ આપે છે. પરંતુ આ ઉત્પાદન સુંદરતા વધારવાની જગ્યાએ નુકશાન કરે છે. કેમકે તેની અંદર ઘણી પ્રકારના રસાયણિક તત્વો મળેલા હોય છે. તો બને ત્યાર સુધી પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરીને ત્વચાને મુલાયમ અને સુંદર બનાવો. 


  N.D
સુંદરતા જાળવી રાખવા માટે સૌ પ્રથમ ચહેરાની સફાઈનું ધ્યાન રાખો. અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વખત કોઈ સારા તેલથી કે ક્રીમ વડે માલિશ કરવી. ત્યાર બાદ પોતાની પસંદનું ઉબટન જે હળદર, દૂધ, મલાઈ અને ફળોના રસથી તૈયાર કરેલું હોય તે લગાવો. તેને 15-20 મિનિટ રાખ્યા બાદ સ્નાન કરી લો. સાબુનો પ્રયોગ કરવાનું બની શકે ત્યાર સુધી ટાળો.

સંતુલિત આહાર લો. તેમાં તમે ફળ, સલાડ, જ્યુસ, અંકુરિત અનાજ, છોતરાવાળી દાળ, વગેરેનો સમાવેશ કરો. દિવસ દરમિયાન 10થી 2 ગ્લાસ પાણી પીવો. ખાવામાં ચરબીવાળા ખોરાક તેમજ મસાલાવાળી વસ્તુઓનો ઉપયોગ ઓછો કરો.

ત્વચાની સુંદરતા વધારવા માટે વ્યાયામ પણ ખુબ જ જરૂરી છે. આનાથી શરીરની અંદર લોહીનું પરિભ્રમણ તીવ્ર ગતિથી થાય છે. શ્વાસની ગતિ ઝડપી હોવાથી ફેંફસાઓનો પુરતા પ્રમાણમાં ઓક્સીજન મળી રહેશે. આનાથી ત્વચામાં તાજગી આવે છે અને ત્વચા સુંદર દેખાય છે.

તણાવ ત્વચાનો સૌથી મોટો દુશ્મન છે. આના દુષ્પ્રભાવને લીધે ચહેરો થાકેલો લાગે છે. તણાવમુક્ત રહીને ચહેરાને સ્વસ્થ્ય અને તેજસ્વી બનાવી રાખો.

ઉંઘ ઓછી ન કરવી : ત્વચાની તંદુરસ્તી માટે ભરપુર ઉંઘ લેવી જરૂરી છે. આની ઉણપથી ત્વચા પર કરચીલો પડી જાય છે.

Bhopal: ધોતી-કૂર્તામાં ઉતર્યા ક્રિકેટર, સંસ્કૃતમાં થઈ કોમેંટ્રી, ભોપાલમાં શરૂ થઈ અનોખી મેચ શ્રેણી

બાંગ્લાદેશ પોલીસે ઉસ્માન હાદીની હત્યાને લઈને ખોલ્યુ રહસ્ય, બતાવ્યુ કેમ થયુ મર્ડર, કોણો છે હાથ

ભારતમાં રમો અથવા પોઈન્ટ ગુમાવો, BCB ની T20 WC નાં વેન્યુ શિફ્ટ કરવાની માંગને લઈને ICC નો મોટો નિર્ણય

દિલ્હીમાં અડધી રાત્રે ચાલ્યો પીળો પંજો, ફૈઝ-એ-ઇલાહ મસ્જિદના ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવા માટે ચાલ્યું બુલડોઝર

PM નરેન્દ્ર મોદી આગામી 10 અને 11 જાન્યુઆરીએ સોમનાથ આવશે, 108 અશ્વો વચ્ચે યોજાશે મોદીની સ્વાભિમાન યાત્રા

Makar Sankranti 2026: 14 કે 15 જાન્યુઆરી, ક્યારે છે મકરસંક્રાંતિ ? ક્યારે ખાશો ખીચડી ? જાણી લો શુભ મુહૂર્ત

બુધવાર સ્પેશયલ - ગણેશ ભજન Ganesh bhajan

Shattila Ekadashi 2026: 13 કે 14 જાન્યુઆરી ક્યારે છે ષટતિલા એકાદશી ? જાણો પૂજા અને પારણનુ શુભ મુહૂર્ત અને વિધિ

Ganesha aarati - જય ગણેશ જય ગણેશ દેવા

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

Show comments