rashifal-2026

ઉમેદવારોની એફીડેવીટ વેબસાઇટ પર મુકો

Webdunia
બુધવાર, 18 નવેમ્બર 2015 (15:25 IST)
ભારતમાં ચૂંટણી વિષંક સુધારા લાવવા માટે નિમિત બનાનારી સંસ્થાઓ-એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ, નેશનલ ઈલેકશન વોચ અને ગુજરાત ઈલેકશન વોચ તરફથી રાજ્ય ચૂંટણી પંચને તાત્કાલિક અપીલ કરવામાં આવી છે કે, તે ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડાનારા ઉમેદવારોની એફિડેવિટસ રાજ્ય ચૂંટણી પંચની વેબસાઈટ ઉપર મુકે આ સંસ્થાઓ-સંગઠનો તરફથી રાજ્ય ચૂંટણી પંચના ચેરમેન મુખ્ય કમિશર ડો.વરેશ સિંહાને પત્ર લખી જણાવ્યું છે કે, લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓની માફક ગુજરાતમાં અત્યારે ચાલી રહેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ લડી રહેલા તમામ ઉમેદવારોના ઉમેદવારીપત્રો તથા તેમના બીડાણ સોગંદનામા તાત્કાલિક 24 કલાકમાં વેબસાઈટ ઉપર મુકવામાં આવે કે જેથી ઉમેદવારોનો ભૂતકાળ, તેમની મિલકતો, તેમની શૈક્ષણિક લાયકાત વિશે મતદારો જાણી શકે, જો ઉમેદવારોનો ભૂતકાળ ગુનાઈત હોય તો મતદારો જાગૃત થાય અને સ્વચ્છ તથા સારી પ્રતિભાવાળા ઉમેદવારો ચૂંટી શકે. સુપ્રીમ કોર્ટે એડીઆર વિધ્ધ કેન્દ્ર સરકારના કેસ અંગે સિમાચિહ્નપે ચુકાદામાં પ્રત્યેક ઉમેદવાર ઉપર લાગેલા ફોજદારી કેસોની વિગતો, તેમની મિલકતો દેવા સંબંધી વિગતો તેમજ તેમની શૈક્ષણિક લાયકાતો ઉપર જાહેર કરવી ફરજિયાત બનાવ્યું હોવાની યાદ પણ રાજ્ય ચૂંટણી પંચને અપાવવામાં આવી છે.
 
આ સંગઠનો-સંસ્થાઓ તરફથી એવું પણ રાજ્ય ચૂંટણી પંચને જણાવાયું છે કે, તાજેતરમાં ઉત્તરપ્રદેશમાં પંચાયતોની યોજાયેલી ચૂંટણીઓમાં તથા મહારાષ્ટ્રની મ્યુનિસિપલ ચૂંટણીઓમાં ઈલેકશન વોચની રજૂઆતોને પગલે મતદારોના લાભાર્થે ઉમેદવારોના સોગંદનામા વેબસાઈટ ઉપર મુકાયા હતા. આ સંસ્થાઓ-સંગઠનો સાથે દેશના 1200 જેટલા નાગરિકો સંગઠનો જોડાયેલા છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

પેટમાં વારેઘડીએ દુ:ખાવો ન કરશો નજર અંદાજ, કબજીયાત નહિ આ ગંભીર બીમારીઓ બની શકે છે કારણ

દારૂ પીતા પહેલા આપણે જમીન પર દારૂના થોડા ટીપા કેમ છાંટીએ છીએ? તેની પાછળનું સાચું કારણ જાણો

બિહારી ટામેટાની ચટણી

Valentine Week 2026 - શું તમને પણ ખબર છે વેલેંટાઈન થી પહેલાના આ ખાસ દિવસો .. જરૂર જાણો

Valentine’s Day પર સુંદર દેખાવા માટે, આ ઘરે બનાવેલા ફેસ માસ્કનો ઉપયોગ કરો; તમને ફક્ત 10 દિવસમાં ફરક દેખાશે.

વધુ જુઓ..

નવીનતમ

Border 2 Box Office Collection:સની દેઓલની ફિલ્મએ આ 10 વોર ફિલ્મના બધા રેકોર્ડ તોડ્યા

ગુજરાતી જોક્સ- તમને કંઈ યાદ છે

ગુજરાતી જોક્સ -પત્ની સાથે ઝઘડો ન કરવો

સુપરસ્ટાર રામ ચરણ બન્યા જોડિયા બાળકોના પિતા, ઉપાસના પુત્ર અને પુત્રીને આપ્યો જન્મ, ચિરંજીવીએ આપી ગુડ ન્યુઝ

સલમાન ખાન બન્યા સુરતનાં મેહમાન, એક ઝલક માટે ફેન્સની પડાપડી

Show comments