Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજ્યભરમાં આજે યોજાશે ગ્રામપંચાયતની ચૂંટણી, તંત્ર દરેક રીતે છે તૈયાર

Webdunia
શનિવાર, 18 ડિસેમ્બર 2021 (23:56 IST)
આજે  રાજ્યભરમાં યોજાનાર ગ્રામપંચાયતની ચૂંટણીને લઈ તાપી જિલ્લાનું તંત્ર સતર્ક થઈને કામગીરીમાં જોતરાઈ વિવિધ ગામોમાં સ્ટાફની ફાળવણી સાથે ચૂંટણી લક્ષી દરેક કાર્યને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. રાજ્ય ચૂંટણી આયોગ,ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આજ રોજ ૧૯ ડિસેમ્બર ૨૦૨૧એ  ગ્રામ પંચાયતોની સામાન્ય,મધ્યસત્ર અને પેટા ચૂંટણીઓ યોજાનાર છે. 
 
જેના અનુસંધાને તાપી જિલ્લાની ૨૫૦ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી તેમજ ૨ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજાનાર છે. ચૂંટણી પ્રક્રિયાની કામગીરીની વ્યવસ્થા તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે,હાલ તાપી જિલ્લામાં વ્યારા, સોનગઢ અને ઉચ્છલ તાલુકાના રિસિવિંગ, ડિસ્પેચિંગ સેન્ટર ઉભા કરાયા છે. અને આજે યોજાનાર ચૂંટણી ને તંત્રના જવાબદાર અધિકારીઓના નિરીક્ષણ હેઠળ આખરીઓપ આપવામાં આવી રહ્યો છે.
 
મહેસાણા જિલ્લામાં 162 પૈકી 120 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા ચુંટણી માટે તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. આજે  જિલ્લાના અલગ અલગ મતદાન મથકો સવારે 7 વાગે મતદાન શરૂ થશે. ત્યારે  ચુંટણી માટેની મહેસાણા સહકારી સંઘ ખાતે થી આજે મતપેટીઓ સહિતની સામગ્રીની ડિસ્પેચ ની વ્યવસ્થા કરાઇ હતી. મહેસાણા જિલ્લામાં  ચુંટણી દરમ્યાન 382 મતદાન મથકો પર 472 મતપેટીઓ નો ઉપયોગ થશે. ચુંટણીમાં 49 જેટલા આર.ઓ. અને એ.આર.ઓ. ફરજ બજાવશે. જિલ્લામાં 2085 પોલીસ સ્ટાફ ફરજ બજાવશે. આજે  2,86,371 મતદારો મતદાન કરશે. ઉલ્લેખનીય છે કે, મહેસાણા જિલ્લામાં 162 ગ્રામ પંચાયતોમાં 42 પંચાયતો સમરસ થઈ છે. જ્યારે 120 પંચાયતો પૈકી 13 પંચાયતોમાં સરપંચ અને સભ્ય અંશતઃ પેટા ચુંટણી યોજાશે. તો ખેરાલું તાલુકાના 3 પંચાયતોમાં ફોર્મ નહી ભરાતા ડાવોલ, વરેડા અને ડાલિસણા પંચાયતની ચૂંટણી નહી યોજાય. એટલે કે, 104 પંચાયતો મા હરીફાઈ સાથે ચુંટણી યોજાશે. 
 
પોરબંદર સહિત રાજ્યભરમાં આવતીકાલે યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તેના જ એક ભાગ રુપે આજે ચૂંટણી કાર્યમાં જોડાયેલ કર્મચારીઓને બેલેટ પેપર સહિતની ચૂંટણી કાર્યમાં જરૂરી સ્ટેશનરીની ચીજવસ્તુની ફાળવણી કરવામાં હતી. પોરબંદર જિલ્લાના ત્રણેય તાલુકાઓમાં 33 ગ્રામ પંચાયતો સમરસ થઈ જતાં 98 ગ્રામ પંચાયતમાં આજે થવા જઈ રહેલી ચૂંટણીમાં સરપંચ માટે કુલ 254 તેમજ સભ્ય માટે 1678 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે.

સંબંધિત સમાચાર

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments