Webdunia - Bharat's app for daily news and videos

Install App

Hardik Patel- ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં યુવા પાટીદાર નેતા કૉંગ્રેસથી નારાજ કેમ છે?

Webdunia
મંગળવાર, 26 એપ્રિલ 2022 (17:25 IST)
ગુજરાત કૉંગ્રેસમાં નિર્ણયશક્તિનો અભાવ છે, જો પાર્ટીએ ગુજરાતમાં સફળ થવું હોય તો મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવા પડશે. કૉંગ્રેસની નેતાગીરીથી નારાજ છું. જો ભવિષ્યમાં પક્ષ બદલવા જેવો રાજકીય નિર્ણય લઈશ તો જણાવીશ."
 
ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં ફરી એક વાર ગુજરાત કૉંગ્રેસ પર કંઈક આ અંદાજમાં પ્રહાર કર્યા છે.
 
નોંધનીય છે કે થોડા દિવસ પહેલાં પણ તેમણે ગુજરાત કૉંગ્રેસમાં તેમની સ્થિતિ 'નવા વરની નસબંધી' કરાઈ હોય તેવી હોવાનું જણાવ્યું હતું.
 
પાછલા ઘણા દિવસોથી ગુજરાત કૉંગ્રેસના નેતા અને પાટીદાર સમાજના યુવા અગ્રણી હાર્દિક પટેલના પક્ષની કામગીરીને લગતાં નકારાત્મક નિવેદનો ચર્ચાનો વિષય બન્યાં છે.
 
આ જ સિલસિલામાં વધુ એક કડી તાજેતરમાં જ ત્યારે ઉમેરાઈ હતી જ્યારે હાર્દિક પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં ફરીથી પોતાની નારાજગીનો પુનરોચ્ચાર કર્યો હતો અને પ્રદેશ કૉંગ્રેસની નેતાગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા.
 
પત્રકારો સાથેની વાતચીતમાં હાર્દિક પટેલે ગુજરાત કૉંગ્રેસની સ્ટેટ લીડરશિપ સામે નારાજગી જાહેર કરી હતી. તેમણે પાર્ટીની કામગીરીને નબળી ગણાવી અને પાર્ટીમાં નિર્ણયશક્તિનો અભાવ હોવાની વાત કરી હતી.
 
આ સાથે જ હાર્દિક પટેલે ગુજરાત ભાજપમાં સામેલ થવાના પત્રકારોના સવાલ અંગે પણ જવાબ આપ્યા હતા.
 
શું હાર્દિક ભાજપમાં સામેલ થવાના છે?
હાર્દિક પટેલ પાછલા ઘણા દિવસથી ગુજરાત કૉંગ્રેસ સામે પોતાની નારાજગી અવારનવાર મીડિયાની સામે આવીને જણાવતા રહ્યા છે.
 
તેમણે અવારનવાર પ્રદેશના નેતાઓ અને કૉંગ્રેસના મોટાં માથાં દ્વારા તેમને કામ ન કરવા દેવાતા હોવાના આક્ષેપ પણ કર્યા છે.
 
આવી પરિસ્થિતિમાં જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આડે અમુક સમય જ બાકી છે ત્યારે હાર્દિકની કૉંગ્રેસ પ્રત્યેની નારાજગીનો અર્થ ઘણા જાણકારો અને વિશ્લેષકો તેમની ભાજપમાં સામેલ થવાની મહેચ્છાના સંકેત તરીકે પણ ગણાવી રહ્યા છે.
 
પત્રકારો સાથેની વાતચીતમાં હાર્દિક ભાજપમાં સામેલ થવાની વાત અંગે કહ્યું હતું કે, "મારી કૉંગ્રેસ છોડવાની અને ભાજપમાં સામેલ થવાની વાતો પાછલા ઘણા સમયથી સમાચારસંસ્થાઓ સૂત્રોને આધારે ચલાવી રહી છે. પરંતુ હાલના સંજોગો અનુસાર ભાજપમાં સામેલ થવાની વાત ક્યાંય આવતી નથી. પરંતુ ભવિષ્યમાં ગમે ત્યારે આવો રાજકીય નિર્ણય લેવાની પરિસ્થિતિ સર્જાશે તો તેની જાણ કરીશ."
 
"જો રાજ્યના હિત અને તેની જનતા માટે આવા કોઈ પણ નિર્ણય લેવો પડે તો લોકો સામે આવીને જરૂર એ વાત મૂકીશ."
 
ભાજપની અમુક વાતો ગમે છે તેનો અર્થ શો?
 
જ્યારે પત્રકારો દ્વારા જ્યારે એવો પ્રશ્ન પુછાયો કે ભાજપની અમુક વાતો આપને ગમે છે, તેનો શો અર્થ થયો? આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, "રાજકારણમાં ગમે તે વ્યક્તિએ સતત શીખતા રહેવાની વૃત્તિ અપનાવવી જોઈએ. પછી તે ભલે રાજકીય પક્ષ હોય કે વ્યક્તિ, તમારે દરેક પાસેથી શીખતા રહેવા તૈયાર રહેવું પડે."
 
"હાલમાં ભાજપ દ્વારા લેવાયેલા રાજકીય નિર્ણયો અંગે વાત કરીએ તો તે જોતાં ચોક્કસ એવું લાગે છે કે તેમનામાં રાજકીય નિર્ણય લેવાની ક્ષમતા વધુ છે. તો તેને સ્વીકારવું પડે. સાચી વાતનો સ્વીકાર એ વકીલાત નથી. જો ગુજરાતમાં કૉંગ્રેસે મજબૂત થવું હશે તો તેમણે પોતાની નિર્ણયશક્તિમાં વધારો કરવો પડશે."
 
ત્યારે આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, "અમે વર્ષોથી હિંદુ ધર્મમાં માનનારા લોકો છીએ. આ ધર્મ સાથે અમારો નાતો વર્ષો જૂનો છે. તેનું ગૌરવ વધારવા અમે પ્રયત્નશીલ છીએ."
 
આ સાથે જ તેમણે સતત એ વાત પર ભાર મૂક્યો હતો કે તેઓ ભવિષ્યમાં પણ ગુજરાત કૉંગ્રેસ સાથે છેડો ફાડવા નથી માગતા પરંતુ તેઓ માત્ર તેમના સમસ્યાના નિરાકરણ પર ભાર મૂકી રહ્યા છે.
 
આ સમગ્ર બાબત અંગે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ દ્વારા શું પગલાં લેવાઈ રહ્યાં છે તે અંગે જાણવા માટે બીબીસી ગુજરાતીએ ગુજરાત કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીનો સંપર્ક સાધ્યો હતો. પરંતુ તેમણે હાલ આ મામલે તેઓ વાત કરવા નથી માગતા તેવું જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Vaishno Devi- વૈષ્ણોદેવી જતા ભક્તો માટે મહત્વના સમાચાર! હવે આ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે નહીં

IPL 2025 Mega Auction: ભુવનેશ્વર કુમાર IPLમાં અમીર બન્યો, આ નવી ટીમને મળ્યો સપોર્ટ

IPL 2025 Mega Auction: - CSK માં સેમ કરન પરત ફર્યા, આટલા કરોડ રૂપિયા મળ્યા

25 લાખની લાંચ માંગી, કપડાં ઉતાર્યા… સુસાઈડ નોટમાં મહિલા વેપારીએ ડીએસપી પર ગંભીર આક્ષેપો કર્યા

IPL 2025 Mega Auction-બીજા દિવસે 493 ખેલાડીઓ પર બિડિંગ થશે

આગળનો લેખ
Show comments