Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત આપ પ્રમુખ વધુ એક વિવાદિત વિડીયો સામે આવ્યો, હવે પીએમની માતાને કહ્યા અપશબ્દો

હેતલ કર્નલ
શુક્રવાર, 14 ઑક્ટોબર 2022 (09:53 IST)
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાના નિવેદનને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે તેમનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. પીએમ મોદી પર વિવાદિત નિવેદન આપ્યા બાદ ગુરુવારે થોડા સમય માટે દિલ્હી પોલીસની કસ્ટડીમાં રહેલા ગોપાલ ઈટાલિયાએ પણ પીએમ મોદીની માતા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. ઇટાલિયાએ ફરી એકવાર આ વીડિયોમાં પીએમ મોદી માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો છે, સાથે તેમની માતા હીરાબેનને પણ અપશબ્દો બોલ્યા છે. બીજેપી નેતા અમિત માલવિયાએ આ વીડિયો શેર કર્યો છે.
 
માલવિયાએ ગોપાલ ઈટાલિયાનો નવો વીડિયો શેર કર્યો અને લખ્યું કે, AAP ચીફ અને કેજરીવાલના નજીકના મિત્ર ગોપાલ ઈટાલિયા એક પછી એક ગુનો કરે છે અને ગુજરાતની મહિલાઓનું અપમાન કરે છે. મહિલાઓને 'સી' શબ્દથી સંબોધ્યા બાદ હવે તેણે મંદિરમાં જનારાઓનું અપમાન કરીને પીએમની વૃદ્ધ માતા માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે. આ વીડિયોમાં ગોપાલ ઇટાલિયા પીએમ મોદી માટે વાંધાજનક ભાષા બોલીને તેમની માતાને નાટકબાજ કહી રહ્યા છે.
 

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments