Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રથમ તબક્કામાં 60%નું મતદાન - પંચ

Webdunia
સોમવાર, 24 ડિસેમ્બર 2007 (21:49 IST)
W.DW.D

અમદાવાદ (એજંસી) ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની 87 બેઠકો પર મતદાન આજે સવારે શરુ થયું હતું. આજે બપોર સુધીમાં સૌરાષ્ટ્રમાં લગભગ 25 % અને દક્ષિણ ગુજરાતમાં લગભગ 20 % મતદાન થઇ ગયું છે. સવારમાં મતદાન ધીમું હતું, બાદમાં બપોર દરમિયાન મતદાનમાં ઘસારો જોવા મળ્યો હતો. ચૂંટણી પંચે આજે જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં 60 ટકા મતદાન થયું હતું.

રાજકોટ ગ્રામીણ બેઠકના ત્રણ મતદાન કેંન્દ્રો પર વોટિંગ મશીનોમાં ખરાબી આવી જતાં મતદાનમાં વાર લાગી હતી અને ઘણા લોકો મતદાન છોડીને જતાં રહ્યા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ માટે બે તબક્કામાં થનાર મતદાન અંતર્ગત આજે પહેલા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. વિધાનસભાની 87 બેઠકો માટે આજે 1,78,77,771 મતદારો પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરશે. આ તબક્કાની ચૂંટણી નરેન્દ્ર મોદી માટે એસીડ ટેસ્ટ સાબિત થઈ રહેશે.
PTIPTI

સવારના ધીમી ગતિએ મતદાન શરૂ થતા હવે ધીરે ધીરે તેજી આવવા માંડી છે. રાજકોટથી મળેલ એક અહેવાલ મુજબ રાજકોટમાં મતદાન શરૂ થયાના બે કલાક બાદ મથદાન મથકોની બહાર મત આપવા માટે ઈચ્છુક લોકોની મોટી કતારો જોવા મળી હતી. રાજકોટ-2ની વિધાનસભાની બેઠક માટેના ભાજપના ઉમેદવાર નાણા મંત્રી કેશુભાઈ વાળા વહેલા મતદાન કરવાવાળા લોકોમાં જોડાયા હતાં.

87 બેઠકો માટે કુલ 669 ઉમેદવારો ચૂંટણીની લડત લડી રહ્યાં છે. જેમાં 53 મહિલા ઉમેદવારો છે. પ્રથમ તબક્કામાં મોદી સરકારના 10 મંત્રીઓના ભાવિનો ફૈસલો આજે મતદારો કરશે.જેમાં નાણામંત્રી વજૂભાઈવાળા, આઈ.કે. પટેલ, સૌરભ પટેલ, પુરુષોત્તમ સોલંકી વગેરેનો સમાવેશ થાય છે. આજે જ્યાં મતદાન થનાર છે તેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત મુખ્ય છે.

અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે 2002માં સુરત(પૂર્વ)ની બેઠક ઉપરથી ભારતીય જનતા પક્ષ માટે ચૂંટણી લડનાર અને જીતનાર ધીરુભાઈ ગજેરા આ વખતે કોંગ્રેસમાંથી ચૂંટણી લડીને ભાજપ તરફ પોતાનો અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે ગજેરાએ મતદાન મથકે પહોંચીને મતદાન કર્યું હતું.

જોકે બોગસ વોટિંગનો છેદ ઉડી ગયો છે. એક ટકા પણ બોગસ વોટિંગ નહીં થાય તેવો તંત્રનો દાવો કર્યો હતો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments